GSTV
Gujarat Budget ગુજરાત ટોપ સ્ટોરી

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ કુલ રૂા. 2,43,965 કરોડનું રૂા નું બજેટ રજૂ કર્યું,સમાજના મધ્યમ અને નબળા વર્ગને આકર્ષવાનો પ્રયાસ

બજેટ

ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ કુલ રૂા. 2,43,965 કરોડનું રૂા. 560.09 કરોડની ચોખ્ખી પુરાંત સાથેનું બજેટ રજૂ કર્યું છે. કુલ પુરાંત 668.09 કરોડની છે. ગયા વર્ષના રૂા. 2,27,019 કરોડના બજેટની તુલનાએ આ વરસનું બજેટ 17000 કરોડ  આ સાથે જ તેમણે રૂા. 11,999  સુધીનો પગાર ધરાવતા નોકરિયાતોને પ્રોફેશનલ ટેક્સમાંથી સંપૂર્ણ માફી આપી દીધી છે.

હા, નવા બજેટમાં ગુજરાતની જનતાને માથે નવો કોઈ વેરાબોજ નાખવામાં આવ્યો નથી. આ બજેટમાં તેમણે કૃષિ અને ખેડૂત કલ્યાણ, શહેરી અને ગ્રામીણ આવાસ, આરોગ્ય-પરિવાર કલ્યાણ, મહિલા સશક્તિકરણ પર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ પર જ ફોકસ કરીને સમાજના મધ્યમ અને નબળા વર્ગને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. ખેડૂતોને રવી અને ઉનાળુ પાક માટે વ્યાજ સહાય આપતી જનવી  યોજનાની જાહેરાત કરી છે.

કિસાન સૂર્યોદય યોજનાના માધ્યમથી ખેડૂતોને રાત્રિને બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવા રૂા. 1400 કરોડની ફાળવણી કરવામાં આવી છે.  જોકે આ બજેટમાં દેશના જીડીપીમાં 8.4 ટકાનો ફાળો આપતા ગુજરાતના ઉદ્યોગોની અવગણના થઈ હોવાની લાગણી છે. ઉદ્યોગો માટે કોઈ ધ્યાન ખેંચે તેવી જાહેરાત કરવામાં આવી નથી.

શિક્ષણ

જોકે સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવાનો સહેજ પ્રયાસ કરવામાં આવ્યો છે તથા નાના અને મધ્યમ ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા વધારવા પગલાં લેવાયા છે. તેમ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા વધારવાની કોશિશ કરી હોવાથી અને કોસ્ટલ એરિયાના વિકાસનું આયોજન કર્યું હોવાથી ઉદ્યોગોને ફાયદો મળવાનું જણાતા ઉદ્યોગોએ મનેકમને સંતોષ માની લીધો છે. 

બજેટ રજૂ કર્યા પછી પત્રકારો સાથે વાતચીત કરતાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યની મહેસૂલીઆવક રૂા. 1,82,045.46 કરોડની થવાનો અંદાજ છે. જ્યારે મહેસૂલી ખર્ચ 1,81,039.60 કરોડ છે. આમ બજેટમાં કુલ પુરાંત રૂા. 560.09કરોડની રહેવાની છે. દેશના જીડીપીમાં 8.4 ટકાનો ફાળો આપતા ગુજરાતનો ગ્રોથ રેટ 113 ટકા રહેવાનો અંદાજ છે.

ગુજરાતના બજેટમાં ગુજરાતનું જાહેર દેવું 2022-23માં રૂા. 51001 કરોડનુ ંરહેવાનો નિર્દેશ આપવામાંઆવ્યો છે. આ દેવું કુલ બજેટના કદના અંદાજે 21 ટકા જેટલું છે. તેમ જ આ દેવું ચૂકવવા માટે થનારો ખર્ચ પણ મહેસૂલી આવકના 21.15 ટકાનો રહેવાનો અંદાજ આપવામાં આવ્યો છે. 

