પાટણના હારીજમાં ટેકાના ભાવે ચણા ખરીદી કૌભાંડની તપાસ કામગીરી ચાલુ છે. ત્યાં સમીમાં ટેકાના ભાવે ચણા ખરીદીનું કથિત કૌભાંડ થયું હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છેકે, ટેકાના ભાવથી ખરીદી કરવાની મુદત પૂર્ણ થાય તે પહેલા એક મંડળીએ ખેડૂતોની ટેલીફોનીક માહિતી લઈ તેમના નામે ચણા ખરીદ્યા હોવાની શંકા છે. ત્યારે સવાલ એ છેકે, વહીવટી તંત્ર દ્વારા ચણા ખરીદી મુદ્દે તપાસ સોંપવામાં આવશે કે તેને નજર અંદાજ કરવામાં આવશે.

ધોરાજી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી
ધોરાજી માર્કેટ યાર્ડમાં ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરાઈ. ટેકાના ભાવે ચણા વેચવા 3700 ખેડૂતોએ નોંધણી કરાવી છે. જેથી દરરોજ 100 જેટલા ખેડૂતોને મેસેજ કરી ચણા લઈ આવવા જણાવ્યું છે. જેમાંથી રોજ 80 જેટલા ખેડૂતો ચણા વેચવા માટે આવે છે અને ચણાની ખરીદી થઈ રહી છે. ટેકાના ભાવે ચણાની ખરીદીની કામગીરીથી ખેડૂતો ખુશખુશાલ છે.

ટેકાના ભાવે ચણાની ખરીદી માટે વધારાનો જથ્થો મંજૂર
ગુજરાતના ખેડૂતોના હિતમા કેન્દ્ર સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાના વધારાના જથ્થાની ખરીદી કરવા માટે રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર ને દરખાસ્ત કરી હતી. તેને કેન્દ્ર સરકારે મંજૂર કરી છે. તે બદલ રાજ્યના ખેડૂતો વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા નો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો છે.
Read Also
- મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ
- Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!
- BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ
- પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! ઇસ્લામાબાદમાં સમર્થકોએ મેટ્રો સ્ટેશનને ચાંપી આગ, પોલીસે સેંકડો વિરોધીઓની કરી અટકાયત
- મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