GSTV

ગુજરાતમાં 3 ધારાસભ્યો સહિત 7 કોર્પોરેટરોને લાગ્યો કોરોનાનો ચેપ, એકનું મોત

Corona

ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. લોકડાઉનના 65 દિવસ બાદ ધીમે ધીમે અનલોક ભારત અને અનલોક ગુજરાત થઈ રહ્યું છે તે વચ્ચે એ પણ હકિકત છે કે ગુજરાતમાં કોરોનાના કેસ 17 હજાર નજીક પહોંચી ગયા છે. ગુજરાતમાં કોરોનાને કારણે 1000થી વધારે લોકોના જીવ પણ ગયા છે. અમદાવાદમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે લોકડાઉનના કડકપણે અમલ માટે સીએમ, ડે. સીએમ સહિત ધારાસભ્યો કોર્પોરેટરોએ મીટિંગ કરી હતી. આ મીટિંગ બાદ જ સાંજે રીપોર્ટમાં ઈમરાન ખેડાવાલા પોઝીટીવ આવ્યા હતા. જેના પગલે સીએમ, ડે. સીએમ હોમ ક્વોરોન્ટાઈન થયા હતા. ગુજરાતમાં સામાન્ય માણસથી લઈને નેતા- ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ બાકાત રહ્યા નથી.  અમદાવાદમાં ભાજપના નિકોલના ધારાસભ્ય જગદિશ પંચાલ બાદ વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત મળી આવ્યા છે. નરોડા વિધાનસભાના ભાજપના ધારસભ્ય બલરામ થવાનીનો સોમવારે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓએ નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

રાશનકિટ વિતરણ દરમિયાન સંક્રમણ થયાની સંભાવના

અમદાવાદ નરોડાના ધારાસભ્ય બલરામ થવાણી દ્વારા લોકોને રાશનકીટ વિતરણ કરતા વખતે કોરોના સંક્રમણ  લાગ્યાની સંભાવના છે. હાલમાં બલરામ થવાણીને કોરોનાના કોઈ લક્ષણો નથી. છતાં પણ તેમનો રિપોર્ટ પોઝીટવ આવ્યો છે. ગત રાત્રે અમદાવાદ હાટકેશ્વર ભાઈપુરા વોર્ડના ભાજપા કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાને પણ અચાનક શ્વાસ લેવામાં તકલિફ થવા લાગી હતી. તે પછી તેઓને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓને પણ કોરોના હોવાનું જણાવાઈ રહ્યું છે.

ઈમરાનખેડાવાલા સારવાર બાદ સાજા થયા

અમદાવાદમાં અત્યાર સુધી 7 કોર્પોરેટરો અને ત્રણ ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. કોંગ્રેસના સીનિયર લિડર તેમજ બહેરામપુરાના કોર્પોરેટર ગ્યાસુદીન શેખનું કોરોનાને કારણે મોત પણ થયું છે. આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ભાજપના ધારાસભ્ય જગદિશ પંચાલ પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા.  ઈમરાન ખેડાવાલા સારવાર બાદ સાજા થઈ ચૂક્યા છે. મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા દિનેશ શર્મા અને તેમની પુત્રી અર્પણ શર્મા પણ કોરોના પોઝીટીવ છે. તેમને એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના 16794 કેસ આવી ચૂક્યા છે. જેમાં એકલા અમદાવાદમાં જ 11 હજારથી વધારે કેસ છે. અમદાવાદમાં કોરોના મહામારીના સૌથી વધારે કેસ નોંધાયા છે.

READ ALSO

Related posts

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva

OSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન

Nilesh Jethva

સુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!