GSTV

દિલ્હી ખેડૂત આંદોલનના સમર્થનમાં આવ્યું ગુજરાત કોંગ્રેસ, 4 ડિસેમ્બરે જિલ્લા સ્તરે કરશે પ્રદર્શનો

દેશભરના ખેડૂતોએ દિલ્હીમાં કરેલા પ્રદર્શનને ગુજરાત કોંગ્રેસનું સમર્થન મળી રહ્યું છે. ખેડૂતોના સમર્થનમાં 4 ડિસેમ્બરે જિલ્લા સ્તરે પ્રદર્શનો યોજાશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા તમામ જિલ્લા મથકોએ ધરણાનું આયોજન કર્યું છે. પંજાબ હરિયાણાના ખેડૂતો નવા 3 કૃષિ બીલના વિરોધમાં રોડ ઉપર ઉતરી આવ્યા છે. દિલ્હીથી લઈને હરિયાણા અને પંજાબ સુધી ખેડૂતોનું આંદોલન ફેલાઈ ચૂક્યું છે. હવે ખેડૂતોના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ પણ સરકારનો વિરોધ નોંધાવશે.

ચંદિગઢ યુથ કોંગ્રેસ પણ હરિયાણા સીએમ વિરુદ્ધ કર્યું હલ્લાબોલ

દિલ્હીમાં ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા ચંડીગઢ યુથ કોંગ્રેસએ પણ પ્રદર્શન કર્યું હતું. ચંડિગઢમાં યૂથ કોંગ્રેસ અન એનએસયુઆઈએ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટર વિરુદ્ધ હલ્લાબોલ કર્યું હતું. યુથ કોંગ્રેસની માગ હતી કે હરિયાણા સીએમે ખેડૂતોની માફી માંગવી જોઈએ. જે રીતે હરિયાણામાં ખેડૂતો પર બળ પ્રયોગ કરાઈ રહ્યો છે તે ખોટો છે.

સરકાર સાથેની ત્રીજી વાટાઘાટ પણ રહી નિષ્ફળ

સરકારના કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોએ દિલ્હીની બોર્ડરો પર ધામા નાંખ્યા હોવાથી લાખો દિલ્હીવાસીઓની મુશ્કેલી વધી ચુકી છે. સપ્ટેમ્બરમહિનાથી ખેડૂતો આ કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા હતા. હવે પંજાબથી દિલ્હી સુધી પહોંચ્યા છે. ગઈકાલે સરકાર સાથે વાટાઘાટોની બેઠક થઈ પરંતુ તેમાં કોઈ પરિણામ આવ્યું નથી. સરકારને પણ આનો અંદાજો હતો. ગઈકાલે જ ખેડૂતો અને કૃષિમંત્રીની બેઠક બાદ ફરીથી 3 ડિસેમ્બરે ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે ચર્ચા વિચારણા થશે. જો આ બેઠક નિષ્ફળ રહી તો દિલ્હીવાસીઓની મુશ્કેલીઓ વધી જશે.

વાટાઘાટો નિષ્ફળ રહી તો ખેડૂતો પોતાનો સપ્લાય કરી દેશે બંધ

હવે તેમની મુશ્કેલીમાં વધારો થાય તેવા એંધાણ વરતાઈ રહ્યા છે.ખેડૂત આંદોલનના સમર્થનમાં હરિયાણાની ખાપ પંચાયતોએ કહ્યુ છે કે, જો 3 ડિસેમ્બરે થનારી વાટાઘાટોમાં કોઈ સમાધાન નહીં થાય તો દિલ્હીમાં દુધ, ફળ અને શાકભાજીની સપ્લાય જ બંધ કરી દેશે.

ખાપ પંચાયતોએ પણ દિલ્હી તરફ કૂચ કરવાનુ આહવાન આપ્યું

ખાપ પંચાયતોએ પણ દિલ્હી તરફ કૂચ કરવાનુ આહવાન આપ્યુ છે.ખેડૂત નેતાઓ ઘરે ઘરે જઈને લોકોને દિલ્હી જવા માટે અપીલ કરી રહ્યા છે.બીજી તરફ નોએડા અને દિલ્હી જવાના રસ્તાઓ પર ખેડૂતોએ કરેલા પ્રદર્શનના પગલે નોએડા-ગ્રેટર નોએડા એક્સપ્રેસ વે જામ કરી દેવામાં આવ્યો છે.જેના પગલે મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવી પડી છે.

ખેડૂતો પ્રદર્શન કરવા માટે દિલ્હી બોર્ડર પર પહોંચી ચુક્યા

ખેડૂતો પહેલેથી જ દિલ્હીની બોર્ડર પર અડિંગો જમાવીને બેઠા છે.તેમના માટે ભોજનનો સપ્લાય પણ કરવામાં આવી રહ્યો છે.જેથી આંદોલનને લાંબુ ચલાવી શકાય.પંજાબના સંખ્યાબંધ ગામડાઓ ખાલી થઈ ગયા છે.કારણકે ખેડૂતો પ્રદર્શન કરવા માટે દિલ્હી બોર્ડર પર પહોંચી ચુક્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત

Pravin Makwana

અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!