GSTV
Gujarat Budget 2020 Trending

નીતિન પટેલે લારી ગલ્લાવાળાઓ માટે આ ખાસ વસ્તુ આપી છે, હવે ઉનાળાથી મળશે રક્ષણ અને શાકભાજી પણ નહીં બગડે

ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં અનેક કૃષિ અને ગ્રામ્ય લક્ષી બજેટ રજૂ કરતાં, રાજયના લાખો પશુપાલકોની સહાય માટે મુખ્યમંત્રી પશુદાણ સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક પશુપાલકને તેમના એક ગાય કે ભેંસ દીઠ, એક પશુના વિયાણ દરમિયાન એક માસ માટે કુલ ૧૫૦ કિલોગ્રામ પશુદાણની ખરીદી પર પ૦ ટકા રકમની સહાય આપવામાં આવશે. જેથી દૂધાળા પશુઓને પૌષ્ટિક આહાર મળશે. રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના અંદાજિત ૧૫ લાખ સભાસદ પશુપાલકોને આ યોજનાનો લાભ મળશે. જે માટે કુલ રૂ.200 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

પાંજરાપોળ જેવી સંસ્થાઓને મદદરૂપ થવા 100 કરોડની જોગવાઈ

ગાયોની સાર સંભાળ માટે પાંજરાપોળના માધ્યમથી અનેક સંસ્થાઓ રાજયમાં કાર્યરત છે. સારા નરસા વર્ષોમાં ગુજરાતની ગૌધનને બચાવવામાં આ સંસ્થાઓનું યોગદાન મોટું છે. આવી સંસ્થાઓને પગભર કરવા મદદરૂપ થવા એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ રજિસ્ટર્ડ પાંજરાપોળોને અપગ્રેડ કરવા એક વખતની સહાયરૂપે ગાયો માટે શેડ, ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન, પાણી માટે ટ્યુબવેલની સુવિધા, સોલાર રૂફ ટોપની સ્થાપના, ઘાસચારાના પ્લોટમાં માઈક્રો ઈરીગેશન, સ્પ્રીંકલર જેવી માળખાકીય સુવિધાઓનો લાભ આપવામાં આવશે . જે માટે કુલ રૂ.100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

હિંમતનગર ખાતે નવી વેટરનરી કોલેજ

પશુપાલકોને ડેરી ફાર્મ, પશુ એકમ અને બકરા એકમ સ્થાપવાની યોજનાઓ અંતર્ગત સહાય આપવા રૂ.81 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યભરમાં ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાનાની સેવાઓ માટે રૂ.35 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હિંમતનગર નજીક રાજપુર નવા ખાતે નવીન વેટરનરી કોલેજ. મત્સ્યોદ્યોગ અનુસ્નાતક અભ્યાસ કેન્દ્ર, પશુ સારવાર સંસ્થાઓ અને ઘનિષ્ઠ પશુ સુધારણાની કચેરીઓના બાંધકામ તેમજ મરામત માટે રૂ.૪૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધન માટે 32 કરોડની જોગવાઈ

ગુજરાતની પ્રખ્યાત દેશી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધનની વિવિધ પ્રવૃતિઓ માટે રૂ.32 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ.27 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુંગા પશુપક્ષીઓની સારવાર માટે કરુણા એબ્યુલન્સ ૧૯૬૨ની સેવા ૩૧ શહેરોમાં શરૂ કરવામાં આવી છે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને મહેસાણા શહેરમાં ઓ સેવા સુદઢ કરવા કુલ રૂ.13 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

લારી-ગલ્લાવાળાઓ માટે રૂ.8 કરોડની જોગવાઈ

હજારો લારીવાળા ભાઇ બહેનો રોડની સાઇડમાં કે ખુલ્લી જગ્યામાં ઊભા રહી ફળફળાદી, શાકભાજી વગેરેનું વેચાણ કરે છે. ત્યારે આ  નાના વ્યવસાયકારોને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતાં ફળફળાદી, શાકભાજી બગડી ન જાચ તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે. આવા અંદાજે ૬૫ હજાર છૂટક વેચાણકારો માટે રૂ.8 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

બાગાયતી પાકોને આંતરરાષ્ટ્રીય બજારો સુધી કરાશે વિકસિત

ખેડૂતોના બાગાયતી પાકોનું કાપણી પછી થતું નુકસાન અટકાવવા અને મૂલ્યવર્ધન માટે પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા, જામનગર, કચ્છ, નવસારી અને છોટાઉદેપુરમાં એફ.પી.ઓ. આધારિત માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેને ઇ-નામ સાથે સાંકળી બાગાયતી ઉત્પાદનોને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બજારો સુધી વિકસિત કરવા રૂ ૨૫ કરોડની જોગવાઈ કરાઈ છે. બાગાયતી પાકના મૂલ્ય વર્ધન માટે કૌશલ્ય વર્ધન અંગેની તાલીમ આપવા રૂ.૬ કરોડની જોગવાઈ કરાઈ છે. જામનગર જિલ્લામાં નવું સેન્ટર ઓફ એકસલેન્સ ઊભું કરવા રૂ.૨ કરોડની જોગવાઇ કરાઈ છે. કૃષિ યુનિવર્સિટીઓ માટે કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા કુલ ૭૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV