GSTV
Kutch ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ‘કોલ્ડવેવ’ની આગાહી: 6.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું પ્રમાણ વધારે અનુભવાઈ રહ્યું છે. શિયાળાએ આખરે તેનો અસલ મિજાજ બતાવવાનું શરૃ કરી દીધું છે. અમદાવાદ સહિત રાજ્યના 7 શહેરમાં ઠંડીનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસ કડકડતી ઠંડીનું મોજું ફરી વળી શકે છે. ગત રાત્રિએ 6.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું.

નલિયામાં આગામી ત્રણ દિવસ કોલ્ડવેવ રહેશે અને પારો 5 ડિગ્રીથી નીચે જાય તેવી સંભાવના છે. રાજ્યના અન્ય શહેર કે જ્યાં પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હોય તેમાં ડીસા (9.0), ગાંધીનગર (9.5)નો સમાવેશ થતો હતો. અમદાવાદમાં ગત રાત્રિએ 9.5 ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો હતો. આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં જાન્યુઆરીમાં ઠંડીનો પારો કમસેકમ એકવાર 10 ડિગ્રીથી નીચે ગયો હોય તેવું છેલ્લા 10 વર્ષમાં 7 વખત બન્યું છે. 10 જાન્યુઆરી 1954માં અમદાવાદમાં 3.3 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. જે અમદાવાદમાં ઠંડીનો ઓલટાઇમ રેકોર્ડ છે. જોકે, હાલમાં ખાસ કરીને મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધારે અનુભવાય છે.

રાજ્યમાં ક્યાં વધારે ઠંડી?

શહેર        ઠંડી (ડિગ્રી)

નલિયા           6.6

ડીસા               9.0

ગાંધીનગર     9.5

અમદાવાદ   10.5

વલસાડ       10.6

મહુવા           11.1

ભૂજ              11.8

વડોદરા        12.0

અમરેલી       12.0

સુરેન્દ્રનગર    12.0

રાજકોટ        12.3

ભાવનગર    13.4

સુરત            15.8

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV