GSTV
Gujarat Government Advertisement

સામ… દામ… દંડ… ભેદ : ત્રીજા ઉમેદવારને જીતાડવા ભાજપનું રાજકીય ઓપરેશન શરૂ

ભાજપ

Last Updated on March 15, 2020 by Mayur

રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણીના ગરમાતા રાજકારણે ગુજરાત કોંગ્રેસને પડતા પર પાટુ માર્યુ છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો તૂટવાનુ હવે કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યુ છે. રાજયસભા ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવારોની જીત તો નિશ્ચિત છે. પરંતુ ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતાડવા રાજકીય ઓપરેશન શરૂ થઇ ચૂક્યુ છે. કોંગ્રેસના ચારથી પાંચ ધારાસભ્યો તૂટે તે નક્કી છે. મહત્વનુ છે કે સોમાભાઇ પટેલ અને જે. વી. કાકડીયાના રાજીનામાના અહેવાલો વચ્ચે બંને જણા સંપર્ક વિહોણા પણ બન્યા છે. કોંગી ધારાસભ્યો તોડવાનો ટાર્ગેટ પૂરો કરવા ભાજપ કામે લાગી ચૂક્યુ છે. કોંગી ધારાસભ્યોને તોડવા સામ.. દામ.. દંડ.. ભેદ એમ તમામ રણનીતિ અપનાવાઇ રહી છે. જે રીતે રાજકીય ઓપરેશન ચાલી રહ્યુ છે તે જોતા કોંગ્રેસ વધુ એક તૂટવાનુ હવે નક્કી છે.

ધારાસભ્યોના રાજીનામાની અટકળો થઈ વહેતી

રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણેય બેઠકો જીતવા ભાજપે કમર કસી છે. જે અંતર્ગત ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને તોડવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસના બે સભ્યો મોડી રાત્રે કોંગ્રેસ પક્ષનો સાથ છોડી રાજીનામું આપ્યું હોવાની અટકળો જોવા મળી રહી છે. આ ઉપરાંત ત્રણ કરતાં વધુ ધારાસભ્યો ભાજપના સતત સંપર્કમાં હોવાની વાત પણ સામે આવી છે. ત્યારે આજના દિવસમાં અન્ય બે થી ત્રણ ધારાસભ્યો કોંગ્રેસ પક્ષનો સાથ છોડે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. આ સાથે જ ધારાસભ્યોના મોબાઈલ સ્વીચ ઓફ આવવાની ઘટનાએ પણ કોંગ્રેસને પરેશાન કર્યા છે. કારણ કે ધારાસભ્યો સંપર્ક વિહોણા બન્યા છે.

વોટ્સએપ ગૃપ છોડ્યાના અહેવાલ

અમરેલીના ધારીના ધારાસભ્ય જેવી કાકડીયાના પુત્ર આનંદ કાકડીયાએ કોંગ્રેસનું વોટ્સએપ ગ્રુપ છોડ્યું હોવાના અહેવાલ સામે આવ્યાં છે. આ ઉપરાંત સરકારના વખાણ કરતી પોસ્ટ થોડાં દિવસ પહેલાં જ વાયરલ કરી હતી. તેઓએ ફેસબુક એકાઉન્ટ પરથી 4 માર્ચે સરકારના વખાણ કર્યા હતા. સરકારના વખાણ કરતાં જ ભાજપના સંપર્કમાં હોવાના સંકેતો મળ્યાં હતા. આનંદ કાકડીયાની પોસ્ટના ફોટા વાયરલ પણ થયા હતા.

કાકડિયાના ઘરે તાળુ

ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હોવાના અહેવાલ વચ્ચે જીએસટીવીની ટીમ ધારીમાં તેમના નિવાસ સ્થાને પહોંચી. ત્યારે તેમના નિવાસ સ્થાને તાળુ જોવા મળ્યુ હતુ. જેવી કાકડિયાના સસરા નાનજીભાઈએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, જે.વી કાકડિયા ક્યા છે તે અંગે કોઈ જાણકારી મળી નથી.

શું કહ્યું વીરજી ઠુમ્મરે ?

કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામાના અહેવાલ અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાંના સમાચાર મેં સાંભળ્યા છે પણ હજી નક્કર હકીકત સામે આવી નથી. સોમભાઈ વરિષ્ઠ નેતા છે અને પાર્ટી તરફથી તેમને અન્યાય થયો હોય તેવું હું માનતો નથી. તેમને વ્યક્તિગત સમસ્યા હશે તો પાર્ટી તેમની સાથે ચર્ચા કરશે. તેમણે જણાવ્યુ હતુ કે, ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હોવાનું અફવા છે. અમારા ધારાસભ્યોનું મનોબળ તોડવાની કોશિશ કરવામાં આવી છે. બન્ને ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. જો કોઇ ધારાસભ્ય રાજીનામું આપે તો તે સરદાર પટેલના મૂલ્યોનુ અપમાન હશે. તેમણે કહ્યુ કે, જે.વી. કાકડિયા હાલ સુરતમાં છે અને તેમનો પરિવાર અમારા સંપર્કમાં છે. હજી પણ નીતિન પટેલને કોંગ્રેસ સીએમ બનાવવાની ઓફર કરે

અક્ષય પટેલ નારાજ હોવાના સમાચાર

કરજણથી કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલ કોંગ્રેસથી નારાજ હોવાના અહેવાલ સામે આવ્યા છે. તેમણે કોંગ્રેસની કામગીરીથી નરાજગી વ્યક્ત કરી. આ પહેલા પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાવવાની અટકળો સામે આવી હતી. તેમણે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીમાં અનેક રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતા કોઈપણ વાત પર ધ્યાન આપવામાં આવ્યુ નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષે હત્યાની વોન્ટેડ ડિસ્કો યાદવની કરી ધરપકડ, 4 લોકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરીને થઈ હતી ફરાર

pratik shah

નરાધમનું પિશાચી કૃત્ય સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી, સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરીને લાશ ફેંકી દીધી

pratik shah

અમદાવાદ રેલ્વે પોલીસને મળી સફળતા, 65 લાખના મોબાઈલ અને 47 બિયર પાર્સલમાંથી ઝડપી પડયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!