રાજ્યના બજેટમાં મહત્વની નવી યોજનાઓ

રાજ્યના બજેટમાં જાહેર થયેલી નવી યોજનાઓ આ પ્રમાણે છે.

 • * ખેડૂતોને રવી તેમજ ઉનાળુ પાક માટે પણ વ્યાજ સરહાય યોજના
 • * પશુપાલકો તથા માછીમારોને કૃષિ સમકક્ષ ટૂંકી મુદતનું ધિરાણ પર વ્યાજ રાહત યોજના.
 • * ગૌ- શાળા અને પાંજરાપોળ  નિભાવ તથા જાળવણી માટે 500 કરોડની ગૌ માતા પોષણ યોજના.
 • * વિશ્વ બેન્કના સહયોગથી 10,000 કરોડના રોકણ સાથે સ્કૂલ્સ ઓફ એકસેસન્સ પ્રોજેકટ હાથ ધરાશે
 • * સગર્ભા તથા ધાત્રી માતાઓને આહારમાં 100 દિવસનું કરિયાણું.
 • * પીએમ ગતિ શકિત્ત કાર્યક્રમ હેઠળ 100 લાખ કરોડના વિવિધ પ્રોજેકટ આગળ ધપાવાશે
 • * ગિફ્ટ સિટીમાં બુલીયન મર્કેટ શરૂ થશે
 • * કૃષિ ક્ષેત્રમા ડ્રોનના ઉપયોગને ધ્યાને રાખીને ડ્રોન સંશોધન તથા વિકાસ કેન્દ્ર શરૂ કરાશે

* પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડની રચના

* માછીમારોને રાહત આપવા હાઈસ્પીડ ડીઝળ વેટ રાહત યોજના માટે 230 કરોડ.

 • * સૌરાષ્ટ્રમાં સૌની યોજના માટે 710 કરોડ.
 • * દક્ષિણ ગુજરાતમાં નદીઓ ઉપર મોટા ચેકડેમ , બેરેજ , વિયર માટે 500 કરોડ.
 • * દરિયાઈ ખારાશ અટકાવવા માટે 250 કરોડની યોજના.
 • * હર ઘર જલ યોજના હેઠળ રાજયના 3040 કરોડ સાથે 5540 કરોડની યોજના.
 • * કિશોરીઓ તથા મહિલાઓ માટેે સેનીટરી પેડ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવાશે
 • * વાપીમાં 100 બેડની નવી સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ બનાવાશે
 • * બોટાદ, જામ ખંભાળિયા તથા વેરાવળમાં નવી મેડિકલ કોલેજ શરૂ કરાશે
 • * 50 જ્ઞાાન શકિત્ત રેસિડેન્સીયલ સ્કૂલ્સ સામાજીક ભાગીદારી ધોરણે શરૂ કરાશે.
 • * માઈન્ડ ટુ કન્સેપ્ટમાં 1000 સંસ્થાઓ અને 10000 સ્કૂલોમાં 50 લાખ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાશે
 • * આદિજાતિ વિસ્તારોમાં 500 નવા મોબાઈલ ટાવર ઊભા કરવા 100 કરોડ ખર્ચાશે.
 • * 25 બિરસા મુન્ડા જ્ઞાાન શકિત્ત રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એકસેલન્સ શરૂ કરાશે.
 • * સ્વર્ણિમ જયંતિ  મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 5203 કરોડ.
 • * તાપી નદીકાંઠા ડેવલપમેન્ટ માટે વર્લ્ડ બેંક સહાયિત 1991 કરોડના પ્રોજેકટ મંજૂરી
 • * પીએમ મિત્ર યેજના હેઠળ વાંસ -બોરસી (નવસારી) ખાતે ટેક્ષટાઈલ પાર્ક સ્થપાશે
 • * ટેક્ષટાઈલ વેલ્યુ ચેઈન પૈકીના ખાસ ક્ષેત્રને મજબૂત કરવા 1450 કરોડ.
 • * મોરબી ખાતે 400 કરોડના રોકાણ સાથે સિરામિક પાર્ક સ્થપાશે
 • * સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમને મજબૂત કરવા માટે 1000 કરોડનું ફંડ ઊભુ કરાશે
 • * સુરતના ભીમરાડ ખાતે પર્યટન સ્થળ વિકસાવવા માટે 10 કરોડનું આયોજન
 • * સાપુતારા, શબીર ધામ , ઝરવાણી ધોધના રસ્તાને પહોળો કરવા માટે 1670 કરોડનું આયોજન
 • * એસટી નિગમ દ્વારા 50 ઈલેકટ્રીક બસો સાથે 1200 નવી બસો ખરીદાશે 379 કરોડ.
 • * ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી પ્રોપર્ટી કાર્ડ આપવા સ્વામિત્વ યોજના.
 • * 10 જિલ્લાઓમાં સ્પોર્ટસ સંકુલ સ્થાપવા માટે 47 કરોડ.

