GSTV

ધો.૯-૧૧ના વર્ગો બાદ હવે ક્યારે ખુલશે પ્રથમ-બીજા વર્ષની કોલેજો? જાણો શું છે સરકારની તૈયારી

સરકાર

Last Updated on January 30, 2021 by Bansari

સરકારે ૧લી ફેબુ્ર.થી રાજ્યમાં ધો.૯ અને ૧૧માં પ્રત્યક્ષ શિક્ષણ શરૃ કરવાની મંજૂરી આપી દીધી છે ઉપરાંત ટયુશન ક્લાસીસો પણ શરૃ કરવા છુટ આપી દીધી છે ત્યારે યુજી કોલેજોના પ્રથમ અને બીજા વર્ષના વર્ગો ક્યારે શરૃ થશે તે પ્રશ્ન છે.હોસ્ટેલના પ્રશ્નને લીધે હજુ સરકાર તમામ કોલેજો શરૃ કરવા નથી માંગતી.

સરકાર

સરકાર હાલ તમામ વર્ગો શરૃ કરવા નથી માંગતી

સરકારે રાજ્યમાં ૧૧મી જાન્યુઆરીથી ધો.૧૦ અને ૧૨ની સ્કૂલો સાથે યુજીના છેલ્લા વર્ષની અને પીજીની તમામ વર્ષની કોલેજો રેગ્યુલર રીતે શરૃ કરી દીધી છે.હાલ રેગ્યુલર ક્લાસ તો શરૃ થઈ ગયા છે પરંતુ હજુ યુજીમાં પ્રથમ અને બીજા વર્ષના વર્ગો ઓનલાઈન જ ચાલી રહ્યા છે.દરમિયાન સરકારે ધો.૯ અને ૧૧ તેમજ ટયુશન ક્લાસીસો પણ ૧લી ફેબુ્રઆરીથી ઓફલાઈન શિક્ષણ સાથે શરૃ કરવાની છુટ આપી દીધી છે.જેથી યુજીના પ્રથમ અને બીજા વર્ષના કલાસ પણ રેગ્યુલર શરૃ થવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

સરકાર

વર્ગો શરૂ કરવા કોલેજોની માંગ

કારણકે હાલ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે શિક્ષણ ચલાવવુ પડે છે.જેનાથી મુશ્કેલી ઉભી થઈ રહી છે. ઉપરાંત પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલથી માંડી ફાઈનલ પરીક્ષામાં મુશ્કેલી પડે તેમ છે.કોલેજોની માંગ છે કે જો ધો.૯ અને ૧૧ના ક્લાસ રેગ્યુલર શરૃ થઈ શકતા હોય તો કોલેજના પણ તમામ વર્ષના વર્ગો શરૃ કરી દેવા જોઈએ.ખાસ કરીને ટેકનિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ વગર મુશ્કેલી પડે તેમ છે.

Read Also

Related posts

PF withdrawal: કોઈ પણ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા વગર ઉપાડી શકશો EPFOમાંથી 1 લાખ રૂપિયા, અરજી કર્યાના બીજા જ દિવસે મળી જશે રૂપિયા

Pravin Makwana

ક્યારે ઉકેલાશે ભારત-ચીન સરહદ વિવાદ? બોર્ડર પર ડ્રેગનના અવાર નવાર અટકચાળા

Zainul Ansari

હેલ્થ ટિપ્સ / ડાયબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ કરશે આ યોગાસન, જાણવા માટે કરો ક્લિક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!