GSTV
Gujarat Government Advertisement

નીતિન પટેલના પટારામાંથી ગુજરાતની 6 કરોડ જનતા માટે શું નીકળ્યું

Last Updated on July 2, 2019 by Bansari

આજે ગુજરાત સરકાર દ્રારા બાકીના 8 મહિનાનું લેખાનુંદાન પારિત કરવામાં આવ્યું છે. આ પહેલા ગુજરાત સરકારે 4 મહિનાનું બજેટ લોકસભા ચૂંટણી પહેલા પસાર કર્યું હતું. જેમાં વિધાનસભા સત્રના પ્રારંભમાં પ્રશ્નોતરી અને શોકદર્શક ઉલ્લેખો બાદ નીતિન પટેલ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું. બજેટમાં રોજગારી અને અગાઉ લેખાનુદાન સમયે બજેટનું કદ 1.91 લાખ કરોડ નક્કી કરાયું હતું. જેમાંથી ચાર મહિનાના ખર્ચ પેટે રૂ. 639.39 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે પૂર્ણ બજેટનું કદ 1.91 લાખ કરોડથી વધીને 2 લાખ કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે 64 હજાર કરોડનું લેખાનુદાન રજૂ કર્યું હતું. ચૂંટણીનો માહોલ હોવાથી સરકારે સ્વાભાવિક રીતે જ માછીમારો, ખેડૂતો, આદિવાસીઓ તેમજ મહિલાઓ એમ તમામ વર્ગને રીઝવવા અનેક મહત્વની જાહેરાતો કરી હતી.

બજેટ LIVE UPDATE

  • નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બજેટમાં ચાર મહિનાના પારિત કરેલા બજેટ વિશે જણાવ્યું હતું અને આ બજેટની પ્રશંસા કરી હતી. તેમણે ગૃહમાં લોકસભા ચૂંટણીના વખાણ કર્યા હતા. અને નરેન્દ્ર મોદી અમિત શાહ આ ગૃહમાંથી ગયા છે તે ગૌરવની વાત છે તેવી વાત વહેતી મુકી હતી.
  • બજેટમાં જળ વ્યવસ્થાપન પર ભાર મુકાશે, બજેટમાં સૌનો સાથ સૌનો વિકાસને ધ્યાનમાં લેવાયું ગ્રીન અને ક્લીન એનર્જી પર ભાર મુકાયો
  • વર્ષ 2022 સુધીમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનું કામ શરૂ કરશે
  • 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાનો ઉપયોગ કરી પાણીને પ્રોસેસ કરી પાણીનો ઉપયોગ કરાશે
  • નલ સે જલ યોજના હેઠળ 20,000 કરોડનો ખર્ચ
  • 2022 સુધીમાં ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવશે
  • 2002 સુધીમાં 30,000 મેગાવોટ બજેટનું આયોજન
  • નવી સોલાર રૂફટોપ જાહેર કરાઈ
  • ભારત સરકારે રાજ્યના ૨૮ લાખ ખેડૂતોને બે હપ્તામાં ૧,૧૩૧ કરોડ ચુકવ્યા છે, તે બદલ ભારત સરકારનો આભાર
  • ભારત સરકારે બે હેક્ટરની મર્યાદા દૂર કરી તેથી રાજ્યના બધા ખેડૂતોને લાભ મળશે. ૧૧૩૧ કરોડની માતબર રકમ મળી છે તેના કરતાં પણ મોટી રકમની ભેટ ગુજરાતના ખેડૂતોને મળશે
  • રાજ્યની આરોગ્ય લક્ષી યોજના માટે આવકની મર્યાદા ત્રણ લાખ કરતાં લાભાર્થીઓની સંખ્યા ૭૨ લાખથી વધી
  • રિવોલ્વંગ ફંડની વ્યવસ્થા ઉભી કરાઇ છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજાનામાં ૨૮ લાખ ખેડૂતોને સહાય આપી
  • બજેટનું કદ બે લાખ ચાર હજાર ૮૧૫ કરોડનું છે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૭૧૧૧ કરોડની જાગવાઇ
  • આ વખતના બજેટમાં પાણીના વ્યવસ્થાપન પર ભાર મૂકાયો
  • પાણીદાર ગુજરાતના સૂત્ર હેઠળ જળસંચય પર ભાર
  • વરસાદી પાણી જમીનમાં ઉતારવાની યોજના પર ભાર
  • આગામી ત્રણ વર્ષમા ૧૫ લાખ યુવાનો ને રાજગાર આપવામાં આવશે
  • ખેડૂતોને વ્યાજ સહાર માટે રૂ. ૯૫૨ કરોડની જાગવાઇ
  • ગ્રીન એનર્જી પર ભાર મૂકાયો.
  • ૧૩ હજારથી વધુ ગામોમાં પીવાના પાણીનું વિતરણ કરવાની વ્યવસ્થા
  • ૨૦૨૨ સુધીમાં દરેક ઘર સુધી નળ દ્વારા પાણી પહાંચાડાશે.
  • દરિયાકાઠા મા 8 ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે ગંદા પાણીને ટ્રીટ કરીને પુનઃઉપયોગ 300એમ.એલ.ડી ના પ્રોજેકટ સ્થપાશે
  • માઇક્રો ઈરીગેશન વ્યાપ વધારાશે 18 લાખ હેકટર વિસ્તાર આવરી લેવાશે ૧૧.૩૪ લાખ ખેડૂતોને લાભ
  • કાયદા વિભાગ માટે રૂ. ૧૬૫૩ કરોડની જોગવાઈ અને નવી ૪૩૪ કોર્ટ બનાવશે
  • પત્રકારત્વનો અભ્યાસ કરનારા યુવાનો માટે મીડિયા ફેલોશીપની જાહેરાત તેના માટે રૂ.૨૮ લાખની જોગવાઈ
  • સ્પોર્ટ્સ અને યુવા વિકાસ વિભાગ માટે રૂ.૫૭૯ કરોડની જોગવાઈ
  • ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવશે
  • ખેલ મહાક મહાકુંભના આયોજન માટે રૂ.૭૬ કરોડની જોગવાઇ, જેપૈકી દિવ્યાંગ
  • રમતવીરોના વિશેષ મહાકુંભ માટે રૂ. ૯ કરોડની જોગવાઇ.
  • વર્ષ 2013માં ગુજરાતની રીન્યૂએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા 4126 મેગાવોટ હતી,
  • આજે વધીને 8855 મેગાવોટ થઈ છે
  • આગામી 3 વર્ષમાં તેને 30 હજાર મેગાવોટ કરવાનો લક્ષ્યાંક

મહિલા અને બાળ વિકાસ – સરકારે નવી યોજના કરી લોન્ચ 

  • આંગણવાડીમાં પૂરક પોશાક માટે રૂ.751 કરોડની જોગવાઈ
  •  વિધવા મહિલાઓને પેંશન આપવા માટે રૂ.376 કરોડની જોગવાઈ
  •  પૂર્ણા યોજનામાટે રૂ.87 કરોડની જોગવાઈ
  •  1200 આંગણવાડી બનાવવા માટે રૂ.24 કરોડની જોગવાઈ
  •  સરકારે નવી યોજના વ્હાલી દીકરી લોન્ચ કરી
  •  આ યોજના હેઠળ દીકરીને પ્રથમ ધોરણમાં રૂ.4000, નવમા ધોરણમાં રૂ.6000 અને 18 વર્ષની વય બાદ રૂ. 1 લાખ અપાશે
  •  વ્હાલી દીકરી યોજના માટે રૂ.133 કરોડની જોગવાઈ

 બાગાયત માટે કરાઈ મહત્વપૂર્ણ જાહેરાતો

  •  પંચમહાલ, નર્મદા અને અરવલ્લીમાં સેન્ટર ફોર એક્સલન્સ સ્થાપવા રૂ.8 કરોડની જોગવાઈ
  •  બાગાયતી પાકના મૂલ્યવર્ધન માટે ગુજરાત હોટિકલચર નોલેજ સોસાયટીની સ્થાપના કરશે   ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં નવા  બાગાયત ડિવિઝન માટે રૂ.60 લાખની જોગવાઈ

