રાજ્યમાં આ શહેરમાં સંપૂર્ણપણે ઓટોમેટિક કોટન સ્પીનિંગ યાર્ન પ્રોજેક્ટ નિર્માણ પામ્યો

રાજ્યમાં પ્રથમ વખત સહકારી ક્ષેત્રનો સંપૂર્ણપણે ઓટોમેટિક કોટન સ્પીનિંગ યાર્ન પ્રોજેક્ટ સુરત નજીકના દિણોદમાં નિર્માણ પામ્યો છે. 145 કરોડના ખર્ચે સુરત વણકર સહકારી સંઘે દક્ષિણ ગુજરાતમાં કોટન સ્પીનિંગ પ્રવૃત્તિને વેગ આપવા માટે પ્રયાસ આરંભ્યો છે. આ પ્રોજેક્ટમાં 30 ટકા મહિલા કારીગરો છે અને તેના કારણે સ્થાનિક લોકોને રોજગાર પણ મળી રહ્યો છે. અત્યાર સુધી સુરત સિન્થેટીક ફેબ્રિકનું હબ ગણાતું હતું. પરંતુ ઓટોમેટિક કોટન સ્પીનિંગ યાર્ન પ્રોજેકટના કારણે સુરતને નવી ઓળખ મળી છે. સુરત વણકર સહકારી સંઘે કુલ 20 યુનિટો કાર્યરત કરવાનું આયોજન કર્યુ છે. સુરત સહકારી વણકર સંઘનાં પ્રમુખે જણાવ્યું હતું કે સુરત અને આજુબાજુનાં વિસ્તારમાં માત્રને માત્રે સિન્થેટીક કપડું બને છે. કોટન સ્પીનિંગનાં યુનિટો નહિવત્ત હતા. સંઘ ઘણા વખતથી કંઈક અલગ દિશામાં પ્રોજેક્ટ શરૂ કરવા વિચારી રહ્યું હતું. હવે જ્યારે આ પ્રોજેકટ શરૂ થયો છે ત્યારે વિદેશોમાં તેની નિકાસ પણ વધી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter