GSTV

વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં નિષ્ફળ ગઈ ભાજપ સરકાર: શિક્ષકોવિનાની શાળા, શાળા વિનાનું ગામ અને પાઠ્યપુસ્તકો વિના વિદ્યાર્થીઓ

Last Updated on July 31, 2021 by Pravin Makwana

રાજ્યમાં સરકારી – ગ્રાન્ટ ઈન એઈડ શાળાના ધો. ૧ થી ૮ અને ધો. ૯ થી ૧૨ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ગુજરાતની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

ધોરણ ૧ થી ૮ અને ધોરણ ૯ થી ૧૨ – પાઠ્ય પુસ્તકો સરકારી – ગ્રાન્ટેડ વિનામૂલ્યે આપવાની યોજના. પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા જે કાગળ મંગાવવામાં આવે છે તેમાં મોટી ગેરરીતિ આચરવામાં આવે છે. પાઠ્ય પુસ્તક મંડળનો માત્ર કાગળ ખરીદી, પ્રિન્ટીંગના ઓર્ડર ટ્રાન્સપોર્ટ કોટ્રાક્ટર માં જ વધુ પડતો રસ દાખવી રહ્યા છે.

છેલ્લા દશ વર્ષમાં પાઠ્યપુસ્તકો બારોબાર સગેવગે કરવાના, પસ્તીમાં વેચી દેવાના, અને ચાર થી છ મહિના સુધી પુસ્તકો બાળકો સુધી પહોંચાડવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ પણ ગુજરાત કોંગ્રેસ તરફથી લગાવાયો છે.

ભાજપ સરકારની ભ્રષ્ટ નિતિ રીતિના કારણે ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ પારાવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. પાઠ્યપુસ્તકો સમયસર ન મળવાના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર અસર થશે તેવી પણ ચિંતા વ્યક્ત કરાઈ છે. શિક્ષકોવિનાની શાળા, શાળા વિનાનુ ગામ અને પાઠ્યપુસ્તકો વિના વિદ્યાર્થીઓ, ભાજપા સરકારની નિતિ શું આ રીતે ભણશે ગુજરાત ? શુ આ રીતે આગળ વધશે ગુજરાત ?

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!