ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાની મુખ્ય ચારેય વિષયોની એમસીક્યુ પ્રશ્નોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ છે. જે મુજબ કેમિસ્ટ્રીમાં ત્રણેય માધ્યમના પેપરોમાં એક ગુણ પ્રદાન આપવામા આવશે.

આ વર્ષે પણ ૧૨ સાયન્સની પરીક્ષામાં ૫૦ ટકા એમસીક્યુ પ્રશ્નો હતા ત્યારે બોર્ડ દ્વારા આજે ફિઝિક્સ,કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ સહિતના મુખ્ય ચારેય વિષયોના ૫૦ ટકા એમસીક્યુ પ્રશ્નોની આન્સર કી જાહેર કરવામા આવી છે.જેમાં ગણિતમાં ત્રણેય માધ્યમમાં એક પ્રશ્નમાં બે વિકલ્પ સાચા ગણવામા આવ્યા છે, કેમિસ્ટ્રીમાં ગુજરાતી અને હિન્દી માધ્યમમાં તેમજ અંગ્રેજી માધ્યમમાં એક પ્રશ્ન તેના જવાબો સાથે મેળ ખાતો ન હોવાથી નિષ્ણાંતોના અભિપ્રાયના આધારે એક ગુણ તમામ વિદ્યાર્થીઓને સમાન પણે પ્રદાન કરવામા આવશે.
જ્યારે કેમિસ્ટ્રીના અંગ્રેજી માધ્યમના પેપરમાં એક પ્રશ્નમાં બે વિકલ્પ સાચા ગણાશે. ઉપરાંત ફિઝિક્યમાં ત્રણેય માધ્યમમાં એક પ્રશ્નમાં બે વિકલ્પ સાચા છે અને બાયોલોજીમાં અંગ્રેજી માધ્યમમાં એક પ્રશ્નમાં ત્રણ વિકલ્પ સાચા ગણાશે.આ પ્રોવિઝનલ આન્સર કીમાં જો કોઈ વાંધા રજૂઆત હોય તો બોર્ડને ઓનલાઈન નિયત નમૂનામાં મોકલવાની રહેશે અને જે ૨૮મી સુધી મોકલી શકાશે. પ્રશ્ન દીઠ ૫૦૦ રૃપિયા ફી વાંધા રજૂઆત સાથે ભરવાની રહેશે.પ્રશ્નની રજૂઆત સાચી ઠરશે તો ઉમેદવારને ૫૦૦ રૃપિયા ફી પરત કરી દેવાશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના
- BIG NEWS: ઓરેવાના માલિક જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટમાં ફરીથી કરાશે રજૂ
- જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?