GSTV
Gujarat Government Advertisement

‘બઢતી કા નામ ઠંડી’ : સમગ્ર ગુજરાતમાં હાડ થીજવતો શિયાળો આટલા દિવસો સુધી રહેશે યથાવત

Last Updated on December 28, 2019 by Karan

પહાડી વિસ્તારોમાં ભારે બરફ પડવાને કારણે સમગ્ર ભારતમાં કોલ્ડવેવનું મોજું ફરી વળ્યું છે. અને રાજ્યમાં આગામી ચાર દિવસમાં ઠંડીનું જોર યથાવત રહેશે. તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં પણ છેલ્લાં બે-ત્રણ દિવસથી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રી નીચે નોંધાયો છે. જો કે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 3.6 ડિગ્રી નોંધાઈ છે. તો આ તરફ ડીસામાં 6.8 ડિગ્રી, રાજકોટમાં 9.3 ડિગ્રી, ગાંધીનગરમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે વડોદરામાં 12.2 ડિગ્રી, તાપમાન નોંધવામાં આવ્યુ છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં લોકો કસરત કરતાં જોવા મળ્યા

તો આવી ઠંડીમાં પણ તંદુરસ્ત શરીરની ઈચ્છા રાખતા લોકો વ્હેલી સવારથી જ વોક લેતા અને કસરત જોવા મળે છે. અમદાવાદના અનેક ગાર્ડનમાં મોર્નિગ વોક, જોગિંગ અને યોગ તેમજ કસરત કરતા લોકો જોવા મળ્યા હતા. હાડ થીજવતી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં લોકો શરીરને તંદુરસ્ત રાખવા માટે મહેનત કરતા જોવા મળ્યા હતા.

બપોરે પણ ઠંડીનો અહેસાસ

જમ્મુ કાશ્મીરમાં થયેલી હિમવર્ષાને લઈને અમદાવાદ સહિત ગુજરાતભરમાં શિયાળાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો છે. ઠંડા પવનો ફૂંકાતા બપોરે પણ લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્ય છે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે.જેથી ઠંડીમાં વધારો નોંધાયો છે. હજુ આગામી 4 દિવસ સુધી ઠંડી અનુભવાશે. અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષની ઠંડીની પેટર્ન પર નજર કરીએ તો તેમા ડિસેમ્બરના અંતિ સપ્તાહમાં ઠંડીનો વધારો થયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari

ગઢમાં ગાબડું/ સુરતઃ આપ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ, આમ આદમી પાર્ટી પર BJPએ કર્યો ગંભીર આક્ષેપ

Zainul Ansari

ફ્લેશ સેલ પર બેન: હવે ગ્રાહકો સાથે નહીં થાય છેતરપિંડી, ઈ-કોમર્સ કંપની પર લગામ લગાવવા કેન્દ્ર સરકારે નિયમોમાં કર્યા મોટા ફેરફાર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!