GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

મોટા સમાચાર / આ તારીખથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર, નવી સરકાર ચૂંટણીને અનુલક્ષી રજૂ કરશે અંદાજપત્ર

બજેટ

કેન્દ્રીય બજેટ પછી ગુજરાત વિધાનસભાનું બજેટ માર્ચ મહિનામાં રજૂ કરવામાં આવશે. સૂત્ર તરફથી મળતી માહિતી મુજબ ગુજરાત વિધાનસભાનું બજેટ 2 માર્ચે યોજાશે અને 3 માર્ચે વિધાનસભામાં નાણામંત્રી ગૃહમાં બજેટ રજૂ મળશે. બજેટની શરૂઆત રાજ્યપાલના ભાષણ સાથે થશે. રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. તેને ધ્યાનમાં રાખી આ વર્ષનું બજેટ રજૂ કરવામાં આવી શકે છે.

બજેટ

ગુજરાતની નવી ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ સત્ર આગામી 2 માર્ચથી શરૂ થશે. જ્યારે કે 3 માર્ચના રોજ નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇ બજેટ રજૂ કરે તેવી શક્યતા છે. રાજ્યપાલના સંબોધનથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. જ્યારે કે અંદાજપત્ર પર ચાર દિવસ ચર્ચા ચાલશે. તો પૂરક માંગણીઓ પર બે દિવસ ચર્ચા થશે. અંદાજપત્રની માંગણીએ પર ચર્ચા અને મતદાન માટે 12 દિવસ ચર્ચા થશે. જ્યારે કે સરકારી વિધેયકો પર 4 દિવસ ચર્ચા થશે. વિધાનસભાનું બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલશે. સત્ર દરમ્યાન 6 થી 8 દિવસ બે-બે બેઠકો યોજાશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને હોઈ શકે છે આ વર્ષનું બજેટ

આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. જેને લઈ રાજ્યની નવી રચાયેલી ભૂપેન્દ્ર સરકાર પર ખૂબજ દબાણ હશે. આગામી બજેટ ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને હોઈ શકે છે. આ બજેટથી રાજ્યના નાગરિકો તથા ખેડૂતોને ખૂબ જ અપેક્ષા છે. ઉપરાંત રાજ્યના બિઝનેસમેનોને પણ આ બજેટથી ખૂબજ અપેક્ષા છે. રાજ્ય સરકાર આ બજેટમાં કોઈ પણ વર્ગને નારાજ કરવા નહીં માગે. જો આમ થશે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેની અસર દેખાઈ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk
GSTV