GSTV
Home » News » ગુજરાત : શું કોંગ્રેસને મજબૂત બનાવવા પાછળ ખુદ ભાજપનો જ છે હાથ?

ગુજરાત : શું કોંગ્રેસને મજબૂત બનાવવા પાછળ ખુદ ભાજપનો જ છે હાથ?

સ્ટેચ્યૂ અોફ યુનિટી… વિશ્વને અેકતાનો સંદેશો અાપવાના મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટના લોકાર્પણના ગણતરીના દિવસો વચ્ચે રૂપાણી સરકારની નિષ્ફળતામાં ગુજરાતને પ્રાંતવાદનો બટ્ટો લાગ્યો છે. હવે મોદીના સૌથી મોટા પ્રોજેક્ટને ગણતરીના દિવસો બાકી હોવાથી દેશભરમાં ગુજરાતના કેબિનેટ મંત્રીઅો અામંત્રણ અાપવા માટે દોડાદોડી કરી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરદાર પટેલના નામે વિશ્વને યુનિટીનો સંદેશ અાપવા માગે છે. અા કાર્યક્રમમાં ભીડ અેકઠી કરવી અે રૂપાણી સરકાર માટે અેક ચેલેન્જ બની ગઈ છે. ભાજપના કાર્યક્રમમાં ભીડ અેકઠી થતી ન હોવાનું ભાજપના બે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા અને વાસણભાઈ અાહિર સ્વીકારી ચૂક્યા છે. રૂપાણી પોતાના ગઢ રાજકોટમાં મોદી માટે ભીડ અેકઠી કરી શક્યા ન હતા.

મોદીના કાર્યક્રમમાં 75 ટકા ખુરશીઅો ખાલી હતી ત્યાં અાજે ગાંધીનગરમાં રૂપાણીના યોજાયેલા કાર્યક્રમમાં પણ ખુરશીઅો ખાલી હતી. સરકારના કાર્યક્રમમાં ખાલી ખુરશીઅો હવે વિવાદનું કેન્દ્ર બની રહી છે. રૂપાણી સરકાર ભાજપ પરથી પક્કડ ગુમાવી રહી છે કે ભાજપ સામે ગુજરાતમાં અાક્રોશનો માહોલ છે પણ અાગામી દિવસોમાં મોદી માટે અા અેક ચિંતાનો વિષય છે. મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાં સુધી ગુજરાતમાં તેમનો દબદબો હતો.

મોદીના ગયા બાદ અાનંદીબેને ભાજપ સંગઠન અને સરકાર બંને પર પોતાની ધાક જમાવી રાખી હતી. કહેવાતું હતું કે અાનંદીબેન સરકારમાં બ્યૂરોક્રસી ધ્રૂજી જતી હતી. અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ હોવા છતાં ગુજરાતના મામલામાં માથું મારતા ન હતા. જ્યારે હવે ચર્ચાઈ રહ્યું છે કે ગુજરાત સરકારનું સંચાલન પણ ભાજપના દિલ્હીના મુખ્યાલયથી થઈ રહ્યું છે. જેને પગલે ગુજરાતના ઇતિહાસમાં ન ઘટી હોય તેવી ઘટનાઅો ગુજરાતમાં અાકાર લઈ રહી છે.

રૂપાણી સરકાર સામે છે અા ચેલેન્જ

ગુજરાતમાં ભાજપનો દબદબો ઘટ્યો હોવાનું હવે મોદી અને અમિત શાહે પણ સ્વીકારી લીધું છે. હાલમાં મોદી રૂપાણીને રાજધર્મ નિભાવવાની સલાહ અાપી શકે છે પણ અમિત શાહ હાલમાં લોકસભાની ચૂંટણી સમયે કોઈ રિસ્ક લેવા ન માગતા હોવાથી રૂપાણી સામે સંકટ તો ટળી ગયું છે. રૂપાણી સાહેબે અે હવે સમજી લેવાની જરૂર છે કે, અા બીજીવાર કેન્દ્રમાંંથી વાગતી ગાજ ટળી ગઈ છે. અાગામી દિવસોમાં સૌથી મોટો પડકાર હોય તો સ્ટેચ્યુ અોફ યુનિટીનો કાર્યક્રમ છે.

