ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાવંશે યુનિવર્સિટીઓને જમીન ફાળવણીમાં સરકારના નીતિ નિયમો નેવે મુકાયા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, પારુલ યુનિવર્સિટી અને રાજકોટમાં આર.કે. યુનિવર્સિટીમાં નિયમ વિરૂદ્ધ એગ્રીકલ્ચર કોર્સ શરૂ કરી દેવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી ત્યારે સમગ્ર બાબતનો ખ્યાલ આવ્યો છે.
કોંગ્રેસના આરોપ

આ ફાઇલમાં કેબિનેટ મંત્રી આર સી ફળદુએ નોંધ લખી હતી. મંત્રી એ રેકોર્ડ પર ફાઈલમાં નોટ લખી છે કે આ મંજુરી ગેરકાયદેસર છે તેને મંજુરી આપી ન શકાય. રાજય સરકારની પુર્વ મજૂરી લીધાં વગર કોર્સ શરૂ ન કરવા અગાઉ કહેવા છતાંય યુનિ એ વગર મંજૂરી કોર્સ શરૂ કરેલ છે તેવી નોટ આર સી ફળદુ એ લખી છે. આમ છતાંય આ ફાઇલ CMO માં ગઇ અને સરકારનાં માનીતા અધિકારીઓએ આ ફાઇલ પાસ કરાવી દીધી.
આ સમગ્ર મામલે કૃષિ વિભાગે સમિતિની રચના કરી હતી અને બંને યુનિવર્સિટીને એગ્રીકલ્ચરના કોર્સમાં માટે મંજૂરી આપવી કે નહી તેના પર મંથન થયું પરંતુ મંત્રી અને સમિતિનાં અભિપ્રાયો અલગ અલગ હતાં. રાજય સરકારની પુર્વ મંજૂરી લીધાં વગર કોર્સ શરૂ ન કરવા અગાઉ કહેવા છતાંય યુનિવર્સિટીએ કોર્સ શરૂ કર્યાની પણ કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ નોધ લખી છે તેમ પૂંજાવંશે કહ્યુ હતું.
સરકાર પોતે ભ્રષ્ટાચાર આચરે છે

વંશે ગૃહમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજય સરકાર ભ્રષ્ટાચારની વાતો કરે છે પરંતુ સરકાર પોતે ભ્રષ્ટાચાર આચરે છે. રાજકોટમાં આર કે કોલેજ ને જમીન ફાળવણી કરવામાં આવી હતી તે જમીન સરકારના નીતિ નિયમો વિરુદ્ધ છે. આ યુનિવર્સિટી માટે સીએમઓ ઓફિસ માંથી કામગીરી કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રીઓ પણ બંધારણના નિયમોને બાજુમાં રાખીને ફાઈલો પાસ કરી રહ્યા છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ના હિતની કોઈ વાત હતી નહિ.
Read Also
- AAP રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ અગ્રેસરઃ ચૂંટણી પંચે ગોવામાં ‘પાર્ટી’નો દરજ્જો આપ્યો
- આમ આદમી પાર્ટી ‘રેવડી કલ્ચર’ના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી, ભાજપે ખેલ્યો છે આ દાવ
- ચીનના સૈન્ય અભ્યાસ પછી તાઈવાને પણ શરૂ કરી લાઈવ ફાયર આર્ટલરી ડ્રિલ, મોટી સંખ્યામાં જવાનો લેશે ભાગ
- એવું તે શું થયું, શા માટે નીતીશ કુમારે ફાડ્યો ભાજપ સાથે છેડો? જાણો અહીં
- ફરી વિવાદમાં સ્મીમેર હોસ્પિટલ: પરિસરમાંથી મળી આવી દારૂની ખાલી બોટલો, AAPના કોર્પોરેટરોએ ભાજપ શાસકો સામે ઉઠાવ્યા સવાલો