GSTV
Gujarat Government Advertisement

તમારા પેટ્રોલ અને ડિઝલ બચશે, બજેટમાં નાણામંત્રી નીતિન પટેલે કરી આ મોટી જાહેરાત

Last Updated on July 3, 2019 by Arohi

શહેરી વવકાસ અને શહેરી ગૃહવનમાષણ વવભાગ માટે રૂ ૧૩૧૪૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યની 45 ટકા વસ્તી શહેરમાં વસે છે. જેમાં 3 કરોડ લોકોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 4,894 કરોડ ખર્ચશે. ભૂગર્ભ ગટર તથા પાણીની સુવિધા માટે 1,426 કરોડ ખર્ચાશે.

૨૦૨૨ સુધીમાં સૌને ઘર પૂરા પાડવાના ઉમદા હેતુસર પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે. જેમાં રાજ્યમાં ૪ લાખ ૮૦ હજાર આવાસો મંજૂર કરેલ છે. આ યોજના માટે રૂ. ૧૨૪૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરોને સ્વચ્છ બનાવવા અને નાગરિકોને આરોગ્યપ્રદ વાતાવરણ પૂર પાડવા માટે રૂ. ૩૬૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

જે નગરપાલિકાઓને પાણીનો પુરતો જથ્થો મળે છે પરુંત આ પાણીને સમગ્ર શહેરમાં વિતરણ કરવા માટેની વ્યવસ્થા ખૂટે છે, તે ખૂટતી આંતરમાળખાકીય સુવિધાઓ માટે રૂ. ૨૦૦ કરોડની વિશેષ જોગવાઇ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતા નાગરિકોને પૂરતા પ્રમાણમાં નિયમિત પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

શહેરોની ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે તેમજ પેટ્રોલ, ડીઝલ અને સમયની બચત કરવાના ઉદ્દેશથી મહાનગરપાલિકા વિસ્તારોમાં ૫૪ અને નગરપાલિકા વિસ્તારોમાં ૨૧ એમ કુલ ૭૫ ફ્લાયઓવર બનાવવામાં આવશે. જેના માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૨૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

શહેરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા એક લાખથી વધારે એવરેજ ટ્રાફિક વ્હીકલ યુનિટ ધરાવતા ૩૭ રેલવે ફાટકો ઉપર ઓવરબ્રીજ અથવા અન્ડરબ્રીજ બનાવવા ચાલ વર્ષે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્યના શહેરો સતત વધતા જાય છે. શહેરની નજીકમાં આવેલ ગામડા તથા આઉટગ્રોથ વિસ્તારોમાં શહેરમાં સમાવિષ્ટ થઇ જાય તેવી સ્થિતિ ઊભી થયેલ છે. આ વિસ્તારોમાં જરૂરી માળખાકીય સુવિધાઓ – પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ વગેરે – માટે સ્વર્ણિમ જયંતી મુખ્ય મુંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૨૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. જેનો લાભ લાખો નાગરિકોને મળશે.

મેટ્રો રેલ પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે ચાલુ વર્ષે રૂ. ૫૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-ર તેમજ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને ભારત સરકારની મુંજૂરી મળેલ છે. જેની તાંત્રિક કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જે માટે રૂ. ૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્યમાં અકસ્માતે લાગતી આગની ઘટનાઓને નિવારવા અને ઘટના સ્થળે તરુંત અગ્નિશામક સાધનો તેમજ માનવબળ પહોંચાડી, બચાવ રાહતની કામગીરી ઝડપથી થઇ શકે તે માટે ફાયર સ્ટેશનો ખાતે આધુનિક સાધનો અને માનવબળ પૂરું પાડવા તેમજ ફાયર સેફ્ટી ટ્રેનિંગ સેન્ટર કાર્યરત કરવા રૂ. ૧૨૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

અમૃત યોજના અંતર્ગત ૮ મહાનગરપાલિકા અને ૨૩ નગરપાલિકાઓમાં પાણી પુરવઠા, ગટર, વરસાદી પાણીનો નિકાલ, પરિવહન વગેરે માટે રૂ. ૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્યના ૬ શહેરો માટે સ્માર્ટ સીટી મિશન અંતર્ગત એરીયા બેઝ વિકાસના કામો જેવા કે એરીયા રીડેવલપમેન્ટ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ઇન્ટરમોડલ ટ્રાન્સપોર્ટ હબ, CCTV, ઇન્ટરનેટ કનેક્તટીવીટી વગેરે માટે રૂ. ૫૯૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ પાયલ રોહતગી વિરુદ્ધ ફરિયાદ, ખોટા કેસમાં ફસાવાની આપી ધમકી

Pravin Makwana

આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ થાળી વાટકી વગાડી કર્યો હોબાળો, પોલીસે તમામની કરી ધરપકડ

Pravin Makwana

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!