વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરો દ્વારા અવનવા કિમીયા અજમાવાઇ છે. મધ્યપ્રદેશ થી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો વધુ એક કીમિયો અજમાવી દારૂની હેરાફેરી કરતા હરિયાણાના બે શખ્સોને છોટાઉદેપુર પોલીસે 13.66 લાખના મુદ્દામાલ સાથે કલારાણી પાસેથી ઝડપી પાડયા છે.

ટ્રેક્ટરના થ્રેસરમાં ચોર ખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો સંતાડી મધ્યપ્રદેશથી ગુજરાતમાં વાયા કવાંટ થઈ બોડેલી તરફ લઇ જવાતો હતો. જે અંગે છોટાઉદેપુરના Dysp એ.વી.કાટકરને મળેલી બાતમીને લઈ Dysp કચેરીના પોલિસ કર્મીઓએ કલારાણી પાસે ગુપ્ત વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનું થ્રેસર જોડેલ ટ્રેક્ટર આવતા તેને કોર્ડન કરી તપાસ કરતા થ્રેસરમાં બનાવેલ ચોર ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 2320 બોટલો ઝડપી પાડી હતી. તેની કિંમત જેની કિંમત રૂપિયા 9.64 લાખ રૂપિયા હતી.
તેમજ થ્રેસર સાથેનું ટ્રેક્ટર, મોબાઈલ,અને અંગઝડતી માંથી મળેલ રોકડ મળી કુલ રૂપિયા 13.66 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ટ્રેક્ટરમાં સવાર હરિયાણાના બે શખ્સોની અટકાયત કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- રક્ષા બંધનના પર્વે ગોઝારી ઘટના: આણંદના સોજીત્રામાં ત્રિપલ અકસ્માત, ઘટના સ્થળે જ 6ના મોત
- શિક્ષિકા બની છેતરપિંડીનો શિકાર / પાન અપડેટ કરવું મોંઘુ પડ્યું, ખાતામાંથી ઉડી ગયા 1 લાખ
- સરકાર ક્યારે સાંભળશે? છેલ્લા 72 કલાકથી આમરણાંત ઉપવાસ પર વેટરનરી તબીબો, કેટલાકની તબિયત લથડી
- નીતિશ કુમારના પગલાથી શિવસેના ખુશ, ભાજપ વિરુદ્ધ સર્જાયુ તોફાન
- કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું