GSTV

ગુજરાત ભાજપના નવા સંગઠન મહામંત્રી રત્નાકર આવતી કાલે વિધિવત રીતે ચાર્જ સંભાળશે, આજે ગુજરાતમાં આગમન

Last Updated on August 2, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાત ભાજપના નવા સંગઠન મહામંત્રી રત્નાકર આજે મોડી સાંજે ગુજરાત આવી રહ્યાં છે અને આવતી કાલે નવા સંગઠન મહામંત્રી તરીકે તેઓ વિધિવત ચાર્જ સંભાળશે. 10 વર્ષથી ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રહેલા ભીખુ દલસાણીયાની જગ્યાએ તેમની નિમણૂંક થઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્તિ કરી છે. ભીખુ દલસાણીયા છેલ્લાં ૧૦ વર્ષથી પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી હતાં. ત્યારે હવે તેમના સ્થાને રત્નાકરની નિમણૂંક કરવામાં આવી છે. નવા નિમાયેલા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ઉત્તર પ્રદેશના દેવરિયાના નિવાસી છે.

ઉલ્લેખનીય છે કે, ગત રોજ 1 ઓગસ્ટે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્તિ કરી હતી. સંગઠન મંત્રી તરીકે રત્નાકરની નિમણૂંક કરવામાં આવી છે.

This image has an empty alt attribute; its file name is IMG-20210801-WA0001.jpg

રત્નાકર ઉત્તરપ્રદેશના દેવરિયાના વતની છે

મહત્વનું છે કે, અત્યાર સુધી આ પદ પર ભીખુ દલસાણિયા હતાં. તમને જણાવી દઇએ કે, ઘણાં સમય પછી આ પદ પર કોઇ નવા ચહેરાની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ ઉત્તરપ્રદેશના દેવરિયાના વતની છે અને ઉત્તરપ્રદેશ તથા બિહારમાં ખૂબ મોટી સફળ કારકિર્દી ધરાવે છે.

ભીખુભાઇ દલસાણીયાને કોઈ અન્ય જવાબદારી સોંપવામાં આવી શકે

જો કે અહીં મહત્વની બાબત એ પણ છે કે, ભીખુભાઇ દલસાણીયાને કોઈ અન્ય જવાબદારી સોંપવામાં આવી શકે છે. મહત્વનું છે કે, ભાજપની હાઈ કમિટી દ્વારા આ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, રત્નાકરજી આ પહેલાં પણ અનેક જવાબદારી નિભાવી ચૂક્યાં છે. આગામી 2022 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

હાલમાં બિહાર સંગઠનના રાજ્ય સંયુક્ત મહામંત્રી છે

રત્નાકર એક ભારતીય રાજકીય અને ભાજપના અગ્રણી વ્યૂહાત્મક નેતા છે. સાથે તેઓ બિહાર ક્ષેત્ર માટે સંગઠનના રાજ્ય સંયુક્ત મહામંત્રી પણ છે. શરૂઆતના દિવસોમાં તેઓ સામાજિક કાર્યકર તરીકે સંઘ સાથે જોડાયેલા હતાં. ભાજપ દ્વારા રત્નાકરને 2017 માં સામાન્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં કાશી અને ગોરખપુર વિસ્તારના સંગઠન સચિવ બનાવવામાં આવ્યાં હતાં.

Image

તમને જણાવી દઇએ કે, રત્નાકરે યુપી વિધાનસભા ચૂંટણી 2017, લોકસભા ચૂંટણી 2019, બિહાર વિધાનસભા ચૂંટણી 2020 અને બંગાળ વિધાનસભા ચૂંટણી, 2021 માં મહત્વનું યોગદાન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રત્નાકરને રાજ્ય સ્તરે એક પ્રભાવશાળી અને સક્રિય વ્યૂહાત્મક નેતા માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!