GSTV
Home » News » ગુજરાત કોંગ્રેસે ભાજપને ઘેરવા ‘બાહુબલી’ અશોક ગેહલોતને આપ્યું આમંત્રણ હવે થશે નવાજૂની

ગુજરાત કોંગ્રેસે ભાજપને ઘેરવા ‘બાહુબલી’ અશોક ગેહલોતને આપ્યું આમંત્રણ હવે થશે નવાજૂની

મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિના કારણે ગુજરાત કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હવે વિરોધ પ્રદર્શનને વધુ અસરકારક બનાવશે. ગુજરાતના વિરોધ પ્રદર્શન માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને આમંત્રણ આપવામાં આવ્યું છે. 15ના બદલે હવે ગુજરાત કોંગ્રેસ 18થી20 નવેમ્બર વચ્ચે આક્રમક કાર્યક્રમ શરૂ કરશે. રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિ સામે કોંગ્રેસ વિરોધ કરશે. આર્થીક નીતિ, બેરોજગારી અને મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ આક્રમક કાર્યક્રમો થકી વિરોધને વધુ મજબૂત બનાવશે.

અશોક ગેહલોતે એક નિવેદનથી કર્યું હતું ઉંધુચત્તુ

ઉલ્લેખનીય છે કે અશોક ગેહલોતો થોડા સમય પહેલા ગુજરાતમાં દારૂ મુદ્દે નિવેદન આપ્યું હતું. જે પછી ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ વચ્ચે નિવેદનબાજી જામી હતી. જેમાં ગુજરાતમાંથી ઠેર ઠેર દારૂ નીકળતા ગુજરાત કોંગ્રેસ ઉત્સાહમાં આવી ગઈ હતી. છેલ્લા કેટલાય સમયથી નિરૂત્સાહી ગુજરાત કોંગ્રેસ ભાજપને ઘેરવામાં વામણી પુરવાર થતી હતી પણ અશોક ગેહલોતના એક નિવેદનથી ગુજરાતના રાજકીય દરિયામાં ઉથલપાથલ સર્જાતા હવે ગુજરાત કોંગ્રેસ તેમના શરણે ગઈ છે.

પાડોશી અશોક ગેહલતોમાં છે તાકાત

ઉપરથી અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂ નથી મળતો ના નિવેદન પર કમરકસીને કહી દીધું હતું કે, જો ગુજરાતમાં દારૂ ન મળતો હોય તો હું રાજીનામું આપી દઉં. પરિણામે ગુજરાત ભાજપનું જોર નબળું પડ્યું હતું. પાડોશી રાજ્યના મુખ્યમંત્રીએ જે રીતે ભાજપને ઘેર્યું તે જોતા ગુજરાત કોંગ્રેસ હવે અશોક ગેહલોતને ઘરમાં બોલાવે તો નવાઈ નહીં.

હાર્દિક પટેલે ખેડૂતોના મુદ્દાથી કરી શરૂઆત

રાજકોટ જિલ્લાના પડધરીમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ખેડૂતોના મુદ્દે હાર્દિક પટેલની સાથે લલિત કગથરા તેમજ કિસાન સંઘના આગેવાન રમેશ પટેલ પણ ઉપવાસ આંદોલનમાં જોડાયા છે. કિસાન સંઘ ભાજપની ભગીની સંસ્થા હોવા છતાં કોંગ્રેસના નેતા સાથે જોડાતા ખળભળાટ જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના પોસ્ટરમાંથી કોંગ્રેસ ગાયબ જોવા મળી રહી છે. ખેડૂતોને પાક વીમો અને દેવું માફીની મુખ્ય માંગ સાથે પ્રતીક ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે. સાથે જ લલિત કગથરાએ સરકારને વિનંતી કરી છે કે સરકાર ખેડૂતોને લોલીપોપ ના આપે. લીલો દુષ્કાળની સ્થિતી છે હજુ પણ વરસાદ પડી રહ્યો છે તો સરકાર લીલો દુષ્કાળ જાહેર કરે તેવી વિનંતી કરી છે.

READ ALSO

Related posts

કામ કરતાં બેભાન થઇ ગઇ, બીજા દિવસે ઉઠી તો…ડિપ્રેશન પર દીપિકાનો ચોંકાવનારો ખુલાસો

Bansari

હૈદરાબાદ રેપ કેસના આરોપીના થયેલા એન્કાઉટર ઉપર સીએમ રૂપાણીએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva

LRDમાં 20 ટકા વેઈટિંગ લિસ્ટ બનાવી ખાલી જગ્યાઓ ભરાશે, 8,135 નિમણૂંક ઉમેદવારોને પત્ર અપાયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!