GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

ખાનગી વીમા કંપનીને રૂપાણી સરકારે કરાવ્યા બખ્ખાં, જાણો કયા જિલ્લામાં કેટલા રૂપિયા ચૂકવ્યા કંપનીને

ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ નુકશાનમાં વળતર ચૂકવણીમાં સરકાર ઉણી ઉતરી છે. જે નુકસાન થયુ છે તેની સામે સરકારે સહાય ઓછી ચૂકવ્યાનુ સામે આવ્યુ છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલ પ્રશ્નોમાં સરકારે રજૂ કરેલા આંકડાથી આ ખુલાસો થયો છે. રાજ્યમાં 85.87 લાખ હેકટરમાં અતિવૃષ્ટીથી નુકસાન થયુ હતુ. જેમાં આટલા નુકશાનના સામે 67.25 લાખ હેકટરમાં જ સહાય આપ્યાનો આક્ષેપ કર્યો છે. સરકારે 67.25 લાખ હેકટરમાં નુકશાન ના ખેડૂતોને એક હજાર 229 કરોડ રૂપિયા ચૂકવ્યાના આંકડા ગૃહમાં રજૂ કરાયા હતા.

કોંગ્રેસે કર્યો આક્ષેપ

રાજયમાં પાક વીમા કંપનીને ફાયદો કરાવવા ખાનગી કંપનીને કામ સોંપયાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. વાવેતર અંગે સેટેલાઇટ મેપિંગનું કામ ખાનગી કંપનીને સોંપયાનો આક્ષેપ કોંગ્રેસે ગૃહમાં કર્યો હતો. પ્રશ્નોતરી કાળ દરમીયાન કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યુ હતુ. જેમાં સેટેલાઇટ મેપિંગ માટે રૂ. 10 કરોડ કરતા વધારાની રકમ ખાનગી કંપનીને ચૂકવાયાના આંકડા સામે આવ્યા છે. એક તરફ ખેડૂતોને પાક વીમો મળતો નથી અને ખાનગી કંપનીને સર્વેના નામે કરોડો ચૂકવાયાનો કોંગ્રેસે આરોપ મૂક્યો હતો.

1229 સહાય ચૂકવાઈ

પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ કૃષિમંત્રીને 2019ના કમોસમી વરસાદને કારણે થયેલા ખેતીના પાકોમાં થયેલા નુકસાન અંગે પણ પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રૂ.25 હજાર કરોડની નુકસાની સામે રૂ.1229 કરોડની જ સહાય ચૂકવી હોવાનો ખુલાસો થયો હતો. કુલ 33 જિલ્લામાંથી સૌથી વધુ બનાસકાંઠામાં 109 કરોડ, ત્યાર બાદ અમરેલી જિલ્લામાં 102 કરોડ અને વડોદરા જિલ્લામાં 76 કરોડ રૂપિયા સહાય ચૂકવી છે.

1229 સહાય ચૂકવાઈ

પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ કૃષિમંત્રીને 2019ના કમોસમી વરસાદને કારણે થયેલા ખેતીના પાકોમાં થયેલા નુકસાન અંગે પણ પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રૂ.25 હજાર કરોડની નુકસાની સામે રૂ.1229 કરોડની જ સહાય ચૂકવી હોવાનો ખુલાસો થયો હતો. કુલ 33 જિલ્લામાંથી સૌથી વધુ બનાસકાંઠામાં 109 કરોડ, ત્યાર બાદ અમરેલી જિલ્લામાં 102 કરોડ અને વડોદરા જિલ્લામાં 76 કરોડ રૂપિયા સહાય ચૂકવી છે.

બનાસકાંઠાના 566 ખેડૂતોને તીડ આક્રમણને કારણે નુકસાન

ઉત્તર ગુજરાતમાં તીડ આક્રમણમાં સરકારે કરેલી કામગીરીનો મુદ્દો પણ વિધાનસભાના સત્રમાં પ્રશ્નોતરી કાળમાં ઉઠ્યો હતો. જેમાં બનાસકાંઠાના 566 ખેડૂતોને તીડ આક્રમણને કારણે નુકસાન થયાની સરકારે જણાવ્યુ હતુ. તીડના આક્રમણથી 836 હેકટરમાં 33 ટકા અને તેથી વધુનું નુકશાન થયાનો સરકારે સ્વીકાર્યુ છે.  જેમાં સરકાર તરફથી વળતર ચુકવવાની કામગીરી ચાલુ હોવાનો સરકારે જવાબ રજૂ કર્યો હતો. તીડ દ્વારા મોટાપાયે નુક્સાન છતાં સરકારના આંક જોઈને ખેડૂતો ભડકે તેવી પૂરી સંભાવના છે. સરકાર ખાનગી કંપનીઓને બખ્ખાં કરાવી રહી છે પણ ખેડૂતોને સહાય ચૂકવવામાં નિષ્ફળ ગઈ છે.

Related posts

ખતરનાક પેથોજન્સ ધરાવતા બિયારણના અજાણ્યા પાર્સલથી સાવધાન રહેવા અપીલ, થઈ શકે છે અનેક રોગો

Mansi Patel

Health ID Card: આવતીકાલે વડાપ્રધાન મોદી કરી શકે છે જાહેરાત, દરેક નાગરિકો માટે હશે જરૂરી

Pravin Makwana

રાજસ્થાન વિધાનસભામાં અમિત શાહ પર સરકાર ગબડાવવાનો ગેહલોતનો આરોપ, કહ્યું શાહને સ્વપ્નામાં પણ સરકાર આવે છે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!