GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

પુરુષે એક પણ વખત નહોતો કર્યો સંભોગ, લગ્ન પછી જાતીય જીવન પર થઈ આવી અસર

હું ૪૦ વર્ષનો અપરિણીત પુરુષ છું. મેં હજી સુધી સંભોગ કર્યો નથી. મેં ૧૩મા વર્ષે હસ્તમૈથુન શરૂ કર્યું હતું અને ૩૨માં વર્ષ સુધી ચાલુ રાખ્યું હતું. જોકે છેલ્લા કેટલાક સમયથી મારાં વૃષણ કદ ઘટી ગયું છે. શું કોઈ ઉણપ કે ખામી અથવા બીમારીને કારણે આમ થતું હશે? આને પરિણામે લગ્ન પછી મારા જાતીય જીવન પર કોઈ અસર થશે ખરી? – એક પુરુષ (રાજકોટ)

ઉત્તર: જો તમે પરાકાષ્ઠાની હદ સુધી હસ્તમૈથુન કરી શકતા હો અને પૂરતા પ્રમાણમાં વીર્ય આવતું હોય તો તમારા શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સંતુલન એકંદરે નોર્મલ છે. ઉપરાંત તમારા લગ્નજીવનમાં પણ કશી સમસ્યા નહીં સરજાય. જોકે તમને હજી પણ શંકા રહે તો કોઈક મૂત્રરોગના નિષ્ણાતની સલાહ લેજો.

પ્રશ્ન: હું ૪૮ વર્ષનો પરિણીત પુરુષ છું. નવેમ્બર, ૨૦૦૭માં મેં એચઆઈવી ટેસ્ટ કરાવી અને તેનું પરિણામ નેગેટિવ હતું. ત્યાર બાદ મેં એક વેશ્યા સાથે સંભોગ કર્યો હતો અને માર્ચ, ૨૦૦૮માં વેસ્ટર્ન બ્લૉટ પધ્ધતિથી ફરીથી એચઆઈવી ટેસ્ટ કરાવી હતી. તેનું પરિણામ ફરીથી નેગેટિવ આવ્યું હતું.

મારી પત્ની તથા બાળકોની તબિયત ખૂબ સારી હોવા છતાં હું હતાશ થઈ ગયો છું અને છેલ્લા છ મહિનાથી કોઈ પણ વ્યક્તિ સાથે મેં સંભોગ કર્યો નથી. મારે બીજી એચઆઈવી ટેસ્ટ કરાવવી જરૂરી છે? હું માનું છું કે જો બાળકો જન્મથી એચઆઈવી પોઝિટિવ હોય તો તેઓ માત્ર છ વર્ષ સુધી જીવી શકે. શું આ વાત સાચી છે? મારી પત્ની અને મારાં બાળકોને એચઆઈવી લાગુ પડવાની શક્યતા છે ખરી? એચઆઈવી સાથે ક્યાં લક્ષણો  સંકળાયેલાં છે? – એક પુરુષ (સૂરત)

ઉત્તર: ના, તમારે બીજી એચઆઈવી ટેસ્ટ કરાવવાની કશી જરૂર નથી. બીજું, એચઆઈવીગ્રસ્ત બાળકો છ વર્ષ સુધી જીવશે કે નહીં તેનો આધાર આ સમસ્યા જન્મગત છે કે મેળવેલી છે તેના પર છે. તમારી પત્ની તથા બાળકોને એચઆઈવી લાગુ પડવાની કોઈ શક્યતા નથી. ત્રીજું, એચઆઈવી સાથે સંકળાયેલા લક્ષણોમાં વજન ઉતરી જવું, સમજાય નહીં તેવો મરડો વારંવાર ચેપ લાગવો વગેરેનો સમાવેશ થાય છે.

પ્રશ્ન: મારાં ટૂંક સમયમાં લગ્ન થવાનાં છે. મારે એ જાણવું છે કે સમાગમ કરતાં પહેલાં અને પછી કઈ પ્રકારની સ્વચ્છતા જાળવવી જોઈએ જેથી અમારો પ્રેમ ટકી રહે? એક  યુવતી, (મુંબઈ)

ઉત્તર: આ વસ્તુ પતિ અને પત્ની બન્નેને લાગુ પડે છે એટલે મારું લક્ષ્ય હું બન્ને વ્યક્તિ પર રાખીશ. જો એક વ્યક્તિના મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો ઘણી વાર તેના પાર્ટનર માટે ચુંબન કરવું અસહ્ય બની જાય છે. એટલે સંવનનની ક્રિયા શરૂ કરતાં પહેલાં મોઢું બરાબર સાફ કરી લેવું. ભોજનમાં જો કાંદા, લસણ કે હિંગ જેવો ઉગ્ર વાસ ધરાવતો પદાર્થ લીધો હોય તો બ્રશ બરાબર કરવું. ઘણી વાર શરાબ અને સિગારેટ દુર્ગંધમાં વધારો કરી શકે છે.

ઘણી વખત શરીરના પરસેવામાંથી બહુ બદબૂ આવતી હોય છે અને કદાચ એ તમારા પાર્ટનરનો સેકસ્યુઅલ મૂડ બગાડી શકે છે. એટલે સંભોગ કરતાં પહેલાં હૂંફાળા પાણી અને ડીઓડરન્ટ સાબુ વડે સ્નાન કરી લેવું. જેથી શરીરમાં ફ્રેસનેશ વધી જાય અને દુર્ગંધ દૂર થાય. અંદરનાં કપડાં હંમેશા કોટનનાં જ પહેરવાં જેથી પરસેવાનું શોષણ બરાબર થાય અને પરિણામે ફંગલ ઇન્ફેકશન ન થાય.

સમાગમ થઈ ગયા પછી પુરુષ અને સ્ત્રી બન્નેએ બને તો પેશાબ કરી લેવો, જેથી નીચેથી ઉપર જતા જંતુઓનો આપમેળે નિકાલ થઈ જાય. ઇન્દ્રિયની આસપાસના વાળ કાપવા અનિવાર્ય છે, કેમ કે એનાથી પરસેવો જમા નહીં થાય અને પરિણામે ફંગલ ઇન્ફેકશન થવાની શક્યતા નહીં રહે.

પ્રશ્ન: મારી ઉંમર ૨૭ વર્ષની છે. મારાં લગ્નને સાત વર્ષ થયાં છે. મારી સમસ્યા એ છે કે મને સંભોગ કરવાનું બહુ મન થાય છે, પણ સંભોગ કરવા જાઉં છું ત્યારે તરત જ સ્ખલન થઈ જાય છે. આ માટે આયુર્વેદની કોઈ દવા બતાવવા વિનંતી? બીજું, મારી વાઈફને સેક્સમાં જરાય રસ નથી. તેની ડિલિવરી વખતે ગર્ભાશયની થેલી કાઢી નાખી છે. હું સંભોગ વખતે વીર્યનું યોનિમાર્ગમાં જ સ્ખલન કરું તો કોઈ બીમારી કે નુકસાન થવાની સંભાવના ખરી? – એક પતિ (મુંબઈ)

ઉત્તર: તમારી પત્નીનું ગર્ભાશય (ગર્ભ રહેવાની થેલી) કાઢી નાખ્યું હોય તો તમારે નિરોધ કે બીજી કોઈ ગર્ભનિરોધક વસ્તુ વાપરવાની જરૂર નથી. તમે સુખેથી સમાગમ કરીને વીર્ય યોનિમાર્ગમાં કાઢી શકો છે. એનાથી તમને કે તમારી પત્નીને કોઈ નુકસાન થવાની શક્યતા નથી.

તમે શીઘ્રસ્ખલન માટે આયુર્વેદની દવા માટે લખ્યું છે, પણ આયુર્વેદમાં શીઘ્રસ્ખલન દૂર કરવા જે પણ દવાઓ વપરાય છે એમાં મહંદશે થોડા ઘણા પ્રમાણમાં અફીણ હોય છે, જે લાંબા ગાળે શરીરેન નુકસાન કરી શકે છે અને ભવિષ્યમાં એની આદત પડી જાય છે. એટલે પેરોક્સિટિન કે એવીબીજી ૨૦ મિલીગ્રામની ગોળી સમાગમના ચારથી છ કલાક પહેલાં લેવાથી વ્યક્તિનું શીઘ્રસ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ જાય છે.

Read Also

Related posts

બળાત્કારનો આરોપી પીડિતા સાથે લગ્ન કરી લે તો શું બચી જાય, ભારતમાં આવી છે કાયદાની સ્થિતિ

Dilip Patel

પ્રેગનેન્સીમાં રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, નહીં તો ડિલીવરી સમયે થશે તકલીફ

Bansari

આ રોગોમાં સૌથી અસરકારક છે આદુ : ચપટીમાં જ કરી દે છે દૂર

GSTV Web News Desk
Do NOT follow this link or you will be banned from the site!