GSTV

‘મહા’ની વિદાય સાથે ‘બુલબુલ’નું આગમન, હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

Last Updated on November 10, 2019 by Mayur

પશ્વિમ બંગાળમાં બુલબુલ વાવાઝોડાના કારણે બે લોકોના મોત થયા. રાહત અને બચાવકાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. જ્યારે સતર્કતાના ભાગ રૂપે 1 લાખ 20 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે પશ્વિમ પરગના અને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે.

બંગાળની ખાડીમાં ઉદભવેલું ચક્રવાત બુલબુલ ઓડિશાથી પશ્ચિમ બંગાળ તરફ આગળ વધ્યું. પશ્ચિમ બંગાળના ડાયમંડ હાર્બર નજીક આ તોફાને દસ્તક દીધી. ખતરાને ધ્યાને લઈ કોલકાતા એરપોર્ટને 12 કલાક માટે બંધ કરી દેવાયું હતું. જોકે બુલબુલ વાવાઝોડું કમજોર પડ્યું હોવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અને તે દક્ષિણ ચોવીસ પરગાના જિલ્લાને પાર કરીને બાંગ્લાદેશના ઉત્તર-પૂર્વ તરફ ફંટાય તેવી આશંકા છે. પીએમ મોદીએ બુલબુલ તોફાનને લઈ પશ્ચિમ બંગાળની સ્થિતિને લઈ મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથા વાતચીત કરી. પીએમ મોદીએ સીએમ મમતાને કેન્દ્ર સરકાર તરફથી તમામ સંભવ મદદ કરવાનો ભરોસો આપ્યો.

અત્યંત જોખમી વાવાઝોડા બુલબુલના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે તારાજી સર્જીઇ હતી તેમજ બંગાળમાં એક અને ઓડિશામાં એક વ્યક્તિનું મોત થયું હતું. રાત્રે અગિયાર વાગે વાવાઝોડા બુલબુલે બાંગ્લાદેશના ખેપુપુરા અને બંગાળના સાગર ટાપુમાં ભારે તારાજી સર્જી હતી અને ધોધમાર વરસાદ પડયો હતો.

હવામાન ખાતા અનુસાર, કલાકની 110 થી 120 કિમીની ઝડપે પવન વાતા અનેક જગ્યાએ જમીન ધસી પડી હતી, જો કે વાવાઝોડાની તીવ્રતા ઓછી થઇ ગઇ હતી. બંગાળમાં ભારે વરસાદ અ ને પવનના કારણે વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા બંધ કરવા પડયા હતા.

હવામાન ખાતાએ આગાહી કરી હતી કે શુક્વારની રાત્રે પશ્ચિમ અને પૂર્વ મિદનાપોરમાં કલાકની 80થી 90ની ગતિએ પવન ચાલશે.પશ્ચિમ બંગાળમાં વરસાદ અને ભારે પવનના કારણે અનેક જગ્યાએ રસ્તા બંધ કરવાની ફરજ પડી હતી. એક જગ્યાએ વૃક્ષ પડી જતાં એક વ્યક્તિનું મોત થયું હતું.બંગાળના દરિયા કિનારે ભારે વરસાદ પડયો હતો. શહેરમાં પણ અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા. શહેરની એક પ્રખ્યાત કલબમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

તો ઓડિશામાં દરિયા કિનારના નીચાણ વાળા વિસ્તારોમાંથી આશરે 4000 લોકોને સલામત  સૃથળે ખસેડાયા હતા. રાજ્ય સરકારે વાવાઝોડાગ્રસ્તોને રાખવા માટે 47 આશ્રય સૃથાનો તૈયાર કર્યા હતા. પારાદીપ, ધમરા અને સાગર ટાપુમાંથી હોડીઓ ખસેડીને સલામત સૃથળે લઇ જવામાં આવી હતી.

વિશાખાપટ્ટમ ખાતે આઇએનએસની ત્રણ શિપને  રાહત સામાગ્રી સાથે તૈયાર રાખવામાં આવી હતી. ઉપરાંત, દસ ડાઇવિંગ અને મેડિકલ ટીમોને રાહત અને બચાવ કામગીરીમાં જોડાવવા તૈયાર રહેવા કહેવામાં આવ્યું હતું.આઇએનએસ દેગા ખાતે નૌકા દળના વિમાનોને પણ તૈયાર રહેવા સુચના અપાઇ હતી.

શનિવાર રાતથી કોલકાતામાં સતત પડી રહેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળી વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને લોકોને સલામત સૃથળે ખસેડવા પડયા હતા, એમ રાહત અને બચાવ ટુકડીના વડાએ કહ્યું હતું.

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ લોકોને ગભરાયા વગર જ્યાં હોય ત્યાં શાંતિથી રહેવા અપીલ કરી હતી.બંગાળ અને ઓડિશામાં  અત્યંત ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે માછીમારોને દરિયો નહીં ખેડવા સુચના આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

IND vs ENG: જસપ્રિત બુમરાહ- મોહમ્મદ શામીની ઘાતક બોલિંગ સામે અંગ્રેજો બન્યા પાંગળા, પ્રથમ ટેસ્ટમાં સામાન્ય સ્કોર પર ઓલઆઉટ

pratik shah

ખતરો વધ્યો: ચીનના વુહાનમાં ફેલાયો ઘાતક વાયરસ,મુખ્ય શહેરોમાં ફરી વખત પ્રતિબંધો લાગુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!