GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

BUDGET 2020 : 15 લાખ રૂપિયામાં હવે તમારું ઘરનું ઘર, આટલા પૈસા તો માત્ર રૂપાણી સરકાર આપશે

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યા છે. બજેટ રજૂ કરતાં શરૂઆતમાં તેમણે કવિતા ગાય હતી અને જણાવ્યું હતું કે આ અમે સૌએ ભેગા મળીને રચના કરી છે. આ સાથે જ બજેટમાં જેના પર સૌ કોઈની નજર હતી તે શહેરી નિર્માણ અને શહેરી વિકાસ માટે નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે રૂપિયા 13,440 કરોડ રૂપિયાની જોગવાઈ છે. ભાજપ સરકારે શહેરી વિકાસને ધ્યાનમાં રાખતા 45 ટકા નાગરિકો માટે પાયાની જાહેર સુવિધાઓ પૂર્ણ પાડવામાં આવી હોવાનું જણાવ્યું હતું. નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમે આગામી સમયમાં શહેરોને આધુનિક સુવિધાથી સુસજ્જ કરવા માગીએ છીએ. નીતિન પટેલે સ્માર્ટ સિટી યોજનાને આગળ લઈ જતા સ્માર્ટ ટાઊન બનાવવા માટેનું આયોજન કરવાનું હોવાની વાત વહેતી મુકી હતી.

શહેરી વિકાસ

  • સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ.૪,૫૪૪ કરોડની જાગવાઈ
  • ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠાની સુવિધાઓ ઊભી કરવા માટે રૂ.૧,૧૬૯ કરોડની જાગવાઈ
  • નગરપાલિકાઓમાં સુવિધાઓ વિકસાવવા માટે રૂ.૫૦૦ કરોડની જાગવાઈ
  • મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રૂ.૫૦૦ કરોડની જાગવાઈ
  • મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ફ્લાય ઓવરબ્રિજ બનાવવા ૫૦૦ કરોડની જાગવાઈ
  • જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવા રૂ.૨૫૦ કરોડની જાગવાઈ
  • નદીઓ અને તળાવોમાંથી જલકુંભી અને કચરો કાઢવા મહાનગરપાલિકાઓને સાધનો ખરીદવા રૂ.૧૫ કરોડની જાગવાઈ
  • અમૃત યોજના અંતર્ગત રૂ.૮૦૦ કરોડની જાગવાઈ
  • સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા રૂ.૫૯૭ કરોડની જાગવાઈ
  • શહેરોને સ્વચ્છ બનાવવા રૂ.૨૦૦ કરોડની જાગવાઈ
  • રેલવે ફાટરો પર ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવા રૂ.૨૦૦ કરોડની જાગવાઈ
  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સૌને ઘર પૂરા પાડવા રૂ.૮૩૦ કરોડની જાગવાઈ
  • રૂ.૧૫ લાખની મર્યાદામાં આવાસની ખરીદીમાં રૂ.૧ લાખની સહાય આપવા રૂ.૫૦ કરોડની જાગવાઈ
  • સુરત, અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ આગળ ધપાવવા માટે રૂ.૪૦૬ કરોડની જાગવાઈ
  • ગાંધીનગરમાં ગીફ્ટ સિટી માટે શેરમૂડી ફાળા પેટે રૂ.૨૦૦ કરોડની જાગવાઈ

શહેરી વિકાસ યોજનામાં શું મળ્યું ?

ભાજપ સરકાર દ્રારા નાગરિકોને આપવામાં આવેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે કુલ 4544 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ સાથે જ શહેરી વિકાસમાં ભૂગર્ભ ગટર તેમજ પાણી પુરવઠાની સુવિધાઓ ઉભી કરવા માટે રૂપિયા 1169 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

પાણી વિતરણ કરવા માટે 500 કરોડની સહાય

ઉનાળાની શરૂઆત થવાની છે અને પાણીની સમસ્યા સામે આવવાની છે. જેની સામે સરકારે પહેલાંથી જ બાંયો ચડાવી લીધી છે. આ માટે શહેરી વિસ્તારોમાં પાણી માટેના પોકારો ઉઠે તે પહેલાં જ ગુજરાત સરકારે પીવાના પાણીનો પૂરતો જથ્થો છે, પરંતુ પાણી વિતરણની કરવાની વ્યવસ્થા અપૂરતી છે, તેવી નગરપાલિકાઓની સુવિધાઓને વિકસાવવા માટે રૂપિયા 500 કરોડની સહાય કરવામાં આવી છે.

સડક નિર્માણ અને ફ્લાયઓવર બનશે.

રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાઓને ડામવા માટે રાજ્ય સરકારે આ બજેટમાં ફ્લાય ઓવરનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી. સડક નિર્માણ માટે નાણામંત્રી નીતિન પટેલે 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ સાથે જ ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે. કુલ 500 કરોડ રૂપિયા ફ્લાય ઓવર બનાવવા માટે આપવામાં આવ્યા છે.

ગામડાંઓ નહીં રહે વિકાસથી વંચિત

હવે મહાનગરોની આસપાસ આવેલા ગામડાંઓ પણ મહાનગરની અંદર એનકેન પ્રકારે સમાવેશ થઈ જાય છે. આવા વિસ્તારો પણ વિકાસથી વંચિત ન રહી જાય આ માટે ગુજરાત સરકારે કુલ 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જેથી હવે શહેરોની સાથે સાથે ગામડાંઓનો વિકાસ પણ સંભવિત બનશે. પણ માત્ર એ ગામડાંઓ જે મહાનગરની બોર્ડની આસપાસ આવેલા હોય. અન્ય ગામડાંઓ પર નાયબ મુખ્યપ્રધાને કોઈ જાહેરાત નહોતી કરી.

સ્માર્ટ ટાઊન બનાવવા શહેર દીઠ 20 કરોડ રૂપિયા

શહેરો વચ્ચે સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું થાય આ માટે સ્માર્ટ ટાઊન હેઠળ અ અને બ વર્ગની નગરપાલિકાઓમાંથી સ્પર્ધા દ્રારા પસંદ કરવામાં આવેલ પાંચ નગરપાલિકાઓમાં વિકાસના કામો માટે પ્રતિ વર્ષ રૂપિયા 20 કરોડ લેખે 100 કરોડ ફાળવવામાં આવશે. જેથી પાંચ મહાનગરોને 20 કરોડ રૂપિયા ઉપરથી મહાનગરોની સૌથી મોટી સમસ્યા તળાવ અથવા તો નદીમાં કચરો ભરાઈ જવાની છે. જેને કાઢવા માટે મહાનગરપાલિકાઓને ટાંચા સાધનો ખરીદવા રૂપિયા 15 કરોડ રૂપિયા આપવામાં આવશે.

અમૃત યોજનાને 800 કરોડ

અમૃત યોજના અંતર્ગત સરકારે 8 મહાનગરપાલિકાઓ અને 23 નગરપાલિકાઓને પાણી પુરવઠા, ગટર, વરસાદી પાણીનો નિકાલ, પરિવહન જેવી સુવિધાઓ માટે 800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 6 શહેરોમાં વિસ્તાર મુજબ વિકાસના કામો જેવા કે એરિયાને ડેવલપમેન્ટ કરવો, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ઈન્ટરમોડલ ટ્રાન્સપોર્ટ હબ, CCTV ઈન્ટરનેટ કનેક્ટીવીટી વગેરે માટે કુલ 597 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

સ્વચ્છ ભારત મિશન

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યના નાગરિકોને આરોગ્યપ્રદ વાતાવરણ પૂર્ણ પાડવા માટે 200 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો રેલવે ફાટકો પર ઓવરબ્રીજ અથવા અન્ડરબ્રીજ બનાવવા 200 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીના સ્વપ્ન તરફ સરકાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્લાસ્ટિક મુક્ત ભારતની દિલ્હીના લાલ કિલ્લા પરથી આહલેક કરી હતી. જેના ભાગરૂપે પ્લાસ્ટિક વીણવાનું કામ કરનારા રેગપિકર્સ શ્રમજીવીઓને સહાય અને અન્ય કામો માટે રૂપિયા 56 કરોડની જોગવાઈ આપવામાં આવી છે.

15 લાખ રૂપિયામાંથી એક લાખ સરકાર આપશે

ભાજપની સરકાર સૌને પોત પોતાનું ઘર આપવાની વાતો કરે છે. 2022 સુધીમાં સૌને પોતાનું ઘર હોય આ માટેનો રાજ્ય સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છ લાખ આવાસોને મંજૂર કરવામાં આવતા. કુલ 830 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો આર્થિક રીતે પછાત હોય તેવા લોકોને પંદર લાખ રૂપિયાની મર્યાદામાં આવાસની ખરીદી કરશે, રાજ્ય સરકાર તરફથી એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેથી ઘરનું ઘર ખરીદનારા લોકો માટે આ બજેટમાં એક ખુશ ખબર લઈને આવ્યું છે.

મેટ્રો પ્રોજેક્ટને પણ મળી આ ભેટ

સુરતના મેટ્રો પ્રોજેક્ટ અંગે વાત કરતા નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટની શરૂઆત માટે તેમજ અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની કામગીરી આગળ ધપાવવા માટે કુલ 406 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva

દીવ હોટેલ એસોસિએશન હજુ હોટેલો ખોલવા નથી તૈયાર, આ વાતનો છે ડર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!