શિક્ષણ માટે રૂ. 34884 કરોડ, શહેરી વિકાસ ક્ષેત્રે રૂ.14297 કરોડની ફાળવણી

નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે ગુજરાત વિધાનસભામાં આજે  2 લાખ 43 હજાર કરોડનું અંદાજ પત્ર રજુ કરવામા આવ્યું હતું જેમાં વિભાગવાર નાણાકીય જોગવાઈની જાહેરાત આ પ્રમાણે છે.

 • * કૃષિ – ખેડૂત કલ્યાણ તથા સહકાર – 7737 કરોડ
 • * બાગાયત – 369  કરોડ
 • * કૃષિ યુનિ. 757 કરોડ
 • * પશુપાલન – 300 કરોડ
 • * કામધેનુ યુનિ. 137 કરોડ
 • * મત્સ્યોદ્યોગ -880 કરોડ
 • * જળ સંપત્તિ 5339 કરોડ
 • * ભાડભૂત બેરેજ યોજના -1240 કરોડ
 • * નર્મદા યોજના – 6090 કરોડ
 • * સૂક્ષ્મ સિંચાઈ માટે 500 કરોડ
 • * પાણી પુરવઠા – 5451 કરોડ
 • * આરોગ્ય પરિવાર કલ્યાણ – 12240 કરોડ
 • * મહિલા અને બાળ વિકાસ – 4976 કરોડ
 • * અન્ન નાગરિક પુરવઠો – 1526 કરોડ
 • * શિક્ષણ – 34,884 કરોડ
 • * ઉચ્ચ ટેકનીકલ શિક્ષણ – 350 કરોડ
 • * સામાજીક ન્યાય અધિકારીતા 4782 કરોડ
 • * આદિજાતિ વિકાસ – 2909 કરોડ
 • * પંચાયત અને ગ્રામ વિકાસ – 9048 કરોડ
 • * શહેરી વિકાસ 14,297 કરોડ
 • * ઉદ્યોગ અને ખાણ – 7030 કરોડ
 • * માર્ગ અને મકાન – 12,024 કરોડ
 • * પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન 465 કરોડ
 • * સાયન્સ અને ટેકનોલોજી – 670 કરોડ

* શ્રમ , કૌશલ્ય વિકાસ અને રોજગાર – 1837 કરોડ

 • * બંદરો અને વાહન વ્યવહાર – 1504 કરોડ
 • * ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ – 15,568 કરોડ
 • * કલાઈમેન્ટ ચેન્જ – 931 કરોડ
 • * વન અને પર્યાવરણ – 1822 કરોડ
 • * મહેસુલ – 4394 કરોડ
 • * કાયદો – વ્યવસ્થા – ગૃહ વિભાગ – 8325 કરોડ
 • * રમત ગમત – ઉવા સાંસ્કૃતિક બાબતો – 517 કરોડ
 • * માહિતી – પ્રસારણ – 199 કરોડ
 • * સામાન્ય વહીવટ વિભાગ – 2145 કરોડ

