GSTV
Home » News » જુગલજી ઠાકોરનું નામ વહેતું કરી ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા, ભાજપનો આ છે પ્લાન

જુગલજી ઠાકોરનું નામ વહેતું કરી ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા, ભાજપનો આ છે પ્લાન

રાજ્યસભાની 2 બેઠકો માટેની અલગ અલગ ચૂંટણી સામે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. જો કાલે ચૂકાદો ભાજપની વિરુદ્ધમાં આવે તો પણ ભાજપે આ બીજી બેઠક જીતવા માટે ઓબીસીનો સહારો લેવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસની સુપ્રીમમાં જીત થઈ તો બીજા ઉમેદવાર તરીકે મનમોહનસિંહનું નામ આવી શકે છે. ભાજપમાંથી એસ. જયશંકર લગભગ ફાયનલ છે. ભાજપે બંને બેઠકો જીતવા માટે જુગલ ઠાકોરને ઉભા રાખવાનો નિર્ણય એ પ્લાનના ભાગરૂપે છે. હાલમાં અલ્પેશ ઠાકોર સહિતના ધારાસભ્યો કોંગ્રેસની વિરુદ્ધમાં મતદાન કરી શકે છે. ઠાકોર સમાજનો ઉમેદવાર રાજ્યસભામાં જતો હોય તો ઓબીસીના આધારે અન્ય ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવવાનો ભાજપનો પ્લાન છે. જુગલ મથુરજી ઠાકોર એ ઓબીસી સમાજનું મોટુ માથુ છે. અલ્પેશ ઠાકોરને પણ કદ પ્રમાણે વેતરવા હોય તો ઓબીસી સમાજનો ઉમેદવાર ઉભો રાખવો પડે એટલે ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા છે. સુપ્રીમનો નિર્ણય ભાજપની વિરુદ્ધમાં આવ્યો તો ક્રોસ વોટિંગ કરાવવા માટે ઓબીસી સમાજનો સહારો લીધો અને બીજા કાંકરે અલ્પેશને પણ આડકતરો સંકેત આપી દીધો છે. અલ્પેશ ઠાકોરના ભાજપમાં સમાવેશ સામે ભાજપના ઠાકોર સમાજના નેતાઓ નારાજ છે. જેથી ભાજપ પણ છાશ ફૂંકી ફૂંકીને પી રહી છે. અલ્પેશ ઠાકોરની નારાજગી પણ પોષાય તેમ ન હોવાથી ભાજપે જુગલજી ઠાકોરને રાજ્યસભાના ઉમેદવાર બનાવવાનો નિર્ણય લઈ ઓબીસી સમાજને આગળ કરી અલ્પેશ ઠાકોરની પણ બોલતી બંધ કરી દીધી છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જુગલ ઠાકોરને ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવવા માટે ફોન આવ્યો છે. આથી જુગલ ઠાકોર મંગળવારે વિજયમુહૂર્તમાં ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. મહત્વનું છે કે જુગલ ઠાકોર ભાજપના પાયાના કાર્યકર છે. હાલમાં તેઓ કોળી વિકાસ બોર્ડના ડિરેક્ટર છે. તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના તેઓ પ્રદેશ અધ્યક્ષ પણ છે. જુગલ ઠાકોરે લોકસભાની ચૂંટણીમાં મહેસાણા અથવા તો પાટણ બેઠક પરથી ટિકીટની માંગણી કરી હતી. પરંતુ તેમને ટિકીટ મળી નહોતી. જો કે હાઇકમાન્ડ હવે તેમને રાજ્યસભામાં મોકલી શકે છે. જુગલ ઠાકોર ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી છે. તેમજ તેઓ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના પૂર્વ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પૈકી એક બેઠક પર ઉમેદવાર તરીકે વિદેશપ્રધાન એસ. જયશંકરનું નામ ફાઇનલ થઇ ગયું છે. મંગળવારે એસ. જયશંકર વિજય મુહૂર્તમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભરશે. જો કે ઉમેદવારીપત્રક ભરતા પહેલા એસ. જયશંકર આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. આજે તેઓ મોડી સાંજે અમદાવાદ અાવી પહોંચ્યા છે. જેઓ કાલે રાજ્યસભાના ઉમેદવાર માટેનું ફોર્મ ભરશે.

કોંગ્રેસે રાજ્યસભાના બે ઉમેદવાર માટે ત્રણ નામ નક્કી કર્યા છે. બાલુભાઈ પટેલ, કરસનદાસ સોનેરી અને મનીષ દોશીનું નામ નક્કી કરાયું છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો કોંગ્રેસની તરફેણમાં ન આવે તો ત્રણ પૈકી બે ઉમેદવાર ફોર્મ ભરશે.. અને જો સુપ્રીમ કોર્ટનો ચુકાદો કોંગ્રેસની તરફેણમાં આવે તો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે. ગાંધીનગર સરકીટ હાઉસમાં રાજ્યસભાની પેટાચૂંટણીના ઉમેદવારને લઈ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં પક્ષના તમામ ધારાસભ્યોની બેઠક મળી હતી. જોકે આ બેઠકમાં ધારાસભ્ય ધવલસિંહ અને બહુચરાજીના ભરતજી ઠાકોર ગેરહાજરી સૂચક માનવામાં આવી રહી છે. આ ઉપરાંત વિક્રમ માડમ, મોહન વાળા, ગ્યાસુદ્દીન શેખ અને ક્રાંતિ ખરાલી પણ ગેરહાજર રહ્યા હતા. જોકે આ ચાર ધારાસભ્યોએ અગાઉથી પરેશ ધાનાણી અને અમિત ચાવડાને ગેરહાજર રહેવા અંગે જાણ કરી હતી. 

READ ALSO 

Related posts

કર્ણાટકનો કિલ્લો જીતવા ભાજપ તત્પર, યેદિયુરપ્પા ગુરૂવારે CM પદનાં શપથ ગ્રહણ કરે તેવી શક્યતા

Riyaz Parmar

RTI સંશોધન બીલ મામલે સોનિયા ગાંધી લાલચોળ: બોલ્યા- સરકાર જોહુકમી કરીને નાગરિકોને નબળા પાડી રહી છે

Riyaz Parmar

કાશ્મીર મુદ્દે ટ્રમ્પે આપેલા નિવેદનથી ભારત-અમેરિકાનાં સંબંધોને નુકસાન થયું છે: રિચર્ડ વર્મા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!