સામાજિક ન્યાય માટે રૂ.4212 કરોડની જોગવાઈ

  •  ધો. 1થી 10માં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિ અને જનજાતિનાં વિધાર્થીઓને ગણવેશ સહાય માટે રૂ.601 કરોડની જોગવાઈ
  • ડો. આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાલ યોજનાં હેઠળ મકાન બાંધવા રૂ.186 કરોડની જોગવાઈ
  •  અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે રૂ.74 કરોડની જોગવાઈ
  •  કુંવરબાઇના મામેરા યોજના હેઠળ સહાય માટે રૂ.74 કરોડની જોગવાઈ
  •  રાજ્યમાં વિવિધ સ્થળે કન્યા અને કુમાર છાત્રાલયો બાંધવા માટે રૂ.15 કરોડની જોગવાઈ
  • સમરસતા કુમાર – કન્યા છાત્રાલયનાં બાંધકામ માટે રૂ.9 કરોડની જોગવાઈ
  •  5 નવા સરકારી છાત્રાલયો શરુ કરવા માટે રૂ.3 કરોડની જોગવાઈ

 દિવ્યાંગો – વૃદ્ધો પર ભાર મુકાયો 

  • વૃદ્ધ પેંશન સહાય યોજના માટે રૂ.751 કરોડની જોગવાઈ
  •  દિવ્યાંગો માટે તાલીમ સેન્ટર ઉભા કરી રોજગારલક્ષી તાલીમ આપવા માટે રૂ.8 કરોડની જોગવાઈ
  •  સરકારી બાલ સંરક્ષણ ગૃહો શરુ કરવા રૂ.7 કરોડની જોગવાઈ
  •  માનસિક બીમારી બાદ સ્વસ્થ થયેલ લોકોના પુનરોત્થાન માટે રૂ. 5 કરોડની જોગવાઈ
  • દિવ્યાંગ કલ્યાણ સંસ્થા શરુ કરવા માટે રૂ.5 કરોડની જોગવાઈ
  • 10 નવા વૃદ્ધાશ્રમ શરુ કરવા રૂ. 1 કરોડની જોગવાઈ   ટ્રાન્સજેન્ડર્સ માટે રૂ.50 લાખની જોગવાઈ 


કૃષિ ખેડૂત કલ્યાણ :

  •  ખેડુત યોજનાના અમલ ભાટે 2771 નવી જગ્યાઓ ભરાશે: આ વર્ષે 1121 ભરાશે
  •  ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા દરે પાક ધિરાણ ખેડૂત વ્યાજ સહાય આપવા રૂ 952 કરોડની જોગવાઇ
  •  પ્રધાન મત્રી ફસલ વીમા યોજના હેઠળ 18 લાખ ખેડૂતૉ ને આવરી લેવાશે: 1073 કરોડની જોગવાઇ

    રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 299 કરોડ, ફાર્મ મીકેનાઇઝેશન માટે 235 કરોડ, ફુડ પ્રોસેસીગ માટે 34 કરોડ
  • રાસાયણિક ખાતર માટે 25 કરોડ, સેટેલાઇટ ઇમેજ ડ્રોન ફોટોગ્રાફી માટે 25 કરોડ
  •  બાગાયત વિકાસ માટે સેન્ટર ઓફ એકસેલન્સ માટે 8 કરોડ
  • પશુપાલન4000 ડેરી ફાર્મ સ્થાપવા 134 કરોડની જોગવાઇ, 460 ફરતા પશુ દવાખાના માટે 47 કરોડ, મુખ્યમંત્રી નિશુલ્ક પશુ સારવાર યોજના માટે 28 કરોડ
  •  ડેરી વિકાસ પશુ પાલકોને સાધન સહાય માટે 36 કરોડ, ગૌ સેવા વિકાસ માટે 38 કરોડ
  • સહકાર કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 33 કરોડ, ગોડાઉન બાધકામ માટે 11 કરોડ
  • મત્સ્યોદ્યોગ માગરોળ, નવાબંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર, સૂત્રાપાડા મત્સ્ય બંદર વિકાસ માટે 210 કરોડ
  • ફીશીગ બોટ ડીઝલ વપરાશ માટે વેટ સહાય આપવા 150 કરોડ, કેરોસીન સહાય માટે 18 કરોડ

storm damaged crops
family farm surat

ગુજરાતના તાત માટે ખોલાશે દ્રાર :

