ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-10 અને 12ના રિપિટરોની પરીક્ષાને લઇને મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધી રિપિટર વિદ્યાર્થીઓ પરીક્ષા લેવાશે કે કેમ તે અંગે અવઢવમાં હતા. જો કે હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ગુજ.બોર્ડનાં ધો.10-12નાં રિપિટરોની પરીક્ષા લેવાનો બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે ધો.10-12નાં ગુજ.બોર્ડનાં રિપિટરોને માસ પ્રમોશન નહીં મળે. ધોરણ 10 અને 12ના વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહના રિપિટરની પરીક્ષા આગામી 15મી જુલાઇથી લેવાશે. આ અંગે ગુજરાત બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે.
બોર્ડ દ્વારા જાહેર કરાયો પરિપત્ર

ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં ધોરણ-10 અને ધોરણ 12ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, ધોરણ 10-12ના રીપીટર વિદ્યાર્થીઓને લઇને કોઇ નિર્ણય લેવાયો નહતો. દરમિયાન આજે ધોરણ 10 અને 12ના રીપીટરની પરીક્ષાની તારીખ જાહેર કરવમાં આવી છે, જે અનુસાર 15 જુલાઈથી વિદ્યાર્થીઓની પરીક્ષા હાથ ધરાશે. બીજી તરફ રિપરટર વિદ્યાર્થીની પરીક્ષા સાથે ગુજકેટની પરીક્ષા લેવાની પણ સરકારે જાહેરાત કરી છે.
આ વર્ષે ધોરણ 10માં સવા ત્રણ લાખ જ્યારે ધોરણ 12માં સવાલ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં હતા. ઉલ્લેખનીય છે કે કોરોનાને પગલે ધોરણ રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરી તેમને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ધોરણ 10માં રિપિટર વિદ્યાર્થીઓએ પણ ફોર્મ ભર્યા હતા. જેમને માસ પ્રમોશન આપવામાં નથી આવ્યું. જેથી રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા 15 મે ના રોજ રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા માગણી કરવામાં આવી છે.

12 સાયન્સના વિષયોને કયા જુથ પ્રમાણે કેટલા માર્કસથી ગણવા તે મોટી મુંઝવણ
કેન્દ્ર સરકાર દ્રારા ધો.12ના પરિણામ માટે ફોર્મ્યુલા જાહેર કરાયા બાદ ગુજરાત સરકારની સૂચનાથી ગુજરાત બોર્ડે પણ ફોર્મ્યુલા જાહેર કરી દીધી હતી પરંતુ આ રિઝલ્ટથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાની તક અપાશે કે કે નહી તે બાબતે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.ઉપરાંત ધો.12ના પરિણામ માટેની પેટર્નમાં ધો.10ના વિષયો સાથે 12 સાયન્સના વિષયોને કયા જુથ પ્રમાણે કેટલા માર્કસથી ગણવા તે મોટી મુંઝવણ છે.
કેન્દ્ર સરકારે ધો.12ની પરીક્ષા રદ કરતા માસ પ્રમોશન માટેની માર્કસ પેર્ટન સુપ્રીમ સમક્ષ રજૂ કરતા સાથે એ પણ જાહેરાત કરી છે કેજે વિદ્યાર્થીઓને ધો.10,11 અને 12ના માર્કસની 30:30:40ની પેટર્નથી મળેલા રિઝલ્ટથી સંતોષ ન હોય તેઓ માટે વૈકલ્પિક પરીક્ષા લેવાશે.

વૈકલ્પિક પરીક્ષા બાબતે કોઈ સ્પષ્ટતા નહી
આ જ રીતે ગુજરાત સરકારે પણ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે જાહેરાત કરવી જોઈએ તેવી વિદ્યાર્થીઓ-વાલીઓમાં માંગ ઉઠી છે.કારણકે ગુજરાત બોર્ડની પેટર્નમાં ધો.10ના 50 ટકા વેઈટેજથી ધો.12ના હોંશિયાર વિદ્યાર્થીઓ કે જેઓએ બે વર્ષ સુધી મહેનત કરી છે તેવા અને ખાસ કરીન ધેો.12 સાયન્સના વિદ્યાર્થીઓને મોટું નુકશાન જઈ શકે તેમ છે.
ગુજરાત સરકાર દ્વારા હાલ માત્ર ગુજરાત બોર્ડના માધ્યમથી માત્ર માર્કસ પેટર્ન જાહેર કરવામા આવી છે પરંતુ વૈકલ્પિક પરીક્ષા બાબતે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. ઉપરાંત ધો.12ના પરિણામમાં સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધો.10ના વિષયો સાથે 50 ટકા માર્કસની ગણતરી કઈ રીતે થશે અને કયા જુથમાં કયા વિષય ધ્યાને લેવાશે તેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. જેથી હાલ માર્કસ ગણતરીમાં વિદ્યાર્થીઓ,વાલીઓ મુંઝાયા છે.
ગુજરાત બોર્ડ દ્વરા વિગતવાર ગાઈડલાઈન સરકારમાં મંજૂરી માટે મોકલાઈ છે પરંતુ હજુ જાહેર કરવામા આવી નથી .જેથી બોર્ડ દ્વારા હવે વિગતવાર ગાઈડલાઈન-નિયમો જાહેર કરવામા આવે અને નોટિફિકેશન જાહેર કરવામા આવે ત્યારબાદ જ ધો.12ના પરિણામ બાબતે સ્કૂલોને પણ ચોક્કસ માહિતી મળશે અને બીજી બાજુ આવતીકાલથી સ્કૂલોએ પરિણામની આકારણી શરૂ કરી દેવાની છે ત્યારે સ્કૂલોમાં પણ મુંઝવણ છે.

આજથી સ્કૂલો દ્વારા ગુણ આકારણી પણ ધો.10ના માર્કસ સ્કૂલો પાસે જ નથી
ગુજરાત બોર્ડ દ્વારા ધો.12 માર્કસની પેટર્ન જાહેર કરી દેવાઈ છે અને સાથે સ્કૂલોને 19મીથી 25મી સુધીમા માર્કસ આકારણી કરવાની સૂચના અપાઈ છે. પરંતુ ધો.10ના કે જેનું વેઈટેજ સૌથી વધુ 50 ટકા છે ત્યારે સ્કૂલો પાસે વિદ્યાર્થીઓના ધો.10ના માર્કસ નથી.જે તો બોર્ડ પાસે હોય છે.તો બોર્ડે માર્કસની ગણતરી કરવાની રહેશે કે સ્કૂલોએ તે મોટો પ્રશ્ન છે.આ બાબતે પણ બોર્ડ દ્વાર હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.સ્કૂલો પાસે માત્ર ધો.11ના અને ધો.12ની પરીક્ષાના માર્કસ જ છે જેનું 25-25 ટકા વેઈટેજ છે.
Read Also
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની
- સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…
- 2023માં પ્રથમ છ મહિનામાં જ 42,000 લોકોએ કેનેડા છોડ્યું, જાણો શું છે કારણ