GSTV
Home » News » બોર્ડ પરીક્ષા: ક્યાંક 54 વિદ્યારર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ, ક્યાંક કપાળે ચાંડલો અને ગુલાબ સાથે પરીક્ષાખંડમાં પ્રવેશ

બોર્ડ પરીક્ષા: ક્યાંક 54 વિદ્યારર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ, ક્યાંક કપાળે ચાંડલો અને ગુલાબ સાથે પરીક્ષાખંડમાં પ્રવેશ

SSC board exams

અમદાવાદ

એસએસસી બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે આ વર્ષે શિક્ષણ બોર્ડે વિશેષ તૈયારીઓ કરી છે. આ વર્ષે મોટાભાગની શાળાઓના વર્ગખંડ સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદની શાળાઓમાં પણ સીસીટીવી લગાવાયેલા જોવા મળી રહ્યા છે અને શિક્ષણ બોર્ડના અધિકારીઓ મોનિટરિંગ રૂમમાંથી પરીક્ષાર્થીઓઓ પર નજર રાખી રહ્યા છે.

રાજકોટ

રાજકોટમાં પણ તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઇ છે. રાજકોટમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તમામ કેન્દ્રો પર સીસીટીવીથી નજર રખાઇ રહી છે. વિદ્યાર્થીઓને અગવડ ન પડે તેનુ પણ ધ્યાન રખાઇ રહ્યુ છે. રાજકોટમાં 20 કેન્દ્રો સંવેદનશીલ છે. સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ 1 અને 2ના અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. ધોરણ 10માં 57 હજાર 060 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 28 હજાર 410 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 10 હજાર 320 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

બાવળા

બાવળા-ધોળકા -બગોદરાની શાળાઓમાં ધોરણ દસના વિધાથીઓને પરીક્ષાખંડમાં પ્રવેશ આપ્યો. શાળા દ્વારા વિધાર્થીઓને કપાળે ચાંદલો કરી ગુલાબનું ફુલ આપી પ્રવેશ કરાવાયો અને શુભેચ્છા પાઠવી.

ભરૂચ

ભરૂચ જિલ્લા ના 28,347 હજાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે 32 કેન્દ્રો પર પરીક્ષા યોજાઇ. સવારથી પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલી ઉમટયા હતા. પરીક્ષા માટે આવેલ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ફૂલ આપી મો મીઠું કરાવ્યું.

બનાસકાંઠા

બનાસકાંઠામાં Ssc બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટરે શુભેચ્છાઓ પાઠવી તેમની હિંમતમાં વધારો કર્યો. સાથેસાથે બાળકોને ફૂલ આપીને આવકાર્યા.

નવસારી

નવસારી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. જિલ્લા અધિક કલેક્ટરે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું. સાથેસાથે બાળકોનું મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી હતી. જિલ્લામાં એસેસસીના 24 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા માં બેસશે.

જામનગર

જામનગરમાં ધોરણ 10 ના 22 હજાર 326 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. શહેરના સજુબા શાળામાં મેયર, શિક્ષણાધિકારી સહિતના આગેવાનોએ પુષ્પ ગુચ્છ આપી, મોં મીઠુ કરાવીને શુભકામનાઓ પાઠવી હતી. વહીવટી તંત્ર દ્વારા ખાસ દિવ્યાંગ પરીક્ષાર્થીઓ માટે પણ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પરિક્ષા કેન્દ્રો પર CCTVની વ્યવસ્થા કરવામાં આવી છે અને પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની ફલાઇંગ સ્કવોડ રાઉન્ડ ધ ક્લોક પરિક્ષા કેન્દ્રો પર પેટ્રોલિંગ કરી ગેરરીતિ ન આચરાયર તે માટેની ચેકિંગ કરી રહી છે.

ધોરાજી

તો આ તરફ, ધોરાજીમાં પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાળા તંત્રએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠા કરી શુભેચ્છા પાઠવી હતી. ધોરાજીમાં કુલ 9 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ધોરણ 10ના પચ્ચીસોથી વધુ વિદ્યાર્થીઓ છે. જેઓ 11 બિલ્ડીંગ માં 92 બ્લોકમાં 2623 વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સ્પેશ્યલ સ્કોડ વિજિલન્સ ટીમ, રાજકોટ શિક્ષણાધિકારી વિગેરે ટીમો દ્વારા પણ ચેકિંગમા જોવા મળી હતી.

આણંદ

આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ ના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા જઇ રહ્યા છે ત્યારે ડી.એન.હાઇસ્કુલ ખાતે જીલ્લા શિક્ષણ અધિકારીના હસ્તે વિધ્યાર્થીઓને ગુલાબ અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. વાલીઓનો પણ વહેલી સવારથી પરીક્ષા કેન્દ્રો ઉપર ઘસારો જોવા મળયો હતો.

શહેરા

સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે શહેરા તાલુકામાં પણ પ000  જેટલા  વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. સમગ્ર પરીક્ષ્ સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ યોજાશે. તમામ કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 

વિરમગામ

વિરમગામ શહેરમાં ધોરણ 10 બોર્ડ ની પરીક્ષાનો આજથી પ્રારંભ. પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ખાતે મોં મીઠું કરાવી આવકારવામાં આવ્યા હતા. સીસીટીવી કેમેરા સહિત અદ્યતન સાધનોથી સજ્જ સ્કૂલ બિલ્ડિંગમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાનો આરંભ થયો.

ડીસા

ડીસામાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ  થયો છે. પરીક્ષા પૂર્વે વિવિધ સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને મીઠું મોં કરાવી પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો. આ સાથે સાથે પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. પરીક્ષાને ઘ્યાનમાં રાખીને તમાસ શાળાઓ cctv કેમેરાથી સજ્જ કરાવા સાથે બોર્ડ દ્વારા ચોરી ડામવા વિશેષ સ્ક્વોર્ડની પણ રચના કરાઇ છે. આજે ગુજરાતી ભાષાની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જણાતો હતો.

Read Also

Related posts

પીએમ મોદી ગુજરાતમાં ઉજવશે પોતાનો જન્મ દિવસ, આવો રહેશે તેમનો દિવસભરનો કાર્યક્રમ

Bansari

ભાજપના વધુ એક નેતાનો અંતરાત્મા જાગ્યો, રૂપાણીની નજીકના નેતાએ ટ્રાફિક દંડને ગણવ્યો તુઘલખી નિર્ણય

Mayur

રાજકોટ હાઇવે પર ઠેર-ઠેર મોટા ખાડા, કુંવરજી બાવળિયાની એક Tweetથી અધિકારીઓ દોડતા થઇ ગયાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!