GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

ગુજરાતમાં ભાજપના 3 કાર્યક્રમનો ફિયાસ્કો, રૂપાણી પણ ભીડ ન ભેગી કરી શક્યા

નેતાઓ અને પ્રધાનો ભલે જનતાના મત આપીને સત્તા પર સવાર થાય..પરંતુ નેતાઓના કાર્યક્રમમાં હવે જનતાએ જવાનું ટાળ્યુ હોય તેવુ ફરી એકવખત દેખાયુ છે. આજે રાજ્યમાં ત્રણ અલગ અલગ સ્થળો પર સરકારી કાર્યક્રમો હતા. જેમાંથી એક કાર્યક્રમમાં તો ખુદ મુખ્યપ્રધાન રૂપાણ હાજર હતા. પરંતુ સ્થાનિકોના અભાવે કાર્યક્રમમનો ફિયાસ્કો થતો હોય તે રીતે ખુરશીઓ ખાલી જોવા મળતી હતી.

અંબાજી ખાતે વનવાસી કિસાન મેળામાં રાજ્ય સરકારના વન પ્રધાન ગણપત વસાવા હાજર રહ્યા હતા. પરંતુ લોકો ઉપસ્થિત રહ્યા ન હતા. આયોજકોએ વિદ્યાર્થીઓને મંડપમાં લાવીને બેસાડવા પડ્યા હતા. તો ડાંગમાં સીએમ વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ હતો. પરંતુ લોકો નિરસતા દાખવતા હોય તેમ ખુરશીઓ કાલી જોવા મળી હતી.

અને અહીં પણ આયોજકોએ વિદ્યાર્થીઓને બેસાડી ખુરશીઓ ભરી હતી. વાત કરીએ ડીસાની તો ડીસામાં કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરના કાર્યક્રમમાં પણ કાગડા ઉડતા જોવા મળ્યા. તેમજ ખુરીશીઓ ખાલી જોવા મળી.

READ ALSO

Related posts

8 નહીં પરંતુ આ તારીખથી તિરૂપતિ બાલાજી મંદિરમાં ભક્તોને મળશે એન્ટ્રી, એક દિવસમાં માત્ર 6 હજાર લોકો જ કરી શકશે દર્શન

Nilesh Jethva

દેશમાં કોરોનાની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો, એક સપ્તાહમાં 61 હજાર કેસ વધ્યા

Nilesh Jethva

પીઓકે અને અક્સાઇ ચીન ભારતનો ભાગ, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે ભારતના કબ્જામાં હશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!