GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

વાયુ વાવાઝોડાને પગલે CM રૂપાણી કંટ્રોલ રૂમ પહોંચ્યા, કહ્યું આ સિવાય નથી કોઈ ઉપાય

વાયુ વાવાઝોડાને લઈને લઈને આજે સીએમ વિજય રૂપાણીએ ગાંધીનગર સ્થિત કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.જ્યાં તેમણે વાવાઝોડાની ગતિ, લોકેશન સહિતના મુદ્દે સમીક્ષા હાથ ધરી અને કહ્યુ હતુ કે, વાવાઝોડાની ઝડપ વધી રહી છે. વાયુ વાવાઝોડું વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં ત્રાટકશે. જોકે આજે મધરાતથી વાવાઝોડાની અસર અનુભવાશે. કાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસસશે. તેમ સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું.

સૌરાષ્ટ્રના જે સ્થળો પર વાવાઝોડું ત્રાટકવાનું છે. તે દીવ, સોમનાથ, વેરાવળ સહિતના સ્થળો યાત્રાધામ છે અને મોટી સંખ્યામાં પર્યટકો હોય છે. જોકે વાવાઝોડાને લઈને તંત્રએ હવાઈ સેવા, ટ્રેન સેવાને બંધ કરી દેવાઈ છે. સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, વાવાઝોડાને લઈને યાત્રાળુઓને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામા આવી છે.

વાયુ વાવઝોડાને લઈને તંત્રએ 10 જિલ્લાઓના કાંઠા વિસ્તારના ગામોમાં સ્થળાંતરની કામગીરી હાથ ધરી બપોર સુધી સવા લાખ લોકોનુ સ્થળાંતર કરાયું છે. તેમજ સીએમ રૂપાણીએ કાંઠા વિસ્તારમાં તમામ લોકોનું સ્થળાંતર થાય તે માટે આદેશ આપ્યા છે. વાવાઝોડા સામે ટક્કર લેવા માટે શિફ્ટીંગ સિવાય કોઈ અન્ય ઉપાય ન હોવાની પણ વાત CMએ કહી.

વાવાઝોડાના એલર્ટને લઈને રાજ્ય સરકાર ફિશરીઝ ડીપાર્ટમેન્ટ અને કોસ્ટગાર્ડ સાથે સંપર્ક છે. ગુજરાતના માછીમારોની તમામ બોટ અને માછીમારોને દરિયા કિનારે પરત બોલાવી લેવાયાનો દાવો સીએમ રૂપાણીએ કર્યો હતો. તો વળી, મોટા જહાજોને મધ દરિયે પણ મોકલી દેવાયા છે.

વાયુ વાવાઝોડાના સંકટને પહોંચી વળવા માટે તંત્ર સતર્ક છે. જોકે એક પણ નાગરિકનો જીવ ન જાય તે સરકારની પ્રાથમિકતા હોવાનો દાવો સીએમ વિજય રૂપાણીએ કર્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે વાવાઝોડુ ન આવે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ પરંતુ સરકાર તરફથી તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે.

READ ALSO

Related posts

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસની તપાસ માટે SITની રચના, 31 જુલાઈ સુધીમાં સરકારને સોંપશે રિપોર્ટ

Mansi Patel

ટોસિલિઝુમેબ ઈન્જેકશન કૌભાંડ મામલે બે કેમિસ્ટ સહિત સાત લોકો સામે પોલીસ ફરિયાદ

Nilesh Jethva

જર્મનીની આ ક્લબનુ મોટુ પગલુ, સ્ટેડિયમને ભરવા માટે હજારો લોકોનો મફત કરશે કોરોના ટેસ્ટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!