GSTV

પ્રાથમિક શાળાનું શિક્ષણ સુધારવા બજેટમાં મસમોટી લ્હાણીઓ, કેજરીવાલના દિલ્હીને ટક્કર આપે તેવી સ્કૂલો બનશે

Last Updated on February 26, 2020 by Bansari

આજે બુધવારે બપોરે આશરે 2.10 વાગ્યે વિધાનસભા ખાતે ગુજરાતનું બજેટ 2020-21 રજૂ થયું. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતિન ભાઇ પટેલે આશરે રૂપિયા 2.17 લાખ કરોડનું બજેટ રજૂ કર્યુ. જેમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી. આ બજેટમાં કૃષિ, મત્સ્ય, શહેરી વિકાસ, ગ્રામ્ય વિકાસ વગેરેને લઇને અનેક મહત્વની જાહેરાતો અને જોગવાઇઓ કરવામાં આવી છે. તેવામાં રાજ્ય સરકારે શિક્ષણ માટે પણ અનેક મહત્વની ઘોષણા કરી છે. તો ચાલો તમને જણાવીએ કે પ્રાથમિક શાળાનું શિક્ષણ સુધારવા બજેટમાં કેવી મસમોટી લ્હાણીઓ કરવામાં આવી….

શિક્ષણ વિભાગ માટે કુલ રૂપિયા 31,955 કરોડની જોગવાઇ

ગુજરાતના  નાયબ મુખ્યમંત્રીએ વર્ષ 2020-21ના બજેટમાં સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્વિત કરવા સ્કૂલ ઑફ એક્સલન્સ યોજનાની જાહેરાત કરી. જે અંતર્ગત ઉત્કૃષ્ટ શાળાઓ બનાવી શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્વિત કરાશે.

રાજ્યની શાળાઓ પૈકી 500 શાળાઓને સ્કૂલ ઑફ એક્સલન્સ તરીકે વિકસાવવામાં આવશે. તાલુકાના સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને આ સ્કૂલમાં વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ આપવામાં આવશે. આવી શાળાઓમાં તમામ અદ્યતન માળખાકીય સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટેમ લેબ અને રમતગમતની સુવિધાઓ પૂરી પાડવા માટે રૂપિયા 250 કરોડની જોગવાઇ.

7 હજાર નવા વર્ગખંડોનું બાંધકામ

 • આ વર્ષે પ્રાથમિક શાળાઓના નવા 7 હજાર વર્ગખંડોનું બાંધકામ હાથ ધરવામાં આવશે જે માટે રૂપિયા 650 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
 • શાળાકીય શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અને યોજનાઓના ઓનલાઇન રિયલ ટાઇમ મોનિટરિંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. જે માટે રૂપિયા 188 કરોડની જોગવાઇ.
 • શાળાની શૈક્ષણિક કામગીરી અને માળખાકીય સુવિધાઓના મૂલ્યાંકન માટે ગુજરાત સ્કૂલ ક્વોલીટી એક્રેડિટેશન કાઉન્સીલ માટે રૂપિયા 5 કરોડની જોગવાઇ.

મધ્યાહન ભોજન યોજના માટે આટલા રૂપિયાની ફાળવણી

 • રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નિતિન ભાઇ પટેલે ધોરણ 1થી 8ના આશરે 43 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના અને અન્ન સંગમ યોજના માટે રૂપિયા 980 કરોડ ફાળવવાની ઘોષણા કરી છે.
 • રાજ્યના સાત જિલ્લાઓની સરકારી પ્રાથમિક શાળાઓના 404 મધ્યાહન ભોજન કેન્દ્રોમાં કિચનશેડ બનાવવા રૂપિયા 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે જેનો લાભ આશરે 55 હજાર બાળકોને મળશે.
 • રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતા આશરે 4 લાખ 22 હજાર વિદ્યાર્થીઓની ફી, યુનિફોર્મ, સ્કૂલ બેગ વેગેર માટે સહાય આપવા કુલ રૂપિયા 550 કરોડ ફાળવવામાં આવ્યા.

વર્ચ્યુઅલ ક્લાસરૂમ

 • પ્રાથમિક શાળાના 15 હજાર વર્ગખંડોમાં અંદાજિત 6 લાખ બાળકોને ઉપયોગી થાય તેવા વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને જ્ઞાનકુંજ સવલત ઉભી કરવા રૂપિયા 125 કરોડની જોગવાઇ.
 • ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં 240 કસ્તુરબા ગાંધી વિદ્યાલય રેસીડેન્શિયલ હોસ્ટેલ કમ સ્કૂલોમાં અભ્યાસ કરતી 22 હજાર કન્યાઓ માટે વિના મૂલ્યે રહેવા તથા ભોજનની વ્યવસ્થા માટે આ બજેટમાં 85 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.
 • આ બજેટમાં ઘરેથી સ્કૂલનું અંતર એક કિલોમીટરથી વધુ હોય તેવી સરકારી શાળામાં અભ્યાસ કરતાં 1,50,000 કરતાં વધુ બાળકોના પરિવહન માટે 66 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
 • વ્યારા ખાતે 14 કરોડના ખર્ચ નવી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બાંધવામાં આવશે. જેનાથી આદિજાતિ વિસ્તારના શિક્ષકો અને વિદ્યાર્થીઓને લાભ થશે તેમજ તાલીમ તથા શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે. જે માટે 4 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

ઉચ્ચ શિક્ષણ અને ટેક્નિકલ શિક્ષણ

 • કોલેજમા પ્રવેશ મેળવતા આશરે ત્રણ લાખ વિદ્યાર્થીઓ માટે ટેબલેટ યોજના અંતર્ગત ટેબલેટ આપવા 200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.
 • ટેક્નિકલ શિક્ષણ અંતર્ગતની સંસ્થાઓમાં બાંધકામ તેમજ મરામત માટે 155 કરોડ રૂપિયાની જોગવાઇ.
 • સરકારી યુનિવર્સિટીઓના નવા બાંધકામ તથા સરકારી કોલેજોના ભવનોમાં બાંધકામ માટે રૂપિયા 246 કરોડની ફાળવણી.
 • યુનિવર્સિટી ખાતે સંશોધન કરતાં વિદ્યાર્થીઓ માટે શોધ યોજના અંતર્ગત રૂપિયા 20 કરોડ આ બજેટમાં આપવામાં આવ્યાં છે.
 • ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, લેકાવાડા, ગાંધીનગર ખાતે વિવિધ ભવનોના બાંધકામ માટે રૂપિયા 75 કરોડની જોગવાઇ આ બજેટમાં કરવામાં આવી છે.
 • નિતિન ભાઇએ ટેક્નિકલ શિક્ષણ હેઠળની સરકારી ઇજનેરી કોલેજો અને પોલિટેક્નિકોમાં લેબોરેટરીના સાધનો, પુસ્તકો, જરૂરી ભૌતિક સંશાધનો વસાવવા તેમજ બાંધકામ અને મરામત માટે રૂપિયા 59 કરોડ ફાળવવાની ઘોષણા કરી.

સ્ટડી ઇન ગુજરાત

 • સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમ અંતર્ગત, રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વ્યાપ વધારવા રૂપિયા 10 કરોડ ફાળવ્યા.
 • કાછલ-મહુવા, ડેડિયાપાડા અને ખેરગામ ખાતે હયાત સરકારી કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવા તેમજ નવી સાત ગ્રાન્ટ-ઇન-એઇડ વિજ્ઞાન પ્રવાહ કોલેજ શરૂ કરવા માટે રૂપિયા 2 કરોડની જોગવાઇ.
 • ગુજરાત યુનિવર્સિટી ખાતે D.R.D.O અને MoU કરી સ્કૂલ ઑફ ડિફેન્સ સ્ટડીઝ શરૂ કરવા માટે 7 કરોડની જોગવાઇની ઘોષણા આ બજેટમાં કરવામાં આવી છે.
 • આઇઆઇટી રામ ખાતે D.R.D.Oના સહયોગથી ડિપાર્ટમેન્ટ ઑફ એડવાન્સ ડિફેન્સ ટેક્નોલોજીનો અભ્યાસક્રમ શરૂ કરવા માટે રૂપિયા 12 કરોડની જોગવાઇ.
 • ડિજિટલ એજ્યુકેશન ડેવલપમેન્ટ ફંડ અંતર્ગત કુલ 221 ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ સંસ્થાઓમાં ડિજિટલ ટેક્નોલોજી અંગેની પ્રવૃત્તિઓ હાથ ધરવા 30 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
 • આ બજેટમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી અંતર્ગત અંદાજે 14 લાખ વિદ્યાર્થીઓ માટે રૂપિયા 20 કરોડ આપવામાં આવ્યા છે.

Read Also

Related posts

BUDGET 2020 : 15 લાખ રૂપિયામાં હવે તમારું ઘરનું ઘર, આટલા પૈસા તો માત્ર રૂપાણી સરકાર આપશે

Mayur

નીતિન પટેલે લારી ગલ્લાવાળાઓ માટે આ ખાસ વસ્તુ આપી છે, હવે ઉનાળાથી મળશે રક્ષણ અને શાકભાજી પણ નહીં બગડે

Mansi Patel

BUDGET 2020 : આ ત્રણ જિલ્લામાંથી એક જિલ્લામાં રહેતા હો તો હવે મેડિકલ કોલેજ બની રહી છે તમારા આંગણે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!