GSTV

રાજ્યભરમાં બાળ તસ્કરીની અફવા : સોશિયલ મીડિયા પર વધુ એક ઓડિયોક્લિપ વાયરલ

Last Updated on July 24, 2019 by Alap Ramani

રાજ્યભરમાં બાળ તસ્કરીની અફવાને લઈને નિર્દોષ લોકો પર હુમલાની ઘટના બની રહી છે ત્યારે અમે સોશિયલ મીડિયા પર વાયરલ બનેલી ઓડિયો ક્લિપ અમે સંભળાવવા જઈ રહ્યા છે. આ ઓડિયો ક્લિપની જીએસટીવી પુષ્ટિ કરતુ નથી.

તેમજ આ ઓડિયો ક્લિપ દર્શાવીને ફફડાટ ફેલાવવાનો ઉદેશ્ય નથી. પરંતુ આ પ્રકારની કોઈ ઓડિયોક્લિપ આપની પાસે વાયરલ થતી આપની પાસે આવે તો કોઈ પ્રકારની અફવામાં ન દોરવાઓ કે તેને આગળ ફોરવર્ડ ન કરો તે માટે અપીલ કરીએ છીએ.

જીવલેણ ઓડિયો ક્લીપ!

અત્યારે સાયણથી ૯ છોકરાઓ ગાયબ થઈ ચુક્યા છે. એટલે મહેરબાની કરીને ધ્યાન રાખજો. આ ટોળકી રાયણની આગળ જ તે ઉતરી છે. ગોથણ પાટિયા પર..ત્યાંથી ટ્રેનની ચેન ખેંચીને નીચે ઉતરી ગયા છે ૩૦૦ જણા. એટલે ધ્યાન રાખજો. પોતપોતાના છોકરાઓનું ખાસ કરીને…પોતપોતાના છોકરાઓનું. આજુબાજુનાઓ બધાનું અને તમારી પોતપોતાની સોસાયટીઓમાં કહી દેજો, ધ્યાન રાખે..છોકરાઓનું ખાસ ધ્યાન રાખે. આ ટોળકીમાં ખાસ કરીને સ્ત્રીઓ જ છે ઝાઝી. લેડીઝ વધારે છે. પુરુષો ઓછા છે.એમનું કામ જ તે છે. ફક્ત છોકરાઓને ઉચકી જવાનું અને તેમને અંદરના ઓર્ગન્સ માટે તે લોકો છોકરાઓને મારી સુદ્ધા નાખે છે.એટલે મહેરબાની કરીને છોકરાઓનું ધ્યાન રાખો..

Related posts

ચેતીને રહેજો / કોરોના ગાઇડલાઇનને લઇ CM રૂપાણીનું મોટું નિવેદન, જો રાજ્યમાં ફરીથી કેસ વધશે તો….

Dhruv Brahmbhatt

ગજેરા સ્કૂલ દ્વારા સરકારના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, કાર્યવાહી કરવા મામલે CM રૂપાણીનું મોટું નિવેદન

Dhruv Brahmbhatt

યોજના / રાજ્યમાં ૨.૬૬ લાખથી પણ વધારે ઘરો પર સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત, દેશમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!