GSTV
Home » News » સામાન્ય પ્રજા ખંખેરાઈ, સરકારી બસોની હડતાળને કારણે ખાનગી બસોએ વસુલ્યું ડબલ ભાડુ

સામાન્ય પ્રજા ખંખેરાઈ, સરકારી બસોની હડતાળને કારણે ખાનગી બસોએ વસુલ્યું ડબલ ભાડુ

સાતમાં પગાર પંચના અમલ સહિતની વિવિધ પડતર માંગણીઓના મામલે એસટી નિગમના ત્રણેય માન્ય યુનિયનો દ્વારા છેલ્લા બે દિવસથી ધરણા-પ્રદર્શનો યોજાઈ રહ્યા હતાં. છતાંય સરકારે તેમની માગણીઓનો સ્વિકારવાનો ઈનકાર કર્યો છે. તેથી ર૦ ફેબ્રુઆરી એટલે કે બુધવારથી એસટીના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે. જેનાથી એસટી બસોનું સંચાલન ખોરવાઈ ગયું છે અને હજારો મુસાફરો સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ હડતાળ અંગે રાજ્યનાં સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, ‘સાતમુ પગાર પંચ તેમની માંગણી છે, સરકારનો નિયમ છે કે જે નિગમ નફો કરતાં હોય તે ચોક્કસ સાતમું પગાર પંચ આપે. મારી વિનંતી છે કે આ રીતે ન કરે. સાથે બેસીને યોગ્ય સમયે આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. આ હડતાળ અંગે સરકાર વિચારણા કરશે.

મોડી રાત સુધી કર્મચારી યુનિયનો અને નિગમના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે વાટાઘાટો ચાલી હતી જે સફળ રહી નહોતી. આ અંગે યુનિયનોના જણાવ્યા મુજબ રાજ્યભરની 7000 જેટલી બસોના પૈડા થંભી ગયા છે. રૂટ પરની બસોને નજીકના ડેપોમાં મૂકી દેવામાં આવી છે. આ અંગે નિગમના અધિકારીઓ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ કર્મચારી યુનિયનોને સમજાવવાના પ્રયાસો ચાલુ છે. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોવાથી તા.26 ફેબુ્રઆરી સુધી ધીરજ રાખવાનું કહેવામાં આવ્યું છે.

મુસાફરો લૂંટાયા

એસટી બસના કર્મચારીઓની હડતાળથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને ટ્રાવેલર્સ, ખાનગી બસ ચાલકો અને બસ એજન્ટો એ મનફાવે તેટલા ભાડાં વસૂલ્યા હતા. સામાન્ય રીતે એસટીમાં અમદાવાદથી ભાવનગરનું ભાડું રૂ.150 છે અને સામાન્ય દિવસોમાં ખાનગી બસ ચાલકો રૂ.175થી 180 ભાડું વસૂલે છે. જ્યારે આજે એસટીની હડતાળનો લાભ લઇ ખાનગી બસ ચાલકોએ ઉઘાડી લૂંટ કરી અમદાવાદથી ભાવનગરનું રૂ.300 સુધી ભાડું વસૂલ્યું હતું.

હડતાળનું કારણઃ

વારંવાર રજુઆતો, ધરણા-પ્રદર્શન, હડતાળ છતાંય ખોટા આશ્વાસનો જ અપાઈ રહ્યા હોવાની લાગણી અનુભવતા યુનિયનોએ માસ સીએલનું એલાન કરવામાં આવ્યુ છે.

વિધાનસભામાં ઉઠાવાયો આ મુદ્દો

વિધાનસભામાં ઉઠ્યોવિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ધારાસભ્ય વીરજી ઠુમ્મરે ગૃહમાં એસટીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે એસટી તંત્ર ખરાબ સ્થિતિમાં છે. જેથી કર્મચારીઓની બદલી અંગનો પરિપત્ર 2077 અને વર્ગ 3-4ના કર્મચારીની બદલીના આદેશ રદ કરવા તેમજ ગ્રેજ્યુઈટીની મર્યાદા 20 લાખ કરવા સહિતની માંગ કરી હતી.

READ ALSO

Related posts

જે હાઈવે પર હૈવાનિયત આચરી હતી ત્યાંજ ગુનેગારોને મળી મોતની સજા, જુઓ તસવીરો

Mayur

સિંઘમ : હૈદરાબાદના આ પોલીસ કમિશ્નરને એન્કાઊન્ટર-મેન તરીકે ઓળખવામાં આવે છે, જાણો કોણ છે ?

Mayur

રોડ અકસ્માતમાં સૌથી વધારે ટુ વ્હિલર ચાલકો મૃત્યુ ૫ામે છે છતાં ‘હેલમેટ મરજિયાત’થી લોકો ખુશ છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!