GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

Breaking / CM ભૂપેન્દ્ર પટેલ પછી કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી થયા કોરોના સંક્રમિત, ટ્વીટ કરી આપી જાણકારી

પૂર્ણેશ મોદી

ગુજરાતમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. કોરોના સામાન્યથી લઈ નેતાઓ, સામાજીક અગ્રણીઓને પણ પોતાની ઝપટમાં લઈ રહ્યા છે. આજરોજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે હવે ગુજરાત સરકારના માર્ગ-મકાન, સિવિલ એવિયેશન અને ટૂરિઝમ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી પણ કોરોના સંક્રમિત થયા છે. કેબિનેટ મંત્રીએ ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે.

ગુજરાત સરકારના માર્ગ-મકાન, સિવિલ એવિયેશન અને ટૂરિઝમ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે નમસ્કાર, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને પોતાનો કોરોના રિપોર્ટ કઢાવી લેવા નમ્ર વિનંતી છે. તબિયત સારી છે. આપ સૌનો આભાર…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિલ

કોરોના મહામારીની નવી લહેર ફરી ભરડો લઈ રહી છે. ગુજરાત સહિત દેશમાં કોરોનાના નવા કેસોમાં એકએક વધારો થઈ રહ્યો છે તેવામાં હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા છે. સામાન્ય જનાતાની સાથે ટોચના નેતાઓ અને અગ્રણી લીડર્સો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. આજે યોજાયેલ કેબિનેટ બેઠકમાં પણ તેઓ હાજર નહોતા રહી શક્યા.

ભૂપેન્દ્ર પટેલ

સામાન્ય રીતે મંગળવારનો દિવસ મુખ્યમંત્રી આમજનતાને મળતા હોય છે પરંતુ ગઈકાલે અચોક્કસ કારણોસર તેઓ કાર્યાલય પર આવશે નહીં તેવા સંદેશાની સાથે આજે બુધવારે યોજાનારી કેબિનેટની બેઠક રદ કરવામાં આવી હોવાના સચિવ કક્ષાએથી સંદેશો પાઠવતા પાટનગર વર્તુળમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

આજે સમગ્ર દિવસ દરમિયાન સરકાર કે ભાજપના કોઈ મોટા કાર્યક્રમો નથી કે ગુજરાતમાં કોઈ મહત્વની વ્યક્તિની પણ મુલાકાત નથી થઈ. એક સમયે મુખ્યમંત્રી અને પાટીલે પોતાની તમામ મુલાકાતોને કાર્યક્રમો રદ કરી ને સમય અનામત કરી દેતા અનેક તર્ક સર્જાયો છે. ક્યાંક મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ હોવાની વાતો પણ ચાલી રહી છે. ગઇકાલે મોડી રાત્રે મુખ્યમંત્રીને કોરોના થયો હોવાની આશંકા જતાવતા સંદેશાઓ પણ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. કોઈ ચોક્કસ વ્યૂહાત્મક બાબતને લઈ ને ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પાર્ટી અધ્યક્ષ સી.આર.પાટીલ વચ્ચે મુખ્યમંત્રી નિવાસસ્થાને બંધબારણે બેઠક થઈ હોવાનું પાટનગરમાં ચર્ચાઈ રહ્યું છે.

કોરોના

રથાયાત્રામાં નહિ જોડાઈ શકે

આજથી અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ત્રણ દિવસના કાર્યક્રમની શરુઆત થવા જઈ રહી છે. રથયાત્રા પૂર્વે પરંપરા અનુસાર મુખ્યમંત્રીના હસ્તે ભગવાનના રથમાં પહિંદ વિધિ કરવામાં આવે છે આગલા દિવસે અને સવારે પણ વિશેષ પૂજા અર્ચનામાં પણ મુખ્યમંત્રી હાજરી આપી રહ્યા હોય છે પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે કોઈપણ જાહેરાત નહીં થવાના કારણે અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. આ અગાઉ ગાંધી પરિવાર સહિત અનેક ટોચના નેતાઓ પણ કોરોના સંક્રમિત થયા હતા અને ગત સપ્તાહે જ મુખ્યસચિવ પંકજ કુમારને પણ કોરોના થયો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 200 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો નવો રાઉન્ડ : આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari Gohel

સુરત/ અલ્પેશ કથીરિયાના ભાઇએ કરી મારામારી, હોબાળો મચાવતા ઉઠાવી ગઇ ક્રાઇમ બ્રાન્ચ

Bansari Gohel
GSTV