GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં કંપની બંધ કરવી હશે તો સરકારની લેવી પડશે પરમીશન, સરકારે બદલી દીધા નિયમો

Last Updated on September 23, 2020 by pratik shah

ગુજરાત ઔદ્યોગિક તકરાર સુધારા વિધેયક આજે ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર કરી દેવામાં આવતા કંપનીના માલિકોએ 300થી ઓછા કર્મચારીઓને છૂટા કરીને કંપની બંધ કરવી હશે તો તેવા સંજોગોમાં તેમણે સરકારના કોઈપણ વિભાગ પાસેથી આગોતરી મંજૂરી લેવી પડશે નહિ. માત્ર 300થી વધુ કારીગરોને છૂટા કરવા હશે તો જ તેવા સંજોગોમાં તેમણે સરકારના સંબંધિત વિભાગની આગોતરી મંજૂરી લેવી પડશે. અત્યારે 100થી વધુ કારીગરોને છૂટા કરતા પહેલા સરકારના જે તે વિભાગની મંજૂરી લેવાની જોગવાઈ કરવામાં આવેલી છે. આ મર્યાદા વધારીને 300 કામદારોની કરવામાં આવી છે.

સરકારના સંબંધિત વિભાગની આગોતરી મંજૂરી લેવી પડશે

કામદારોને છૂટા કરતી વેળાએ 15 દિવસના સરેરાશ પગારની વ્યવસ્થામાં ફેરફાર કરીને છેલ્લા ત્રણ મહિનાના સરેરાશ પગાર જેટલું વળતર છટણી વળતર તરીકે આપવાની જોગવાઈ આ વિધેયકને માધ્યમથી કરવામાં આવી છે. આ સાથે જ છટણીના કિસ્સામાં કામદારોને ફરજિયાત છ માસની નોટિસ આપવાની ફરજ પાડતી જોગવાઈ કાયદાના માધ્યમથી દાખલ કરવામાં આવી હોવાનું શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું.

શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું

તેમણે કહ્યું હતું કે માત્ર નોટિસના સમયગાળાનો પગાર આપીને કામદારોને છૂટા કરી શકાશે નહિ. કામદારને છૂટા કરતી વખતે કામદારે 20 વર્ષ નોકરી કરી હોય તો 20 વર્ષના દરેક વર્ષદીઠ 15 દિવસ ગણીને કર્મચારીને દસ મહિનાનો પગાર આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે.

પરંતુ હવે નવી જોગવઆઈ કરીને છેલ્લા ત્રણ મહિનાના સરેરાશ પગાર જટલી રકમ ગ્રેચ્યુઈટી તરીકે ચૂકવવાની જોગવાઈ દાખલ કરી છે. તેથી કામદારોને છટણી સમયે વધારાના રૂા. 300થી વધારે કામદારને છૂટા કરવામાં આવશે ત્યારે કામદારોને વધારાના 3 મહિનાનું વળતર મળશે. નવા સુધારેલા કાયદા હેઠળ કામદારને છૂટા કરતાં પહેલા ત્રણ માસની નોટિસ ફરજિયાત આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નિષ્ણાંતોના મતે / હર્ડ ઈમ્યુનિટી દ્વારા કોઈ પણ દેશને મહામારીમાંથી ના બચાવી શકાય, વાયરસ સામે માત્ર એક જ હથિયાર

Dhruv Brahmbhatt

આવતી કાલથી અમદાવાદમાં શરૂ થશે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન, ગાડીમાં બેઠા બેઠા જ મળી જશે કોરોના વેક્સિન

Dhruv Brahmbhatt

સંક્રમણના મુદ્દે સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોંગદનામું, હાલની પરિસ્થિતિ મુદ્દે જણાવી મહત્વની બાબતો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!