ગુજરાત એસટીના કર્મચારીઓ મધરાતથી એક દિવસની માસ સીએલ પર ઉતરી ગયા છે. જેના કારણે મધરાતથી જ ગુજરાત એસટી નિગમની બસોના પૈડા થંભી ગયા છે. પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. જેના કારણે એસટી બસોની કામગીરી ઠપ્પ થઇ જશે. જેના કારણે અંદાજે 25 લાખ જેટલા મુસાફરોને અસર પહોંચશે. જેમાં અંદાજે 12 લાખ જેટલા વિદ્યાર્થીઓને અસર પહોંચશે.નોંધનીય છે કે આ હડતાળને લઇને મોડી રાત્રે એસટી નિગમના MD અને યુનિયન વચ્ચે બેઠક યોજાઇ હતી. જે બેઠક નિષ્ફળ રહી હતી. અને કર્મચારીઓ પોતાની માંગ પર અડગ રહ્યા હતા.

ગુજરાત એસટી નિગમના કર્મચારીઓની હડતાળની પંચમહાલમાં પણ મધરાતથી અસર જોવાઇ રહી છે. દૂરના ગામડાઓથી આવેલા સેકડો મુસાફરો રઝળ્યા હતા. રાજયવ્યાપી માસ સીએલના કાર્યક્રમમાં પંચમહાલ ડીવિઝનના કર્મચારીઓ પણ જોડાયા હતા. મધરાતે કર્મચારીઓએ ધરણા કરીને સરકાર સામે નારેબાજી કરી હતી. પંચમહાલ ડિવિઝનની 400 બસોના પૈડાં મધ્યરાત્રીથી થંભી ગયા હતા. પંચમહાલ ડિવિઝનના 2500 ઉપરાંત એસ ટી કર્મચારીઓ રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હળતાલમાં જોડાયા છે.
આણંદ જિલ્લામાં પણ એસટી હડતાળની અસર જોવાઇ રહી છે. વલ્લભ વિદ્યાનગર આવતા હજારો વિદ્યાર્થીઓ બસના અભાવે અટવાયા હતા. આણંદ ડેપોની 80થી વધુ બસ ડેપોમાં ખડકી દેવાઇ હતી.

એસટીની હડતાળને પગલે ખાનગી વાહનોએ ભાડામાં લૂંટ ચલાવી હતી.
વલસાડ એસટી બસના કર્મચારીઓ પણ મધરાતથી હડતાળમાં જોડાયા છે. એસટીના કર્મચારીઓની હડતાળને કારણે મધરાતથી મુસાફરો અટવાયા હતા.વલસાડ એસટી નિગમની 400 જેટલી બસોના પૈડા થંભ્યા છે. વલસાડ ડેપોના 2300 જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. જેના કારણે એસટીનો વ્યવહાર અને વહીવટી કાર્ય પણ ઠપ થયું છે. હડતાળને કારણે મધરાતે કેટલાંક મુસાફરોને અધવચ્ચે ઉતારી દેવામાં આવ્યા હતા. જેના કારણે લોકોએ એસટી નિગમ વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો. પરિવારો સાથે આવેલ લોકોની હાલત કફોડી બની હતી.
અંતરિયાળ વિસ્તારો માટે લાઇફલાઇન સમી ગુજરાત એસટીના પૈડા થંભી જતા પાટણ જિલ્લામાં પણ સેકડો મુસાફરો રઝળ્યા છે. મધરાતથી પાટણ ડેપોની બસોના પૈડા થંભાવી દેવાયા હતા. સરહદી જિલ્લાના રાધનપુર. સૂઇગામ. અને અન્ય ગામોમાં સંખ્યાબંધ મુસાફરો રઝળી પડયા હતા.
બનાસકાંઠા પણ એસટી હડતાળની અસર વર્તાઇ રહી છે. ડીસા ડેપોમાં મધરાતથી બસોનો ખડકલો કરી દેવાયો હતો. રાજસ્થાન તરફ જતી બસોને પણ અધવચ્ચે અટકાવી દેવાઇ હતી. જેના કારણે મુસાફરો પરેશાન થયા હતા.

એસટી કર્મચારીઓની માસ સીએલની અસર દક્ષિણ ગુજરાતમાં પણ ઘેરી જોવા મળી રહી છે. સુરતથી રોજ અપડાઉન કરતા અંદાજે દોઢ લાખથી વધુ મુસાફરો અટવાયા છે. સુરત એસટી ડેપો પરથી પ્રતિદિવસ થતી ત્રણ હજાર બસો ટ્રીપ આજે રદ્દ કરી દેવાલ છે. નોકરી માટે રોજ અપડાઉન કરતા મુસાફરોને ઘણી તકલીફ પડી રહી છે. માંગણી નહીં સંતોષાય તો એસ.ટી નિગમના કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળની પણ ચીમકી આપી છે. વહેલી સવારથી સુરત એસટી ડેપો પર કોલેજ જતા યુવાનો અને નોકરીયાતો અટવાયા હતા.
અરવલ્લી જિલ્લામાં પણ એસટી કર્મચારીઓની મધરાતથી હડતાળની અસર જોવા મળી છે. સમાધાન નહી થતા જિલ્લામાં 250 બસનાં પૈડા થંભી ગયા છે. 209 જેટલા એસટીના રૂટ રદ્દ કરાયા છે. જેના કારણે હજારો મુસાફરો રઝળ્યા છે અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓને કોલેજમાં રજા રાખવાનો વારો આવ્યો છે. બીજી તર. લગ્નસરાની સીઝનને કારણે મુસાફરોની હાલત કફોડી બની છે. અરવલ્લી જિલ્લાના કુલ 900 કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે.
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ
સાબરકાંઠાના પણ બે હજાર 900 એસટી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. જિલ્લાના મુખ્ય ડેપો એવુ હિંમતનગર બસ સ્ટેશન સવારથી સૂમસામ ભાસ્યુ હતુ. બસ સ્ટેશન આગળ જ ખાનગી વાહન ચાલકોએ ધામા નાખ્યા હતા. લોકો પાસે અવર જવર માટે માત્ર ખાનગી વાહનોનો સહારો રહ્યો હતો. જેના કારણે ખાનગી વાહનોએ રીતસરની લૂંટ ચલાવી હતી.
તો હાલાર પંથકમાં પણ એસટી કર્મચારીઓની હડતાળની ઘેરી અસર વર્તાઇ રહી છે. જામનગર એસટીના 284 બસોના પૈડા થંભી ગયા છે. જામનગરમાં 1300 જેટલા કર્મચારીઓ મધરાતથી હડતાળમાં જોડાયા છે. આસપાસમાં નોકરી જતા શિશકો અને જામનગર ભણવા આવતા હજારો વિદ્યાર્થીઓ અટવાયા હતા.