ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવાઈ છે.જે મુજબ ૨૫મીથી ગુજકેટના ઓનલાઈન ફોર્મ ભરાશે અને જે ૫મી ફેબુ્રઆરી સુધી ચાલશે.ગુજકેટ પરીક્ષા ફી ૩૦૦ રૃપિયા છે અને જે પણ ઓનલાઈન ભરાશે.ગુજકેટના ફોર્મ ૧૨ સાયન્સના એ,બી અને એબી એમ ત્રણેય ગુ્રપના વિદ્યાર્થીઓ ભરી શકે છે.

આ વર્ષે બોર્ડ પરીક્ષા અને ગુજકેટમાં વિદ્યાર્થીઓ ઘટશે
આ વર્ષે બોર્ડ પરીક્ષા ૨૮મી માર્ચથી શરૃ થનાર છે જે પૂર્ણ થયા બાદ એપ્રિલના અંતમાં અથવા મેના પ્રથમ સપ્તાહમાં ગુજકેટ પરીક્ષા લેવાશે.ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની વધારેલી મુદત પણ ૨૩મીએ પૂર્ણ થનાર છે.હાલ ૧ લાખથી વધુ ફોર્મ ભરાઈ ચુક્યા છે.પરંતુ આ વર્ષે ૧૨ સાયન્સ,૧૨ સા.પ્ર. અને ધો.૧૦માં વિદ્યાર્થીઓ ઘટશે .ગત વર્ષે માસ પ્રમોશનને લીધે કોઈ નાપાસ ન થતા રીપિટર વિદ્યાર્થીઓ આ વર્ષે હશે નહી.ગુજકેટમાં પણ ગત વર્ષ કરતા થોડા વિદ્યાર્થીઓ ઘટી શકે છે.
Read Also
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં