GSTV
Gandhinagar Gujarat budget-2022 Kutch ગુજરાત ટોપ સ્ટોરી

જળ સુરક્ષા કવચ/ તરસ્યા ગુજરાતને પાણીદાર બનાવવા ૫૩૩૯ કરોડની જોગવાઈ, અંતરિયાળ ગામડાઓ સુધી પાણી પહોંચાડવા સરકારનો આ છે પ્લાન

પાણી

ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ તેમની રાજકીય કારકિર્દીમાં પ્રથમ વખત આગામી વર્ષ 2022-23નું આ બજેટ રજૂ કર્યુ છે. 2 લાખ 43 હજાર 965 કરોડનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત હોવાથી વિવિધ સમાજ અને વિસ્તારને ધ્યાને લઇ બજેટમાં જનકલ્યાણની અનેક યોજનાઓ જાહેર થવાની સંભાવના હતી. આ વચ્ચે નાણામંત્રીએ જળસંપત્તિ માટે મોટી જાહેરાત કરી છે.

જળસંપત્તિ પ્રભાગ માટે ૫૩૩૯ કરોડની જોગવાઇ

રાજ્યની જીવાદોરી સમી સરદાર સરોવર યોજનાનું કામ મહદંશે પૂર્ણ થતા ૬૯ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થઇ છે. સમગ્ર રાજ્યને જળ સુરક્ષાનું કવચ મળેલ છે. પર ડ્રોપ મોર ક્રોપના સિદ્ધાંતને ધ્યાને લઇ જળ સંસાધનોના અસરકારક વપરાશ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.

પાણી

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજનાના ૧૩૭૧ કિલોમીટર લંબાઈના ૨૪ પેકેજની કામગીરી પૂર્ણ થયેલ છે. જયારે ૧૧૫૦ કિલોમીટર પાઇપલાઇનના ૭ પેકેજોના કામો પ્રગતિ હેઠળ છે. આ કામગીરીથી ૫૩ જળાશયો, ૧૩૦ જેટલા તળાવો અને ૮૦૦ કરતાં વધુ ચેકડેમોમાં મા નર્મદાના પાવન નીર વહેવડાવવામાં આવી છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાનું પાણી પૂરું પાડ્યા જળાશયોને નર્મદા યોજનાના પાણીથી ભરતા આ શહેરોની પાણીની સમસ્યાનો મહદંશે ઉકેલાઇ છે. આ યોજના માટે ર૭૧૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઇ સુવિધાઓના આયોજન માટે ૨૪૩૬૯ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના ૬ તાલુકાના અંદાજે ૧ લાખ ૧૪ હજાર હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ યોજના માટે ૨૨૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

કચ્છમાં ૨૩૫૦ કરોડના ખર્ચે મોટા ચેકડેમો અને હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો બનશે

 • કચ્છમાં આગામી પાંચ વર્ષમાં ૨૩૫૦ કરોડના ખર્ચે મોટા ચેકડેમો અને પાણી સંગ્રહ માટેના હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે જોગવાઈ ૬૫ કરોડ,
 • . સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા આધારિત ૨૧૬૦૦ કરોડની સરા દાંતીવાડા પાઈપલાઈનની કામગીરી થકી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોને પૂરક સિંચાઇનો લાભ આપવા જોગવાઈ ૨૯૩ કરોડ.
 • બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ આપવા પ્રગતિ હેઠળની થરાદી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે ૬૭૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
 • વાત્રક નદીમાંથી અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાઓના ૭૨ તળાવો થકી સિંચાઇનો લાભ આપવા માટે ૧૮૬ કરોડની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના ૩૦ તળાવોથી સિંચાઇનો લાભ આપવા માટે ૭૫ કરોડની યોજના છે. બંને યોજના માટે કુલ જોગવાઇ ૪૫ કરોડ છે.
 • સાબરમતી નદી પર ૨૨૦૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ હીરપુરા અને વલાસણા બેરેજ માટે ૨૩૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
 • ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ અને યાત્રાધામ તરીકે વિકસાવવા ૨૨૦૦ કરોડના આયોજન હેઠળ બેરેજ બનાવવા માટે ૨૩૦ કરોડની જોગવાઇ છે.
 • સિંચાઈ સુવિધાથી વંચિત રહેલ ગામોને સિંચાઈનો લાભ આપવા માટે ૬૨૫ કરોડ ફાળવવામાં આવ્યા
 • કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, મહુધા, ગળતેશ્વર, બાલાસિનોર, લુણાવાડા, બાયડ વગેરે તાલુકાઓમાં આગામી પાંચ વર્ષમાં રૅ૨૦૦ કરોડની કિંમતની રીચાર્જવેલ, પાણીના સ્ત્રોતો સાથે નેટવર્કીંગ, તળાવોની કેપેસીટી વધારવી વગેરે કામગીરીઓ તબક્કાવાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જોગવાઈ રૅ૧૪ કરોડ.
 • અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના સાણંદ,બાવળા અને વિરમગામ તાલુકાના સિંચાઈ સુવિધાથી વંચિત રહેલ ગામોને સિંચાઈનો લાભ આપવા માટે ૬૨૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. ખોરસમ – માતપુર – ડીંડરોલ પાઈપલાઈનને લંબાવી મુકતેશ્વર જળાશયમાં નર્મદાના પૂરના વધારાના પાણી પહોંચાડવાની કામગીરી માટે ૨૧૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
 • વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સિંચાઈ સુવિધા અને રીચાર્જીંગ માટે રૅ૩૦૮ કરોડની પોઈચા વિયરની કામગીરી માટે જોગવાઈ ૧૫ કરોડ.
 • . કડાણા નહેર આધારિત પાઇપલાઇન દ્વારા કડાણા, સંતરામપુર અને લુણાવાડા તાલુકાનાં વિવિધ તળાવો ભરવાની યોજનાના કામો માટે ર૧૦ કરોડની જોગવાઇ છે
 • . સુરત જિલ્લાના ઉમરાપાડા તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુલ ૭૩ ગામોમાં સિંચાઇ સુવિધાનો લાભ આપવા માટે પ્રગતિ હેઠળની ૬ ૭૧૧ કરોડની તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે ૨૧૬૧ કરોડ ફાળવવામાં આવ્યા છે.

Read Also

Related posts

ગુજરાત ચૂંટણી / પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર થશે મતદાન,  788 ઉમેદવારો છે મેદાનમાં

Nakulsinh Gohil

વડોદરા / ગુજરાતની ચૂંટણીમાં US રાષ્ટ્રપતિ જો બાયડેનની ચર્ચા, જાણો શું છે સમગ્ર મામલો

Nakulsinh Gohil

અમદાવાદ / તબિયત બગડી છતાં અમિત શાહે વડોદરાની સભા રદ્દ કરી વેજલપુરની સભા સંબોધી

Nakulsinh Gohil
GSTV