ગાંધીનગરમાં યોજાયેલી મહત્વની કેબનિટ બેઠક પૂર્ણ થઇ છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં તારીખ 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વર્ગો ઓફલાઇન શરૂ થઇ જશે. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ફરજિયાત કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, ’20 હજાર કરતા વધુ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અને 10 હજાર ખાનગી શાળા શરૂ થશે. ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓની હાજરી 50 ટકા રહેશે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત રહેશે. વિદ્યાર્થીઓ સહિત સ્કૂલ સ્ટાફ માટે માસ્ક ફરજીયાત રહેશે. તદુપરાંત હેન્ડ વોશની પણ વ્યવસ્થા કરવાની રહેશે.’

શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં જે 38 ટકા શિક્ષકોએ ભાગ લીધો તેઓને હું અભિનંદન આપું છું
વધુમાં તેઓએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટી મામલે જણાવ્યું કે, ‘શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઇને આ દેશમાં ગુણવત્તા સુધારા માટે એક હકારાત્મક પહેલ રાજ્ય સરકારે કરી છે. જે માટે 38 ટકા શિક્ષકોએ ભાગ લીધો તેઓને હું અભિનંદન આપું છું. આ કસોટી ફરજીયાત નથી. જેની સેવાપોથીમાં નોંધ નહીં કરવામાં આવે. બાકીના ભવિષ્યમાં શિક્ષકો આ પરીક્ષામાં જોડાય તેવો પ્રયાસ કરીશું. આ સર્વેક્ષણમાં પરીક્ષા આપનારા શિક્ષકોએ જણાવ્યું કે આ સર્વેક્ષણ ખૂબ સારું રહ્યું. અમે અપગ્રેડ થયા અને જ્ઞાનમાં વધારો થયો. સ્કૂલોની ફી મુદે વાલી મંડળ કોર્ટમાં પિટિશન કર્યું છે એનો કોર્ટમાં જવાબ આપીશું.’

પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા છે : રાજ્ય સરકાર
ખેડૂતો મુદ્દે જણાવ્યું કે, ‘રાજ્યમાં પીવાના પાણીની તકલીફ ન થાય તેવી પણ કેબિનેટમાં ચર્ચા થઈ છે. પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા છે. આવનારા દિવસોમાં વરસાદ સારો પડશે એવી અમને આશા છે.’

નિષ્ણાંતોએ ત્રીજી લહેર આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે
કોરોનાની સંભવિત ત્રીજી લહેરની સંભાવના છતાં રાજ્ય સરકારે ધો.6થી 8ના વર્ગ શરૂ કરવા માટે નિર્ણય લઈ લીધો છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેરે હળવા પગલે વિદાય લીધી છે. આ ઉપરાંત ગુજરાતમાં ચારેક કરોડ લોકોએ રસી પણ લઇ લીધી છે. ગુજરાત કોરોનામુક્ત થવા તરફ આગળ વધી રહ્યું છે તેમ છતાંય નિષ્ણાંતોએ ત્રીજી લહેર આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
રાજ્ય આરોગ્ય વિભાગે અત્યારથી ત્રીજી લહેરનો સામનો કરી શકાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધો.6થી 8ના વર્ગમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. કોરોનાના કેસો ઘટતા હવે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની દિશામાં શિક્ષણ વિભાગે વિચારણા કરી હતી. જેમાં આખરી નિર્ણય આવી ગયો છે.

ધો.9થી 12ના વર્ગો શાળામાં શરૂ કરાયા છે પણ હજુય શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળી રહી છે
સૂત્રોના મતે, ધો.9થી 12ના વર્ગો શાળામાં શરૂ કરાયા છે પણ હજુય શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. વાલીઓ હજુય બાળકોને શાળામાં મોકલતા ખચકાટ અનુભવી રહ્યા છે. આ ઉપરાંત સંભવિત ત્રીજી લહેરને જોતાં વાલીઓ ડર અનુભવી રહ્યા છે. હવે આ દરમિયાન જ સરકારે 6થી 8નાં વર્ગો શરૂ કરવાનો પણ નિર્ણય લીધો છે. જેમાં પણ વાલીઓની સહમતિ જરૂરી છે. ઓનલાઈન અને ઓફલાઈન વર્ગો સાથે હોવાથી ભાગ્યેજ વાલીઓ હાલના સમયમાં બાળકને સ્કૂલમાં મોકલવા તૈયાર થશે. સરકાર વાલીઓ પાસે સહમતિ પત્રક માગી રહી હોવાથી વાલીઓમાં ખચકાટ છે.
બાળકોની રસી પણ હજુ બજારમાં આવી નથી. કોર કમિટીની બેઠકમાં તમામ પાસાઓની વિસ્તૃત ચર્ચા કરાઈ છે. આજે કેબિનેટની બેઠકમાં ય આ મામલે ચર્ચા થઇ છે. ઉલ્લેખનીય છેકે, 15મી ઓગસ્ટ બાદ ધો.6થી 8ના વર્ગ શરૂ કરવાની વાત હતી પણ છેલ્લી બે કેબિનેટથી આ મુદ્દે કોઇ ચોક્કસ નિર્ણય લેવાઇ શક્યો નથી.
READ ALSO
- મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો
- જય જગન્નાથ / રથયાત્રાને લઈ ટ્રાફિક વિભાગનું વિશેષ આયોજન, આ રસ્તાઓ રાતથી કરવામાં આવશે બંધ
- અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…
- ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી
- ત્રિપુરા પેટાચૂંટણી / પરિણામ પછી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ, કોંગ્રેસ અધ્યક્ષ સહિત 19 લોકો ઇજાગ્રસ્ત