મોદીની નારાજગી દૂર કરવાનો અેક માત્ર કાર્યક્રમ 31મીઅે છે. જે માટે રૂપાણી સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. સૌથી મોટી મુશ્કેલી અે છે કે, અે જ દિવસે PAASએ સમાંતર કાર્યક્રમ ગોઠવ્યો છે. અામ અા કાર્યક્રમમાં પણ રૂપાણી સરકારની કસોટી થવાની છે. મુખ્યપ્રધાન ખુદ વતન રાજકોટમાં વડાપ્રધાનની સભામાં લોકોને ભેગા કરી શક્યા ન હતા. ગુજરાતમાં મોદીનો કરિશ્માં હવે અોસર્યો છે કે શું. લોકસભાની ચૂંટણીમાં મોદી અે ભાજપનો ચહેરો છે. મોદીના સહારે જ દેશમાં ભાજપ ચૂંટણી લડી રહ્યું છે.

મોદી અે ભાજપ માટે કરિશ્માઇ નેતા ગણાય છે. જેમને સાંભળવા માટે હજારો લોકો અેમ જ અેકઠા થાય છે. અંતરિયાળ વિસ્તારમાંથી પણ લોકો દોડીદોડીને અાવે છે. મોદીની લોકપ્રિયતા ગુજરાતમાં હવે અોછી થઈ રહી હોવાનું રાજકોટની સભાઅે સાબિત કર્યું છે.

 • મોદીની લોકપ્રિયતા ગુજરાતમાં હવે અોછી થઈ રહી હોવાનું રાજકોટની સભાઅે સાબિત કર્યું
 • મોદી ગુજરાતમાંથી દિલ્હી ગયા બાદ રૂપાણી સરકાર જવાબદારી નિભાવી શકી નથી
 • મુખ્યમંત્રીના ગઢમાં મોદી માટે ભીડ અેકઠી કરવાનાં સરકારને પડ્યાં છે ફાંફા
 • સંગઠન અને સરકારમાં સંકલનનો સ્પષ્ટ અભાવને પગલે સર્જાઈ રહી છે પરિસ્થિતિ

ગુજરાતમાં અાનંદીબેને રાજધર્મ નિભાવીને પાટીદાર અાંદોલનની નિષ્ફળતાને પગલે મુખ્યમંત્રી તરીકે રાજીનામું અાપી દીધું હતુ અને પોતાની મહત્તા સાબિત કરી છે. પ્રાંતવાદમા રૂપાણી સરકારને રાજધર્મ નિભાવવા માટે કોંગ્રેસે ઘણા સવાલો કર્યા છે. અામ છતાં ગુજરાત ભાજપમાંથી કોઈ મગનું નામ મરી પાડતું નથી. ગુજરાતમાં કોઈ પણ ઘટનામાં દોષનો ટોપલો કોંગ્રેસ પર નાખવાની રૂપાણી સરકારની તાસિર બની ગઈ છે. કોઈ પણ ઘટનામાં ભાજપ ભરાય તુરંત જ કોંગ્રેસને જવાબદાર ગણી કોસવાનું કામ હવે રૂપાણી સરકાર નિભાવી રહી છે.