જાહેર દેવાના અભ્યાસુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનું કહેવું છે કે 21.15 ટકા રકમ દેવાનું વ્યાજ ચૂકવવા માટ ખર્ચ કર્યા પછીના બાકીની 79 ટકા નાણાંમાંથી 60 ટકા નાણાં માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે ડેવલપમેન્ટલ ખર્ચ તરીકે વપરાશે. તેમ જ પગાર ખર્ચ પગાર અને વહીવટી ખર્ચ જેવા નોન ડેવલપમેન્ટલ ખર્ચ પેટે તેમાંથી 30 ટકા જેટલો હિસ્સો વપરાશે. પહેલી નજરે જોવામાં આવે તો ગુજરાતનું અર્થતંત્ર ખરાબ સ્થિતિમાં હોવાનો નિર્દેશ આપતું નથી. જોકે સ્ટેટ અને સેન્ટરના આ ખર્ચના રેશિયોની તુલના કરવાથી વધુ સ્પષ્ટ ચિત્ર ઉપસી શકે છે. 

ઉદ્યોગોને સીધો ફાયદો થાય તેવી કોઈ જ જાહેરાત કરવામાં ન આવી હોવાથી ઉદ્યોગોમાં થોડી હતાશા જોવા મળે છે. તેમ છતાંય કોસ્ટલ હાઈવેના અપગ્રેડેશનના કામથી ઉદ્યોગો માટે માલની હેરફેર સરળ થતાં ઉદ્યોગોને ફાયદો થશે. પ્રધાનમંત્રી ગતિશક્તિ કાર્યક્રમ હેઠલના પ્રોજેક્ટ હેઠળ સડકો, વીજ વિતરણ, ગેસ વિતરણનું નેટવર્ક ઊભું કરીને ગુજરાત સરકાર ઉદ્યોગોને આડકતરો સપોર્ટ આપી રહી હોવાનું જણાવી ઉદ્યોગોએ મન મનાવ્યું છે. સ્ટાર્ટ અપને સબસિડી આપવા માટે રૂા. 200 કરોડની કરવામાં આવેલી જોગવાઈને પરિણામે નવા સ્ટાર્ટ અપ્સ આવતા થશે. સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલીસીને માટે આ પૂરક બનશે એમ ઉદ્યોગોનું માનવું છે.

ગુજરાતના કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા સહકાર વિભાગ માટે રૂા. 7737 કરોડની બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની જ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ 61 લાખ ખેડૂત ખાતેદારોને વાર્ષિક રૂા. 6000ની સહાય આપવમાં આવશે. પ્રાકૃતિક ખેતીથી કૃષિ ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 

બજેટ

ગુજરાતના બજેટમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણઅને ગ્રામ વિકાસ માટે રૂા. 9048 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પંચાયતની માળખાકીય સુવિધાઓ માટે રૂા. 2446 કરોડનીફાળવણી કરીને ગ્રામીણ પ્રજાના જીવનધોરણને ઊંચે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે.

ઇ-ગ્રામ સેન્ટરની સુવિધા થકી 200 જેટલી સેવાઓ ઘર આંગણે મળી રહે તેવું પ્રાવધાન આ બજેટના માધ્મયથી કરવામાં આવ્યું છે. ગુજરાતના તમામ ગામોમાં તબક્કાવાર વિના મૂલ્યે વાઈ-ફાઈ સેવા પૂરી પાડવા માટે રૂા. 71 કરોડની ફાળવણી કરવામાં આવી છે.  મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટે રૂા. 4976 કરોડની જોગવાઈ કરી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂા. 12,240 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.તેમ જ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે રૂા. 14,297 કરોડનો ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે રૂા. 4782 કરોડના ખર્ચનું આયોજન કરવામાંઆવ્યું છે. જળસંપત્તિના વિકાસ માટે રૂા. 5339કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

READ ALSO

Related posts

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી  મહિનાઓની મહેનતનું શું?”

Nakulsinh Gohil

પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

Nakulsinh Gohil

સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના  કારણે 14 વર્ષીય સગીરાનું મોત

Nakulsinh Gohil
GSTV