GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ખેડૂતોને બખ્ખાં : વ્યાજ રહિત પાક ધિરાણ માટે હજાર કરોડની કરાઈ જોગવાઈ, 7423 કરોડનું પેકેજ જાહેર

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પટેલે બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ.7,423 કરોડની જોગવાઈ કરી હતી. સરકારે સિંચાઈ માટેની સુવિધાઓ , વિના વ્યાજે પાક ધિરાણ , પાક વીમો , બિયારણ , ખેત ઓજારો અને ખાતરની ખરીદીમાં સહાય, પાક – ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી જેવી અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે . અણધારી કુદરતી આફતો સમયે પણ અમે જગતના તાતની પડખે અડીખમ ઊભા રહ્યા છીએ . આમ , ખેડૂત કલ્યાણની વાત ૨નાવે ત્યારે અમારી સરકાર વાવણીથી વેચાણ સુધીના દરેક તબક્કે ખભેથી ખભા મિલાવીને ખેડૂતોની સાથે રહી છે . નાણા પ્રધાન નીતિન પટેલે બજેટ દરમ્યાન જણાવ્યુ કે, ખેડૂતો માટે સરકારે 7 હજાર 423 કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. અમારી સરકાર હમેશા  ખેડૂતોની પડખે ઉભી છે. તેમણે કહ્યુ કે, સરકારે અસગ્રસ્ત વિસ્તારમાં તીડનો નાશ કરવા અસરકારક પહલાં ભર્યા છે. ખેડૂતોને વ્યાજ રહિત પાક ધિરાણ માટે 1 હજાર કરોડની જોગવાઈ.. ભારત સરકાર દ્વારા પાક વીમા યોજના ખેડૂતો માટે મરજિયાત બનાવવાની ભલામણ કરવામાં આવી છે. ખેડૂત પાક વીમો લેવા ઈચ્છે તો પાક વીમો લઈ શકશે.પાક વીમાનું પ્રમિયમ ભરવા 1 હજાર 190 કરોજની જોગવાઈ કરવામાં આવી.  રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ વિવિધ પ્રોજેક્ટ માટે 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ખેડૂતો માટે વ્યાજરહિત પાક ધિરાણ માટે 1000 કરોડની જોગવાઈ

ગુજરાતનાં ખેડૂતો સહકારી તેમજ રાષ્ટ્રીયકૃત બેન્ક મારફત દર વર્ષે આશરે રૂ.39,000 કરોડનું ટુંકી મુદતનું પાક ધિરાણ મેળવે છે . જેનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બેન્કને ચુકવવામાં આવે છે. આમ , ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે એટલે કે વ્યાજ રહિત પાક ધિરાણ મળે છે, જે માટે રૂ.1000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજય સરકારની ભલામણ ધ્યાને લઇ ભારત સરકારે પાક વીમા યોજના ખેડૂતો માટે મરજિયાત બનાવવાની જાહેરાત કરેલ છે. પરંતુ જે ખેડૂતો પાક વીમો લેવા ઈચ્છતા હશે તેમને મદદ કરવા પાક વીમાનું પ્રીમિયમ ભરવા રૂ.1190 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેકટ માટે રૂ.300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 

મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના

કમોસમી વરસાદ , વાવાઝોડું , અતિવૃષ્ટિ , જીવજંતુનો ઉપદ્રવ અને અન્ય પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરાઈ. આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન – ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર બનાવવા માટે એકમ દીઠ રૂ.30,000 સહાય રાપવામાં આવશે . આવા સ્ટ્રકચરના બાંધકામ માટે NA ની મંજૂરીથી મુકિત આપવામાં આવશે . જેના માટે રૂ.300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત 29,000 ખેડૂતોને ટ્રેક્ટર દીઠ રૂ.45000 થી રૂ.60,000ની સહાય તેમજ આશરે 32,000 ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂ.235 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રાકૃતિક ખેતી માટે નવી યોજનાની જાહેરાત

વર્તમાન સમયમાં જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી થતાં નુકસાનને લીધે પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ વધી છે . દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજનાઓ અમલમાં મૂકી છે . હવે ગુજરાતના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નવી યોજનાની જાહેરાત કરાઈ. આ યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક રૂ.900 એટલે કે વાર્ષિક રૂ.10,800 સહાય આપવામાં આવશે . પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે . જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે . લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે . આ યોજના અંતર્ગત અંદાજે ૫૦ હજાર ખેડૂતોને આવરી લેવા માટે રૂ.50કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રેલ અને ઉડાન યોજના

ખેડૂતો પોતાના ઉત્પાદન રાજ્યના અન્ય શહેરોમાં અથવા દેશના અન્ય ભાગોમાં વેચાણ અર્થે લઇ જઇ શકે તે માટે પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકારે કિસાન રેલ અને ઉડાન યોજના જાહેર કરી છે . જેને સુસંગત કિસાન પરિવહન યોજનાની જાહેરાત કરાઈ છે. આ યોજના દ્વારા ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂ.50 હજાર થી રૂ.75 હજાર સહાય આપવામાં આવશે. જેમાં પ્રથમ તબકકે અંદાજિત પાંચ હજાર ખેડૂતોને લાભ આપવા રૂ.30કરોડની જોગવાઈ. ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે સહાય આપવામાં આવશે. જે માટે રૂ.10કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

પંચમહાલમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી શરૂ કરાશે

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ઘઉં , ચોખા , કઠોળ , બરછટ અનાજ , કપાસ , શેરડી તથા તેલીબિયાં પાકોના ઉત્પાદનમાં વૃદ્ધિ માટે સહાય આપવા રૂ.87 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ રૂ.72 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.   એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા રૂ.34 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  દેશની પ્રથમ એવી ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સ્થાપવા માટે રૂ.12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

કોરોનાના કેસો 57 લાખને પાર : આ 3 દેશો સૌથી વધુ પ્રભાવિત, રશિયામાં સંક્રમણ ચરમસીમાએ

Mansi Patel

ઓ બાપ રે… અમેરિકામાં 24 કલાકમાં નવા 19 હજાર કેસ અને 700નાં મોત, 62 હજાર તબીબો પોઝિટીવ

Ankita Trada

મફતમાં જમીનો મેળવનાર હોસ્પિટલો કોરોનામાં દર્દીઓની મફતમાં સારવાર કરે, સરકાર પાસે સુપ્રીમે માગ્યુ લિસ્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!