ઈતિહાસ પડખું ફેરવે ત્યારે અવાજ થતો નથી. ભાજપમાં ઈતિહાસ કરવટ બદલી રહ્યો છે અને પોતાના ખિસ્સામાં સત્તા લઈને ફરતા ગાંધીનગરથી દિલ્હી સુધીના નેતોઆને તેનો અવાજ સંભળાઈ નથી રહ્યો. અને કાં તો ભાજપના નેતાઓનો આત્મવિશ્વા સ્ટેચ્યૂ ઓફ યુનિટી કરતા પણ ઊંચો છે. પરંતુ એક વાત તો નક્કી છે કે ભાજપની નેતાગીરી ગોથા ખાઈ રહી છે. કેમ કે મંત્રીમંડળ 16 તારીખે શપથ લેશે એવું નક્કી થયું હતું. એ પછી શપથવિધિ 15 તારીખે યોજાય એ નક્કી કરાયું. કદાચ ભાજપના પક્ષ પ્રમુખ પાટીલ ઉતાવળે આંબા પકાવવા માંગતા હતા. પરંતુ એમાં મેળ પડ્યો નહીં. કેમ કે ભાજપ ભલે અઢી-પોણા ત્રણ દાયકાથી સત્તામાં હોય, અત્યારે ભાજપમાં જેટલો અસંતોષ છે એટલો અગાઉ ક્યારેય ન હતો. 15 તારીખે શપથવિધિની તૈયારીઓ થવા લાગી, જેમને મંત્રી બનવું છે એવા ધારાસભ્યો ગાંધીનગર પહોંચી ગયા, પોસ્ટરો પણ તૈયાર થઈ ગયા, ખાનગી ધોરણે શુભેચ્છાઓ અપાવા લાગી.. ત્યાં નક્કી થયું કે નવા મંત્રીઓની શપથવિધિ 16 તારીખે થશે.

પરંતુ ખરેખર 16 તારીખે જ થશે એવું અત્યારથી નક્કી કહી શકાતુ નથી. કેમ કે ભાજપને પોતાને જ ખબર નથી કે શપથ ક્યારે લેવડાવવા અને કોને લેવડાવવા. એટલે તારીખ પે તારીખ જેવી સ્થિતિ સર્જાઈ છે. પહેલા એવુ નક્કી થયું હતું કે શપથવિધિ સોમવારે બપોરે 10 કલાકે યોજાશે. ત્યાં સુધીમાં ખુદ મુખ્યમંત્રી પોતે પણ તૈયાર ન હતા. કેમ કે હજુ આગલા દિવસે જ તેઓ જામનગર-રાજકોટના પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે હતા. એટલે પછી શપથવિધિ બપોર પછી યોજાશે એવુ નક્કી થયું. હવે એ મુહૂર્ત પણ કેન્સલ થયું છે. આમ તો આવા કામ મુહૂર્ત જોઈને નક્કી થતા હોય છે, પણ એ મુહૂર્ત જોવામાં કંઈક ગરબડ થઈ લાગે છે.

હકીકત એ છે કે ભાજપના નાનાથી માંડીને મોટા નેતાઓ નારાજ છે. નારાજગીના ઘણા કારણો છે. જેમ કે
- વિવિધ કારણોમાં એક છે, દિલ્હીથી ચાલતું એકહથ્થું શાસન. તેના વિશે કશું વધારે કહેવાનું નથી કેમ કે ભાજપના સિનિયર કે કહેવાતા સિનિયર નેતાઓ તેનો ભોગ બની રહ્યા છે.
- બીજું કારણ પાટીલની વનમેન સત્તાકેન્દ્રની માફક કામ કરવાની પદ્ધતિ. કોરોનામાં પાટીલ ખુબ બદનામ થયા છે. લોકો પાટીલને તો કહી ન શકે એટલે પોતાના વિસ્તારમાં ભાજપના પ્રતિનિધિઓને ગાળો આપી રહ્યા છે. એટલે કે નારાજગીનું બીજું કારણ પાટીલ છે.
- પક્ષપલટો કરીને આવનારાઓને મંત્રીપદ સુધીના લાભો. જ્યારે પક્ષમાં ચપ્પલ ઘસી નાખનારા કાર્યકરોને ઠેંગો.
