ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં બેઠકોનો દોર યોજવામાં આવી રહ્યો છે. જેના અંતિમ તબક્કામાં મહેસાણામાં બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ચૂંટણીને લઇને આગામી રણનીતિ ઘડવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે હાર્દિક પટેલ, ગેનીબેન ઠાકોરના વાણીવિલાસ તેમજ ઉત્તર ગુજરાતમાં પાણીની અછત મુદ્દે નિવેદન આપ્યું હતું. જગદીશ ઠાકોરે જણાવ્યું કે ભાજપ વહેલા ચુંટણી કરવા માંગે તો પણ અમે તૈયાર છીએ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત કમલમમાં ભાજપની પ્રદેશ કારોબારીની મહત્વની બેઠક મળી છે. પ્રદેશ પ્રમુખ પાટિલ તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કારોબારીમાં ચૂંટણી સંબંધિત રણનીતિ ઘડવામાં આવી હતી. સી.આર. પાટિલે બેઠકને સંબોધિત કરી કેન્દ્ર સરકારના નિર્ણયોની જાણકારી આપી હતી. સાથે જ સરકારે પેટ્રોલ-ડીઝલ પર ઘટાડેલી એક્સાઇઝ ડ્યુટી મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી.

પાટિલે ખાતરના ભાવ પર કેન્દ્ર સરકારે જાહેર કરેલી સબસીડી ઉપરાંત તાપી પર લીક યોજના રદ્દ કરવાના નિર્ણય અંગે પણ માહિતી આપી હતી. બેઠક બાદ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડાએ કહ્યું કે 30 મેએ કેન્દ્રની ભાજપ સરકારના કાર્યકાળના આઠ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં પખવાડિયા સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. મહામંત્રી ભાર્ગવ ભટ્ટે જણાવ્યું કે ચૂંટણીને લઇને તમામ 182 વિધાનસભામાં ભાજપના વિસ્તારકો જશે.
આગામી 11 થી 13 જૂન વિસ્તારકો 3 દિવસ માટે તાલુકા પંચાયત માટે જઇ પેજ સમિતિના પ્રમુખો, બુથ સમિતિ અને બુથના લાભાર્થીનો સંપર્ક કરશે. તો મહામંત્રી રજની પટેલે સહયોગ નિધિ અંગે માહિતી આપતા કહ્યું કે ચૂંટણી સહયોગ નિધિ માટે ફક્ત ચેકના માધ્યમથી નિધિ સ્વીકારવાનું નક્કી કરાયું છે. ભાજપે કોઇ લક્ષ્યાંક નક્કી નથી કર્યો પરંતુ 200 કરોડ રૂપિયાનો સહયોગ મળે તેવું આયોજન કરાયું છે.
Read Also
- સપના ચૌધરી 3 કલાકના એક શોની ફી જાણીને લાગશે તગડો ઝટકો, હરિયાણવી ડાન્સર એક એક ઠૂમકાના વસૂલે છે લાખો રૂપિયા
- પંજાબમાં ‘આપ’ સરકારનું પ્રથમ બજેટ! 300 યુનિટ મફત વીજળીની કરાઈ જોગવાઈ, કોઈ નવા કર લાદવામાં નથી આવ્યા
- રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત
- વરસાદની મજા ડબલ કરી નાંખશે ચટપટા મસાલા પાવ, સાંજની ચા સાથે આ રેસિપી કરાવી દેશે મોજ
- શિવસેનાના બાગીઓને SCએ અયોગ્યતા નોટિસના જવાબ માટે 14 દિવસનો સમય આપ્યો