GSTV
Home » News » ગુજરાત ભાજપને હવે પુરૂષો કરતા મહિલાઓ પર વધારે ભરોસો, 6 ટિકિટ મહિલાઓના ફાળે

ગુજરાત ભાજપને હવે પુરૂષો કરતા મહિલાઓ પર વધારે ભરોસો, 6 ટિકિટ મહિલાઓના ફાળે

ગઈકાલે કોગ્રેસ પછી ભાજપે પણ સત્તાવાર રીતે બે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં સુરતથી દર્શના જરદોશ અને મહેસાણામાં શારદા પટેલના નામની જાહેરાત કરાઈ છે. જોકે અમદાવાદ પૂર્વ પર કોકડું હજુ ગુચવાયેલુ છે. બે મહિલા ઉમેદવારોના નામ જાહેર થતા જ ભાજપ કાર્યકરો અને તેમના સમર્થકોએ શુભેચ્છા પાઠવી. તો બન્ને ઉમેદવારોએ પણ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો.

પુનમ માડમ પછી ભાજપે વધુ કેટલીક મહિલાઓને ટિકિટ આપી છે. જેમાં બે મહત્વના નામ એટલે સુરતથી ત્રીજી વખત ટિકિટ મેળવનારા દર્શના જરદોશ અને મહેસાણા બેઠક પરથી શારદા પટેલ. શારદા પટેલની જગ્યાએ નીતિન પટેલને ટિકિટ આપવાના હોવાની વાતો ચર્ચાય હતી પણ બાદમાં શારદા પટેલને ટિકિટ મળતા ભાજપે પાટીદાર ફેક્ટરને પણ કામે લગાવ્યું છે અને મહિલા ઉમેદવાર હોવાથી મત મેળવવામાં પણ બાજી મારી છે. પૂનમ માડમ સિવાય ભાવનગરથી ભારતી બેન શિયાળ છે. જેમને ભાજપે ગત્ત ટર્મમાં પણ ટિકિટ આપી હતી. તો વડોદરા રંજનભટ્ટને અને છોટાઉદ્દેપુરમાં ગીતાબેન રાઠવાને ટિકિટ આપવામાં આવી છે.

મહેસાણા બેઠક પર ભારે ચર્ચા વિચારણા બાદ ભાજપે મહિલા ઉમેદવારને ઉતારવાનું નક્કી કર્યુ છે. ભાજપે શારદા પટેલને ટિકિટ આપી છે. શારદા પટેલ પૂર્વ ઉદ્યોગ પ્રધાન અનિલ પટેલના પત્ની છે..અને 12 પાટીદાર સમાજમાં તેમનો ખાસ્સો એવો પ્રભાવ છે. મહેસાણા ભાજપમાં વર્ષ 1960થી ગત શારદાબેન પટેલના પરિવારે સેવા આવી છે. મહેસાણા સહિત વિસનગરમાં પણ તેમના પરિવારનો દબદબો છે. આ સાથે જ મહેસાણાથી જયશ્રી પટેલનું પત્તુ કપાયું છે. જયશ્રીબેન સામે ઘણી ફરિયાદો થયા બાદ તેમનું રિપીટ થવું મુશ્કેલ હતુ. એટલે ભાજપે પૂર્વ પ્રધાન અનિલ પટેલના પત્ની શારદાબેનને ટિકિટ આપી છે.

ત્રીજી વખત દર્શના જરદોશ પર ભરોસો

સુરત બેઠક પરથી ભાજપે દર્શના જરદોશને રિપીટ કર્યા છે. આમ તો દર્શના જરદોશને રિપીટ કરવા અંગે ભાજપમાં અવઢવ હતી. વર્ષ 1989થી સુરતને ભાજપની સેફ સીટ ગણવામાં આવે છે. ત્યારે સેફ સીટ સાચવી રાખવા માટે ભાજપે વધુ રિસ્ક ન ઉઠાવી નવા ઉમેદવારને ઉતારવાને બદલે દર્શના જરદોશને રિપીટ કર્યા છે. સાંસદ દર્શના જરદોષને ફરી ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી છે. ત્યારે તેમના સમર્થકો ભાજપ કાર્યાલય પર ઉમટી પડ્યા હતા. અને એકબીજાનું મીઠાઈ વડે મોઢું કરાવ્યું હતું.સમર્થકોએ ફટાકડા ફોડી દર્શના ઝરદોષ ને બુકે આપી શુભેચ્છા પાઠવી હતી.

લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસમાં કોને મળી ટિકિટ?

લોકસભા બેઠક ભાજપ કોંગ્રેસ
ગાંધીનગર અમિત શાહ સી.જે.ચાવડા
બનાસકાંઠા પરબત પટેલ    
 પાટણ ભરત ડાભી  જગદીશ ઠાકોર
મહેસાણા શારદા પટેલ  
અમદાવાદ પૂર્વ    
અમદાવાદ પશ્ચિમ કીરીટભાઈ સોલંકી રાજૂ પરમાર
સુરેન્દ્રનગર મહેન્દ્રભાઈ મુંજપરા   સોમા પટેલ
કચ્છ વિનોદભાઈ ચાવડા નરેશ મહેશ્વરી  
રાજકોટ મોહનભાઈ કુંડારિયા લલિત કગથરા  
પોરબંદર   રમેશ ધડુક લલિત વસોયા
જામનગર પૂનમબેન માડમ મુળુ કંડોરીયા  
જૂનાગઢ   રાજેશ ચુડાસમા પૂજા વંશ
અમરેલી નારણભાઈ કાછડીયા   પરેશ ધાનાણી
ભાવનગર ભારતીબેન શિયાળ  
આણંદ મિતેશ પટેલ   ભરત સિંહ એમ સોલંકી
ખેડા દેવુસિંહ ચૌહાણ  
પંચમહાલ  રતનસિંહ ચૌહાણ વી.કે.ખાંટ
દાહોદ જસવંત સિંહ ભાંભોર  
વડોદરા રંજનબેન ભટ્ટ પ્રશાંત પટેલ
છોટા ઉદેપુર   ગીતાબેન રાઠવા રંજીત મોહનસિંહ
ભરૂચ મનસુખભાઈ  વસાવા  
બારડોલી પ્રભુભાઈ વસાવા તુષાર ચૌધરી
સુરત દર્શના જરદોશ  
નવસારી સીઆર પાટીલ  ધર્મેશ પટેલ
વલસાડ કેસી પટેલ જીતુ ચૌધરી

સાબરકાંઠા દિપસિંહ રાઠોડ

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!