- સરકાર વિરોધી રજૂઆત કરનાર સૌ કોઈને સોશિયલ મીડિયા દ્વારા દેશદ્રોહી સાબિત કરવા માટે અવિરત કામ કરતી સોશિયલ મીડિયા ટીમો. મજાની વાત એ છે કે સામાન્ય નાગરિકો કે સમાજ અગ્રણીઓ તો ઠીક ભાજપના જ કોઈ સભ્યો જ્યારે સરકાર વિરૃદ્ધ પોતાનો મત પ્રગટ કરે ત્યારે તેમની પાછળ સોશિયલ મીડિયા ટીમ જૂઠ્ઠાણા ફેલાવવા માટે ખુલ્લી મુકી દેવામાં આવે છે.
આ બધા કારણો પક્ષમાં જ અસંતોષ દર્શાવે છે. એટલા કારણો હતા ત્યાં નવા કારણો છેલ્લા ચાર-પાંચ દિવસની ગતિવિધીથી ઉભા થયા છે. જેમ કે - રૃપાણી સરકારને કોઈ સમય આપ્યા વગર ઘરભેગી કરી દેવાઈ.
- સિનિયર મંત્રીઓની સદંતર અવગણના કરાઈ.
- નીતિન પટેલ જેવા મુખ્યમંત્રી પદના દાવેદારને ખબર જ નથી કે હવે તેમનું રાજકીય ભવિષ્ય શું છે
- વિજય રૃપાણી પોતે પણ ભૂપેન્દ્ર પટેલની નિમણૂંકથી નારાજ છે અને પોતીની ગોઠવાયેલું વ્યવસ્થાતંત્ર ચાલતું રહે એ માટે ઈચ્છુંક છે. પરંતુ પાટીલ સહિતના નેતાઓ વિજય રૃપાણી કે તેમના પક્ષના સભ્યોને ફાવવા દેવા માંગતા નથી.
- સમગ્ર જૂના મંત્રીમંડળની બદલી કરવાની છે. આમ તો જૂના મંત્રી મંડળમાં કેટલાક મંત્રીઓ નામના જ હતા (નવા મંત્રીમંડળમાં પણ એમ જ થશે). એમને બદલવાની જરૃર હતી, પરંતુ અત્યારે ફેરબદલી થાય તેનાથી ભાજપનો આંતરીક અસંતોષ ગુજરાતના વાદળછયાં વાતાવરણ વચ્ચે ભકડો કરી રહ્યો છે.
- અનેક સિનિયર મંત્રીઓ પાટીલની સાથે નથી, દિલ્હી સામે પણ હવે તેઓ દબાતા અવાજે વિરોધ નોંધાવી રહ્યા છે. તેના જ કારણે આજની શપથવિધિ પાછી ઠેલાઈ છે.
અલબત્ત, શપથવિધિ એકાદ દિવસ પાછી ઠેલી શકાશે, પરંતુ નારાજગી અને આંતરિક અસંતોષ ક્યાં સુધી પાછો ધકેલાતો રહેશે?
READ ALSO
- બંગાળની રાજનીતિમાં બોમ્બ બનાવવા આમ વાત છે?
- લંડનથી રાહુલ ગાંધીએ અચાનક સોનિયા ગાંધીને લગાવી દીધો ફોન, જાણો કોની સાથે કરાવી વાત
- સરકારે તાપી-પાર પ્રોજેક્ટ રદ્દ કર્યા બાદ કોંગ્રેસે કહ્યું- સરકાર શ્વેત પત્ર બહાર ન પાડે ત્યાં સુધી ચાલુ રહેશે આંદોલન
- ભારતમાં ઉનાળા દરમિયાન ફરવા માટેના ઉત્તમ 8 સ્થળ, જ્યાં ઉનાળામાં પણ હવામાન રહે છે ખૂશનૂમા
- ભારે પવનથી ટ્રોલીઓ હવામાં ઊડી, 28 શ્રદ્ધાળુઓના જીવ થયા અધ્ધરઃ મૈહરની પહાડી પર દેવઘર જેવી દુર્ઘટના થતા બચી