સરકાર પોતાની જવાબદારી કે નિષ્ફળતા સ્વીકારવાનું શીખી નથી

પાટીદાર આંદોલન હોય કે ઉનામાં દલિતોની બરહેમ પીટાઈનો મામલો હોય, મગફળી કૌભાંડ હોય કે મહિલાઓ, બાળકીઓ પર અત્યાચારની વધી રહેલી ઘટનાઓ હોય, રૂપાણી સરકાર હરહંમેશ જવાબ આપવાની સ્થિતિમાં જ્યારે પણ મૂકાય છે ત્યારે સીધો જવાબ આપવાને બદલે, પોતાની નબળાઈ સ્વિકારવાને બદલે તરત જ કોંગ્રેસ પર આક્ષેપો કરીને દોષનો ટોપલો ઢોળી દેવામાં ઉત્સાહી સાબિત થઈ છે. બેરોજગારીનો મામલો હોય કે ખેડૂતોનાં પાકવીમો અેક પણ પ્રશ્ન ઉકેલવામાં સરકાર સફળ રહી નથી. કોંગ્રેસ પાસે સરકાર સામે હુમલા કરવા માટે લાંબુ લિસ્ટ છે. જે કદાચ કોંગ્રેસને  ભાવતું હતું અને વૈધે કહ્યું તેમ ભાજપે જ હાથમાં અાપી દીધું હોય તે લાગે છે. હાલ પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા સમગ્ર દેશમાં અને દુનિયાભરમાં ગુજરાતીઓનું માથું શરમથી ઝુકાવી રહ્યા છે ત્યારે પણ કોંગ્રેસના નામે સમગ્ર દોષનો ટોપલો ઢોળાય છે. જ્યારે જો સરકાર જાહેરમાં બોલતી હોય અને ખબર હોય કે આ તમામ હુમલાઓ અને ષડયંત્ર પાછળ કોણ છે તો પછી શા માટે તેમના પર નક્કર કાર્યવાહી નથી થતી?

 • શક્તિશાળી પોલીસતંત્ર, વહીવટીતંત્ર, જાસુસીતંત્ર સરકાર પાસે છે અને છતાં ય કોંગ્રેસ તમારી સરકારની આંખમાં ધૂળ નાંખીને આવડાં મોટાં કાવતરાં કરી શકે છે તો એ પોલીસતંત્ર, વહીવટતંત્ર, જાસુસીતંત્ર શું ઘોળીને પીવા માટે છે?
 • સામાન્ય પ્રજા પણ સારી રીતે જાણે છે કે પ્રાંતવાદમાં કોનો હાથ છે. 6 કરોડ જનતા અાંખો બંધ કરીને બેઠી નથી
 • સરકાર પાસે પાવર છે જેનો ઉપયોગ ક્યારે અને કોનો કરવો અે રૂપાણી સારી રીતે સમજી શક્યા નથી અથવા તેમને ગેરમાર્ગે દોરાઈ રહ્યાં છે. 
 • ગુજરાતમાં ભાજપને મજબૂત સમર્થનનો મતલબ અે નથી કે કોંગ્રેસને દોષી ગણાવી સરકાર સાફ બહાર નીકળી જશે

તો શું કોંગ્રેસ ચૂંટણી ન જીતી શકે? 

કોંગ્રેસ પાસે આટલું અસરકારક તંત્ર, સંગઠન, નાણાંકિય સદ્ધરતા કે  દરેક અવ્યવસ્થા , દરેક આંદોલન અને દરેક દુર્ઘટના માટે વિપક્ષને જ દોષ અપાય છે. સમગ્ર રાજ્યમાં જો કોંગ્રેસ આટલા ઉગ્ર આંદોલનો કરાવી શકે તો ચૂંટણી ન જીતી શકે?  22-22 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે. આટલું શક્તિશાળી પોલીસતંત્ર, વહીવટીતંત્ર, જાસુસીતંત્ર સરકાર પાસે છે અને છતાં ય કોંગ્રેસ તમારી સરકારની આંખમાં ધૂળ નાંખીને સરકારને ઉથલાવવાની કોશિશો કરી શકે છે તો એ પોલીસતંત્ર, વહીવટતંત્ર, જાસુસીતંત્ર ક્યારે કામ લાગશે? ગુજરાતમાં ભાજપને મજબૂત સમર્થનનો મતલબ અે નથી કે કોંગ્રેસને દોષી ગણાવી સરકાર સાફ બહાર નીકળી જશે. સામાન્ય પ્રજા પણ સારી રીતે જાણે છે કે પ્રાંતવાદમાં કોનો હાથ છે. 6 કરોડ જનતા અાંખો બંધ કરીને બેઠી નથી. રૂપાણી સરકાર પ્રાંતવાદ રોકવામાં નિષ્ફળ નિવડી છે અે સમજ દાખવવાની સરકારને જરૂર છે. સરકાર પાસે પાવર છે. જેનો ઉપયોગ ક્યારે અને કેમ કરવો તે હવે જોવાનું રહ્યું છે.

