GSTV
Home » News » રાજ્યસભાની બન્ને બેઠકો જીતવા ગુજરાત ભાજપ આ રણનીતિ અપનાવશે

રાજ્યસભાની બન્ને બેઠકો જીતવા ગુજરાત ભાજપ આ રણનીતિ અપનાવશે

CM Vijay Rupani

લોકસભા ચૂંટણીમાં તો ભાજપે પ્રચંડ બહુમતી મેળવી લીધી પરંતુ હવે રાજ્યસભાની બન્ને બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે. અને પક્ષની રણનીતિ પ્રમાણે અત્યારથી જ મહેનત ચાલુ કરી દીધી છે. હાલની સ્થિતિએ ભાજપને બન્ને સીટો જીતવા 16 જેટલા ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવવુ પડશે. એટલે કે વધુ એક વખત ભાજપ ગઠજોડ કરશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

ગુજરાતમાં રાજ્યસભાના 2 સાંસદો માટે ચૂંટણી થવાની છે. અને પ્રત્યેક બેઠક જીતવા 60 -60 વોટની જરૂર પડે. સીધી રીતે જ જો મતદાન થાય તો બન્નેને એક એક સાંસદો મળે. પરંતુ ભાજપના સુત્રો કહી રહ્યા છે કે બન્ને સીટો કબ્જે કરવા ભાજપ તમામ પ્રયાસો કરી રહ્યુ છે. ભાજપને જો બન્ને સીટો જીતવી હોય તો કુલ 121 મતો જોઈએ. અને ભાજપ પાસે સંખ્યાબળ 105 જેટલુ છે.

ભાજપને 16 જેટલા ધારાસભ્યોના મત ખૂટી રહ્યા છે ત્યારે હવે સવાલ ક્રોસ વોટિંગનો ઉભો થાય છે. એક ગણતરી એવી છે કે ભાજપ કોઈ પણ ધારાસભ્યોને તોડશે નહી પરંતુ તેમની પાસે ક્રોસ વોટિંગ કરાવશે. થોડા સમય પહેલા જ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા ધારાસભ્યને કોંગ્રેસના ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવવાની જવાબદારી સોંપાઈ છે. સુત્રોના મતે ભાજપે જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના પ્રભૂત્વવાળી સીટ પર મીટ માંડી છે.

આ ઉપરાંત કોળી, આહીર અને પાટીદાર નેતાઓ પણ જવાદારીઓ સોંપાઈ છે. જેમાં કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા અને પાટીદાર આંદોલન સાથે જોડાયેલા નેતાઓને કોંગ્રેસના ધારાસભ્યો સાથે સંપર્ક બનાવી ક્રોસ વોટિંગ કરાવવાની જવાબદારી સોંપાઈ છે. તો બીજી તરફ અલ્પેશ ઠાકોર પણ પાછલા બારણે ભાજપને મદદ કરશે. જેમાં અલ્પેશની નજીકના ગેનીબેન ઠાકોર, ધવલસિંહ ઝાલા, ભરતજી ઠાકોર સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. હાલમાં તો ભાજપે રાજ્યસભાની બન્ને બેઠકો જીતવા માટે તમામ શક્તિઓ કામે લગાડી છે.

READ ALSO

Related posts

ટ્રમ્પ ભલે ના પાડે પણ અમેરિકાએ સ્વીકારી લીધું કે ઈરાનના હુમલામાં અમને થયું છે ભારે નુક્સાન

Arohi

રિલાયન્સની જોરદાર કમાણી : નફામાં નવો રેકોર્ડ બનાવ્યો, તો જાણો શું છે આ આંક

Arohi

અક્ષય કુમાર વૈશ્વિક સ્તરે સાબિત થયો બોક્સ ઓફિસનો કિંગ, 1000 કરોડ કમાણી કરનાર બોલિવુડનો એક માત્ર એક્ટર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!