Archive

Category: Gujarat Budget

ફિક્સ પગાર કર્મચારીઓ માટે ખુશ ખબરઃ પે સ્કેલમાં થયો વધારો, આ છે નવુ માળખું

રાજ્ય સરકારે ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. બિન સરકારી ગ્રાંટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોના પગારમાં સુધારો કરાયો છે. 10,500 રૂપિયાનો ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓને હવે 16,224 રૂપિયા મળશે….

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ સરકારે 7થી વધુ હોટલને વેચવાની મંજૂરી આપી

આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન ઘણા ધારાસભ્યો એ સવાલો પૂછ્યા હતા. જે પૈકી ના કેટલાક સવાલોમાં સરકારના ગૃહ વિભાગને ઘેરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ તો રાજ્યમાં દારૂબંધી છે પણ સરકારે કેટલીક હોટેલમાં દારૂ વેચવા માટે મંજૂરી આપેલી છે….

નીતિનભાઈએ સામાન્ય વર્ગને રાજી કરી દીધો, બજેટમાં આપી દીધો આ મોટો લાભ

ગુજરાત વિધાનસભામાં નાણાંપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લેખાનુદાનમાં સામાન્ય લોકો પર કરવેરાનો કોઇ બોજ લાદવામાં આવ્યો નથી. બજેટમાં સરકાર દ્વારા માછીમારો, વૃદ્ધો તેમજ મહિલાઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને મા અને મા વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓ…

લેખાનુદાન બજેટમાં મેવાણીએ કહ્યું કે નીતિન પટેલ રાજીનામું આપે, એવુ તો શું થયું જાણો

ગુજરાત વિધાનસભામાં જે બુલેટ ટ્રેન જમીન સંપાદનને પ્રશ્નોત્તર કાળ દરમિયાન ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં અપક્ષ ધારાસભ્યએ ખેડૂતોની મંજૂરી વિના જમીન સંપાદન નહીં થાય તેમં કહ્યું હતું અને તેના પર નીતિન પટેલે નર્મદાનો વિરોધ કરનારા મેઘા પાટકરને યાદ કરીને કટાક્ષ…

ગીરમાં 23 સિંહના મોત તમને યાદ હશે, લેખાનુદાન બજેટમાં પ્રોજેક્ટ લાયનની જોગવાઈ

ગીરના જંગલમાં સરકારની બેદરકારીને કારણે 23 સિંહો મોતને ભેટ્યા બાદ સિંહોની સલામતીનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં પ્રોજેક્ટ લાયન અંતર્ગત 97.85 કરોડની ફાળવણી કરાતા સરકારના સિંહના સંવર્ધનના પ્રયાસો સામે સવાલો ઉઠી રહ્યા છે. સરકાર દ્વારા શેત્રુંજી ડિવીઝનની…

કૃષિ અને માછીમારોને ડીઝલમાં મળતી સબસીડિમાં બજેટમાં થયો આવો વધારો

નાણાપ્રધાન નીતિન પટેલે રજૂ કરેલા લેખાનુદાનમાં કૃષિ વિભાગ માટે અનેક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તેમાં પણ માછીમારોને સહાય માટે વિશેષ જોગવાઇ કરાઇ છે. સરકારે માછીમારોને અપાતી ડીઝલ સબસીડી 12 રૂપિયાથી વધારીને 15 કરી છે. જ્યારે કે પાકિસ્તાનની જેલમાં રહેલા…

દેશના વિકાસમાં ગુજરાતનો કેટલો ફાળો રહેલો તે વિશે નીતિન પટેલે આપી આ માહિતી

આજે ગુજરાત વિધનસબામાં નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યુ હતું. આ લેખાનુદાન બજેટમાં સામાન્ય લોકો પર કરવેરાનો કોઈ બોજ લાદવામાં આવ્યો નથી. અને ખેડૂતોથી માંડીને માછીમારો, વૃદ્ધો, મહિલાઓને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ…

લેખાનુદાન બજેટમાં ફરી એક ફાયદો તમને મળશે, મા વાત્સલ્ય યોજનામાં મર્યાદા વધી ગઈ

આજે ગુજરાત વિધનસભામાં નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યુ હતું. આ લેખાનુદાન બજેટમાં સામાન્ય લોકો પર કરવેરાનો કોઈ બોજો લાદવામાં આવ્યો નથી. અને ખેડૂતોથી માંડીને માછીમારો, વૃદ્ધો, મહિલાઓને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ…

બજેટમાં સૌથી ખુશીની વાત આંગણવાડી બહેનો માટે, આટલો પગાર વધારાની જાહેરાત

લોકસભાની ચૂંટણીના માહોલમાં રાજ્ય સરકારે વિધાનસભામાં વેરા વિનાનું બજેટ રજૂ કર્યું છે. 63,939 કરોડના બજેટમાં સમાજના તમામ વર્ગને આકર્ષવા માટે નાણાંપ્રધાન નીતિન પટેલે બજેટ સ્પીચમાં સરકારના કાર્યો અને વિકાસલક્ષી યોજનાઓનો ચિતાર રજૂ કર્યો. પગાર વધારા માટે છેલ્લા કેટલાય સમયથી ચાલી…

નીતિન પટેલે બજેટમાં કરી મહત્વની જાહેરાતો : ખેડૂતો, માછીમારોને થશે મોટો લાભ

ગુજરાત સરકારે રાજ્યના લેખાનુદાનમાં અગત્યની જાહેરાતો કરી છે. જેમાં ગુજરાતના ખેડૂતો, માછીમારો અને અછત સમયે લાભ આપવા માટે મોટી જાહેેરાતો કરાઈ છે. જો કે આ જાહેરાતો ચૂંટણીલક્ષી હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. નીતિન ભાઈ પટેલે પોતાના તમામ મંત્રીઓને ધ્યાનમાં…

ગુજરાતના લેખાનુંદાનમાં ખેડૂતોના ભાગે જાણો શું આવ્યું, સરકારે કહ્યું 12 ટકાના દરે વિકાસ થયો

ગુજરાતમાં હાલમાં નીતિનભાઈ પટેલ લેખાનું દાન રજૂ કરાઈ રહ્યું છે. આ લેખાનુંદાનમાં ખેડૂતો માટે ખાસ જોગવાઇઓ કરાઈ છે. નીતિનભાઈના ખેડૂતો માટે બજેટમાં લ્હાણી છતાં આ વર્ષે ખેડૂતોની સૌથી વધારે નારાજગી સરકાર સામે રહી છે. ખેડૂતોને પાકના ભાવ મળતા નથી તે…

ગુજરાત સરકારનું લેખાનુંદાન LIVE : ક્લિક કરી જાણો તમામ અપડેટ

નીતિન પટેલે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. જ્યાં તેમણે ગુજરાતની ભાજપની સરકારની યોજનાઓની સફળતા વિશે વાત કરી હતી. બજેટમાં નીતિન પટેલ પાસે ગુજરાત ચૂંટણી સમયે મોટી રાહત રાખી બેઠુ છે. ટેકાના ભાવે સફળ ખરીદી અને ખેડૂતોના લાભની તેમણે વાત કરી…

પ્રશ્રોત્તરીકાળમાં વિધાનસભામાં રૂપાણી સરકાર સામે પડી પસ્તાળ, સરકારે કર્યા આ ખુલાસા

ગુજરાત વિધાનસભા સત્રના બીજા દિવસે પ્રશ્નોત્તરી કાળમાં નલિયા સેક્સકાંડને લઈને રચાયલી કમિટી પર ચર્ચા થઈ હતી. જસ્ટીસ દવે કમિશન પાછલ સરકારે 70 લાખ 27 હજાર 238 રૂપિયાના ખર્ચનો ખુલાસો થયે છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુસડીયાએ જસ્ટિસ દવે કમિશનના ખર્ચ અંગે…

નીતિનભાઈ પાસે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની આ છે અપેક્ષા, જાણો કયા ધારાસભ્યે શું કહ્યું

ગુજરાતનું લેખાનુદાન બજેટ રજૂ થવાનું છે. તે પહેલા વિપક્ષ કોંગ્રેસ પણ સરકાર પાસે અપેક્ષાથી જોઈ રહી છે. ખાસ કરીને પ્રજાના પ્રશ્નો બજેટમાં ઉકેલાય. યુવાનોને રોજગારી, ગ્રામીણ મહિલાઓ માટે મંડળીઓ ખુલે તેવી માંગ ઉત્તર ગુજરાતના ત્રણ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ભરત ઠાકોર…

નીતિનભાઈએ બજેટ મામલે કરી દીધો ખુલાસો, મળશે ગુજરાતીઓને આ લાભો

ગુજરાતનું ટૂકાગાળાનું લોકસભાની ચૂંટણી પહેલાં મળેલું બજેટ સત્ર અતિ તોફાની બને તેવી પૂરી સંભાવના છે. કોંગ્રેસ અને ભાજપ બંને આક્રમક મૂડમાં છે. સત્રમાં વિપક્ષ ખેડૂતોના મુદ્દે જો કોઈ આક્રમક વલણ અપનાવે તો તેનો મજબૂતાઈથી વળતો જવાબ આપવા માટે રાજ્ય અને…

ગુજરાતનું 2019-20નું સામાન્ય અંદાજપત્ર રજૂ નહીં થાય, જાણો આ છે કારણ

લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ સમગ્ર દેશમાં શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારનું બજેટ લોકસભાની ચૂંટણી બાદ રજૂ થશે. ફેબ્રુઆરી મહિનામાં પરંપરાગત રીતે વિધાનસભાનું બજેટ સત્ર મળશે પરંતુ…

ગુજરાતમાં પ્રથમ બજેટનું કદ હતું 115 કરોડ રૂપિયા, નાણાં પ્રધાન નહીં આ સીએમે રજૂ કર્યું હતું બજેટ

ગુજરાતમાં બજેટ રજૂ કરવાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટું પડ્યા બાદ અસ્તિત્વમાં આવેલા ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ હતું. જોકે તે સમયે બજેટનું કદ 115 કરોડ રૂપિયા હતું. કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ…

2019-20ના 15માં બજેટનું કદ 2,00,000 કરોડ હશે પણ વચગાળાનું બજેટ મુકાશે

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. આ સત્ર માત્ર એક સપ્તાહ માટે મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણી હોવાને કારણે આ વખતે પૂર્ણ સમયનું બજેટ રજૂ કરવામાં નહીં આવે, પરંતુ વચગાળાનું બજેટ મુકાશે. 60,000થી 65,000 કરોડનો ખર્ચ મંજૂર કરી…

ગુજરાતમાં ગત વર્ષે નીતિનભાઈએ આપી હતી આ રાહતો, જાણો એક જ ક્લિકે

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મંગળવારે 20 ફેબ્રુઆરીએ ર૦૧૮-૧૯ના વર્ષનું બજેટ રજુ કર્યુ હતું. જેમાં કોઇ નવા કરવેરા નથી કે કોઈ કર રાહતો આપવામાં આવી ન હતી. દારૂ મોંઘો કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂ પરના દર વધારાના કારણે રાજય સરકારને…

વિધાનસભામાં બજેટ સમયે શું થયું કે રાજ્યપાલ બોલતા-બોલતા ઉભા રહી ગયા

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસના ધારાસભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રાજ્યપાલ ઓ.પી. કોહલી ગૃહમાં ભાષણ આપી રહ્યા હતા. ત્યારે કોંગી સભ્યોએ લેખાનુદાનને બદલે પૂર્ણ બજેટ રજૂ કરવાની માંગણી સાથે હોબાળો મચાવ્યો હતો. પરિણામે રાજ્યપાલે તેમનું ભાષણ ટૂંકાવવાની…

વિધાનસભામાં ધાનાણીએ વાટ્યો ભાંગરો તો જગદીશ પંચાલ શોક પ્રસ્તાવમાં ઊંઘતા રહ્યા

વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે શોકાંજલિ સંદેશ વિપક્ષના ધારાસભ્ય પરેશ ધાનાણીએ ભાંગરો વાટ્યો હતો. તેઓએ પુલવામા આતંકી હુમલામાં જાન આપનારા વીર જવાનોને તો શહીદ ગણાવ્યા. પરંતુ શોકાંજલિ સંદેશ સમયે ગૃહના તમામ પૂર્વ મૃત સભ્યોને શહીદ તરીકે ગણાવી દીધા. આજે સત્રમાં…

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનો હોબાળો, આવતીકાલે લેખાનુંદાન

ગુજરાતમાં આજે વિઘાનસભા સત્રમાં પ્રથમ દિવસે જ હોબાળો મચ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોનાં દેવામાફી મામલે દેખાવો કરતાં રાજ્યપાલે પ્રવચન ટૂંકાવી દેવું પડ્યું હતું. રાજ્યપાલ ગૃહમાંથી નીકળી ગયા છે. અને 15 મીનિટ માટે ગૃહની કામગીરી બંધ કરી દેવાઈ છે. આ દેખાવોમાં…