 • હાલમાં મુખ્યમંત્રી પોતાને સેફ સમજતા નથી. નાયબ મુખ્યમંત્રીને પણ સતત ખુરશી જવાનો ડર લાગે છે
 • ગુજરાત ભાજપમાં અેટલી સખળ- ડખળ વધી શકે છે કે આંતરિક ગ્રુપીસમ હજુ વધી શકે છે.
 • બ્યૂરોક્રસી સીધું PMOને રિપોર્ટિંગ કરતી હોવાથી ગુજરાતમાં સરકાર અને સંગઠનની સ્થિતિ ડામાડોળ છે
 • ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થઈ છે. તેનું મુખ્ય કારણ શું ભાજપ પોતે છે?

ભાજપમાં શું અંદરો અંદર જ છે ટાંટિયા ખેંચ ચાલી રહી છે?

ગુજરાતમાં ભાજપના મજબૂત કિલ્લામાં હવે ભાગલા પડી રહ્યાં છે તેવી ચર્ચાએ ખાસ્સા સમયથી જોર પકડ્યું છે. 1996માં કોંગ્રેસને દોષ અાપવો અે બરાબર છે. હવે 22 વર્ષના શાસન બાદ પણ સરકાર દરેક નિષ્ફળતા પાછળ કોંગ્રેસને દોષ અાપવાનું ચૂકતી નથી. પ્રાંતવાદમાં ગુજરાતની છાપ વૈશ્વિક સ્તરે ખરડાઈ  છે. રાજકારણ રમવાના મોકા તો અનેક મળશે પણ રૂપાણી સરકારે મજબૂત દાવેદારી નોંધાવવી હશે તો મજબૂત નિર્ણયો લેવા પડશે તેવું લોકો માની રહ્યાં છે. હાલમાં મુખ્યમંત્રી પોતાને સેફ સમજતા નથી. નાયબ મુખ્યમંત્રીને પણ સતત ખુરશી જવાનો ડર લાગે છે. ગુજરાત ભાજપમાં અેટલી સખળ- ડખળ વધી શકે છે કે ભાજપમાં અંદરો અંદર ગ્રુપીસમ વધી ન જાય. બ્યૂરોક્રસી સીધું PMOને રિપોર્ટિંગ કરતી હોવાથી ગુજરાતમાં સરકાર અને સંગઠનની સ્થિતિ ડામાડોળ છે.

જેમ ભાજપ કોંગ્રેસના નબળા પ્રદર્શનને કારણે ગુજરાતમાં અને દેશમાં મજબૂત બની તેમ હવે ઇતિહાસ ફરી દોહરાઈ રહ્યો તેવું લાગે છે. ભાજપના આ આંતરિક ડખામાં ક્યાંક કોંગ્રેસ વધુ મજબૂત બનતી જતી દેખાઈ રહી છે તેવું ચર્ચાઈ રહ્યું છે. જો કે આ એકબીજાની લડાઈમાંસામાન્ય પ્રજાના પ્રશ્નોની બાદબાકી થઈ રહી છે. લોકસભાની ચૂંટણી હવે નજીક અાવી ગઈ છે. ગુજરાતમાં સરવે રિપોર્ટમાં ભાજપની સ્થિતિ ભલે મજબૂત દેખાઈ રહી હોય પણ ભાજપને પણ અા વર્ષે પ્રથમ વાર ડર લાગી રહ્યો છે. જેમાં સરકારની કામગીરી જવાબદાર છે. 22 વર્ષના શાસનમાં પણ સરકાર અેક ગુજરાતીઅો ઇચ્છે તેવું સ્ટેટ બનાવવામાં ભાજપ નિષ્ફળ નીવડી છે. અેટલા માટે લોકસભામાં મોદી અને અમિતશાહને દોડાદોડી કરવી પડી રહી છે. અા કોંગ્રેસનું વર્ચસ્વ નહીં પણ ભાજપ સરકારની નિષ્ફળતા છે.

Related posts

વન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન

Mayur

જો બહારની એજેન્સી નાર્કોટીક્સ પકડશે તો ગુજરાતના અધિકારી સામે કાર્યવાહી

Mayur

પંચમહાલની MGVCLની ટીમે સપાટો બોલાવ્યો : વીજચોરો ફફડી ઉઠ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!