  •  નર્મદાના કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને આગામી અષાઢી બીજથી ખેતી માટે પાણી અપાશે
  •  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અંદાજપત્ર  રજુ કરતા  વિધાનસભા ગૃહમાં  જાહેરાત કરી હતી કે, નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને આ વિસ્તારમાં કૃષિ સિંચાઈ માટે  આગામી અષાઢી બીજ એટલે કે રથયાત્રાના દિવસથી નર્મદાનું પાણી આપવામાં આવશે.
  • નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ અને ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકાર  દ્વારા ખેડૂતોના  હિતમાં પાણી છોડવાનો  આ નિર્ણય કરવામાં આવ્યો છે  તેમ નાયબ મુખ્યમંત્રીશ્રી અને નર્મદા મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે વિધાનસભાગૃહમાં  જણાવ્યું હતું

દરેકને રોજગારી અને કામ :

  • આગામી 3 વર્ષમા નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરાશે
  • નવા70 હજાર  સખી મંડળો નિર્માણ કરાશે 700 કરોડ ધિરાણ અપાશે
  • મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના સહિત વિવીધ રોજગાર યોજનાઓનો 15  લાખ યુવાનોને લાભઃ
  • આગામી 3 વર્ષમા મુદ્રા યોજના  હેઠળ 50 લાખ લાભાર્થીઓને લાભ
  • છેલ્લા સોળ વર્ષમા એક પણ વાર ઓવર ડ્રાફટ લીધો નથી
  • 7મુ અંદાજ પત્ર 2,04,815 કરોડનુ બજેટ

શિક્ષણને પ્રોત્સાહન :

  •  પ્રાથમિક શિક્ષણને જોર આપવા નવા 5 હજાર વર્ગખંડનું બાંધકામ કરશે
  • રાજ્ય સરકાર 454 કરોડના ખર્ચ સાથે અંદાજે દોઢ લાખ વિધાર્થીઓને મળશે સારી સગવડ
  • મધ્યાહન ભોજન માટેના અન્ય ત્રિવેણી યોજના માટે 1015 કરોડની જોગવાઈ
  • RTE હેઠળ 2.70 લાખ વિધાર્થીઓના 3000 રૂપિયા સરકાર ચૂકવશે, કુલ 341 કરોડ ફાળવશે
  • વર્ચયુઅલ ક્લાસરૂમ અને ભાર વિના ભણતર માટે ખર્ચાશે 103 કરોડ
  •  સ્કૂલોના શિસ્તના ડિજિટલાઈઝેશન માટે ફાળવાશે 100 કરોડ
  •  રાજ્યના 1.30 લાખ દિવ્યાંગ વિધાર્થીઓ માટે વિવિધ સુવિધા ઉભી કરવા રૂ. 46 કરોડની જોગવાઈ
  • AIના વિકાસ માટે ગુજરાતમાં યુનિવર્સિટી અને લેબની થશે સ્થાપના, ખર્ચ અંદાજે 50 કરોડ રૂપિયા ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 370 કરોડ, સરકારી કોલેજ, યુનિ ભવન માટે 206 કરોડ, કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ માટે 252 કરોડ.

ઉદ્યોગ વિકાસ :

  • ઉદ્યોગ અને ખાણ વિભાગ, કુટીર ઉદ્યોગ, પ્રવાસન, નાગરિક ઉદ્દયન બધું ભેગું મળી કુલ રૂ. ૬૩૦૧ કરોડની જોગવાઈ. લેખાનુદાન પ્રસ્તાવમાં ટેકસટાઇલ પોલીસી જાહેર કરવામાં આવી હતી. આ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રૂ.૧૫૦૦ કરોડની જોગવાઈ
  •  લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે રૂ.૮૮૦ કરોડ
  •  ઔદ્યોગિકની ઇન્ફ્રા સુવિધા વધારવા તથા તેને અપગ્રેડ કરવા માટે રૂ.૨૦૦ કરોડ
  •  માંદા એકમોને બેઠા કરવા માટે રૂ.૬૦ કરોડ
  •  સ્ટાર્ટઅપ હેઠળ આદિવાસી અને અનુસુચિત જાતિ માટે એક ખાસ પેકેજ તેના માટે રૂ.૫૨ કરોડ  અન્ય ઔદ્યોગિક પ્રોત્સાહન માટે રૂ.૪૧૦ કરોડ

જળ સંપત્તિ :

  • જળ સંપત્તિ માટે 7157 કરોડઃ બંધ જાળવણી, નહેર માળખા સુધારણા, સહબાગી સિચાઇ યોજના માટે
  •  સૌની યોજના ત્રીજા તબક્કાના 2258 કરોડના કામો પ્રગતિમા: 1880કરોડની જોગવાઇ
  •  થરાદથી સીપુ ડેમ પાઇપ લાઇન માટે 100 કરોડ , 6000 ગામોને લાભ
  •  આદિજાતિ વિસ્તારમા  27600 વિસ્તાર સિચાઇ માટે 962 કરોડ, તાપી કરજણ લીક પાઇપલાઇન માટે 720 કરોડ, અંબીકા નદી પર રીચાર્જ પ્રોજેકટ માટે 372 કરોડ,
  • સુરત જિલ્લા ના 23 હજાર ખેડૂતો માટે 245 કરોડ, કરજણ જળાશય માટે 220 કરોઠ, કડાણા જળાશય માટે 380 કરોડ.

રીન્યૂએબલ એનર્જીમાં રેકોર્ડ સર કરવાનો લક્ષ્યાંક

  • વર્ષ 2013માં ગુજરાતની રીન્યૂએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા 4126 મેગાવોટ હતી, આજે વધીને 8855 મેગાવોટ થઈ છે
  • આગામી 3 વર્ષમાં તેને 30 હજાર મેગાવોટ કરવાનો લક્ષ્યાંક
  •  રાજ્યની ગ્રામ પંચાયતમાં સોલાર વોટર પમ્પ બેસાડવા માટે રૂ.૧.૫૦ કરોડની જોગવાઈ  ઇ રીક્ષા ઉપર સહાય મળશે. ૮૦૦ લાભાર્થીઓ માટે રૂ.૨.૫૦ કરોડની જોગવાઈ

સરદારની શોભા વધારવા પ્રયાસ :

  • દરરોજ અંદાજે 10 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે છે, તેમ નીતિન પટેલે જણાવ્યું હતુ
  • સરદારના સ્ટેચ્યુની આસપાસ વેલી ઓફ ફ્લાવરસ, જુંગલ સફારી, શ્રેષ્ઠ ભારત ભવન, નેવીગેશન ચેનલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક, કેકેટ્સ ગાર્ડન, એકતા નર્સરી વિશ્વવન તેમજ રાત્રિ રોકાણ માટેની સુવિધાઓ ઉભી કરાશે
  •  આ હેતુ પાછળ રૂ. 260 કરોડનો ખર્ચ કરાશે

નવી સોલરરૂફ ટોપ યોજનાની જાહેરાત :

  • નીતિન પટેલે સૌરઉર્જાને પ્રોત્સાહન આપવા માટે નવી યોજનાની જાહેરાત કરી
  •  3 કિલોવોટ સુધીની સિસ્ટમ માટે નિયત કિંમત પર 40% સબસિડી
  •  3થી 10 કિલોવોટ સુધીની સિસ્ટમ પર 20% સબસિડી
  • યોજના પેટે  એક હજાર કરોડની ફાળવણી

પાક સંરક્ષણ અને સુરક્ષા પર પણ જોર

  • ખેતીની જમીન માપણી આધુનિક રીતે થાય તે માટે હાલ ૪૧ ડીફરન્શીયલ સીસ્ટમ છે તેમાં વીજી ૧૦૦ ખરીદવામાં આવશે અને તેના માટે રૂ.૨૫ કરોડની ફાળવણી
  • રાજ્યના અન્ન ગોડાઉનને આધુક્નીક બનાવવા માટે રૂ.૨૮ કરોડની ફાળવણી
  • કુપોષણ દુર કરવા માટે ફોર્ટીફાઈડ ચોખાનું વિતરણ. પાયલોટ પ્રોજેત્ક નર્મદા જિલાથી શરૂ કરવામાં આવશે.

Fuel સુવિધા ફ્યુઅલ અપ કરાશે :

  •  વર્ષ ૨૦૨૨ સુધીમાં નવા ચાર લાખ પીએનજી કનેક્શન અપાશે અને કુલ કનેક્શનની સંખ્યા ૧૮ લાખ થશે એવો લક્ષ્યાંક
  •  બે વર્ષમાં નવા ૩૦૦ CNG પમ્પ ઉભા થશે
  • ચાલુ વર્ષે લગભગ ૧.૨૫ લાખ નવા વીજ કનેક્શન ખેડૂતોને આપવામાં આવશે.

 ન્યાયપાલિકાને મજબૂત કરવાની નેમ

  •  ગુનો નોંધાય અને સજા પડે એ માટેનો કન્વિકશન રેઈટ ઘટાડી ૩૦ ટકા નીચે લઇ જવાની નેમ
  •  જેલ અને કોર્ટ વચ્ચે વિડીયો કોનફ્ર્સ્નીંગની સુવિધા વધારશે. રૂ. ૩૧ કરોડની જોગવાઈ
  •  મોટા અને મધ્યમ શહેરોમાં ટ્રાફિક સર્વેલન્સ માટે CCTV કેમેરા સીસ્ટમ માટે રૂ.૧૦૦ કરોડ

પર્યાવરણની જાળવણી માટે પાણી શુદ્ધિકરણ :

અમદાવાદ, જેતપુર અને વડોદર સહિતના ઉદ્યોગોથી ધમધમતા શહેરોના પાણીને ઉંડા દરિયામાં મોકલીને વૈજ્ઞાનિકે શુદ્ધ કરવાની યોજના

 PPP ધોરણે પાઈપલાઈન નાખવા માટે અપાશે કોન્ટ્રાકટ કુલ રૂ. 2275 કરોડ યોજના માટે આ વર્ષના બજેટમાંથી 500 કરોડની જોગવાઈ

 પ્રવાસન : 

  • પ્રવાસીઓને સુવિધા વધારા માટે રૂ.૪૭૨ કરોડની કુલ ફાળવણી
  • નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ આને દાંડી ટુરીઝમ  સકીટ ખાતે
  •  માળખાકીય સુવિધાના વિકાસ માટે રૂ,૧૦  કરોડની જોગવાઇ
  • . પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રે રોજગારની તકો ઉપલબ્ધ
  • કરાવવા માટે ૪,૧૦૦ યુવાનોને તાલીમ માટે રૂ.૧૨ કરોડ
  • જૂનાગઢનો ઐતિહાસિક અને પ્રાચીન ઉપરકોટ કિલ્લો એક હેરીટેજ સ્થળ છે તેના વિકાસ માટે રૂ. ૭ કરોડ

અન્ય જહેરાતો : 

  •  સિંહોના સવર્ધન માટે નવી શેત્રુંજી સાઈટ, સિંહો માટે એમ્બ્યુલન્સ, હોસ્પિટલ અને CCTV માટે રૂ.123 કરોડ
  •  નાગરિક ઉદ્દયન માટે રૂ.૪૪૨ કરોડની ફાળવણી
  •  વોટર એરોડ્રામ બનવાશે જેમાં સરદાર સરોવર, શેત્રુંજી ડેમ અને સાબરમતી રીવરફ્રન્ટનો સમવેશ. રૂ. ૫ કરોડની ફળવાની જાહેરાત
  •  સ્ટેચ્યુ ઓફ યુનિટીના એરિયલ વ્યુ માટે હેલીકોપ્ટર સેવા માટે રૂ.૧ કરોડ રાજપીપળાના એરોડ્રામ તરીકે વિકાસના સર્વે માટે રૂ. ૧ કરોડ


READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!