GSTV

ગુજરાતમાં ભાજપના નેતાઓને કોરોના વળગ્યો : સરકાર અને સંગઠનના 32 નેતાઓને લાગ્યો ચેપ, જોઈ લો આ છે લિસ્ટ

ગુજરાતમાં કોરોના રિટર્ન થયો છે. દરરોજ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હવે કેસનો આંક 1400ની આસપાસ પહોંચી રહ્યો છે. આજે રૂપાણી સહિતનું મંત્રીમંડળ જ્યાં બેસે છે એ ગાંધીનગર અને સ્વર્ણિમ સંકુલમાં કોરોનાના કેસો નોંધાયા છે. બે મંત્રીઓના સ્ટાફને પણ કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના કાર્યાલયમાં વધુ 3 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. સીએમઓના 2 ક્લાર્ક અને 1 લિફ્ટમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ વિભાગના ચેકિંગ દરમ્યાન ત્રણેય કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહત્વનું છેકે આરોગ્ય વિભાગ દ્વારા મુખ્યપ્રધાનના કાર્યાલયમાં કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉ પણ તપાસ દરમ્યાન સચિવાલયમાં 28 જેટલા કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

નામહોદ્દો
કેશુભાઈ પટેલપૂર્વ મુખ્યમંત્રી
હર્ષ સંઘવીધારાસભ્ય
કિશોર ચૌહાણધારાસભ્ય
નિમાબહેન આચાર્યધારાસભ્ય
બલરામ થાવાણીધારાસભ્ય
પૂર્ણેશ મોદીધારાસભ્ય
જગદીશ પંચાલધારાસભ્ય
કેતન ઈનામદારધારાસભ્ય
વી.ડી. ઝાલાવાડિયાધારાસભ્ય
રમણ પાટકરરાજ્યકક્ષાના મંત્રી
પ્રવીણ ઘોઘારીધારાસભ્ય
મધુ શ્રીવાસ્તવધારાસભ્ય
ધર્મેન્દ્રસિંહ જાડેજારાજ્યકક્ષાના મંત્રી
ગોવિંદ પટેલધારાસભ્ય
અરવિંદ રૈયાણીધારાસભ્ય
રાઘવજી પટેલધારાસભ્ય
જયેશ રાદડિયાકેબિનેટ મંત્રી
બીના બહેન આચાર્યમેયર, રાજકોટ
દિનેશ મકવાણા(ડેપ્યુટી મેયર, અમદાવાદ
અમિત શાહકેન્દ્રીય ગૃહમંત્રી
ડો.કિરીટ સોલંકીસંસદ સભ્ય
રમેશ ધડુકસંસદ સભ્ય
હસમુખ પટેલસંસદ સભ્ય
અભય ભારદ્વાજસંસદ સભ્ય

સંક્રમિત થયેલા સંગઠનના હોદ્દેદારો

નામહોદ્દો
સી.આર.પાટીલપ્રદેશ પ્રમુખ
ભરત પંડ્યાપ્રદેશ પ્રવક્તા
પ્રદિપસિંહ વાઘેલાપ્રદેશ મંત્રી
પરેશ પટેલપ્રદેશ કાર્યાલય મંત્રી
મોના રાવલહિલા મોરચાના કાર્યાલય મંત્રી
જગદીશ મકવાણાસુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી
સત્યદિપસિંહ પરમારસુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી
દિલીપ પટેલસુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ

હવે ગુજરાતમાં ભાજપને કોરોના વળગ્યો હોય તેમ ગુજરાત ભાજપના સંગઠન અને સરકારના 32 નેતા સંક્રમિત થયા છે. જેમાં પૂર્વ CM, પ્રદેશ પ્રમુખ, પ્રવક્તા, ગૃહમંત્રી સહિત 5 MP અને ત્રણ મંત્રી સહિત 16 MLA કોરોનાગ્રસ્ત થયા છે. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં સામેલ થયેલા મંત્રી સહિત 4 ધારાસભ્યો અને સાંસદ કોરોના પોઝિટીવ આવ્યા છે. 32માંથી તો 14 જેટલા નેતાઓને સપ્ટેમ્બર માસમાં ત કોરોનાનો ચેપ લાગ્યો છે. સપ્ટેમ્બર ભાજપ માટે કાળ પૂરવાર થઈ રહ્યો છે. આ માસમાં સૌથી વધારે નેતાઓને ચેપ લાગ્યો છે. 18મીએ કેશુબાપાને કોરોનાનો ચેપ લાગ્યો છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્રાજની હાલત હજુ પણ સંભીર છે.અત્યારસુધીમાં ભાજપમાં એક રાજ્યસભા સાંસદ, 4 લોકસભા સાંસદ, એક પૂર્વ મુખ્યમંત્રી, 3 મંત્રી સહિત 16 ઘારાસભ્યો અને સંગઠનના 8થી વધુ નેતાઓને આ ચેપ લાગી ચૂક્યો છે. એક જ દિવસમાં અમદાવાદ પૂર્વના ભાજપના સાંસદ હસમુખ પટેલ, ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કોરોના સંક્રમિત થયા હતા.

સી.આર.પાટીલના આ સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડ્યા હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાનો ડર પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. જે હવે ધીમેધીમે સાચો પડી રહ્યો છે. પાટીલના આ પ્રવાસમાં હાજર અનેક નેતાઓ કોરોના પોઝિટીવ આવ્યા છે.. જેમાં રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ, મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી, કેબિનેટ મંત્રી, જયેશ રાદડિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે. ભાજપને કોરોના વળગ્યો હોય તેમ પાટીલની રેલીઓ બાદ નેતાઓ પોઝિટીવ આવી રહ્યાં છે. કમલમાં પણ સ્થિતિ એક સમયે ગંભીર બની ચૂકી છે. ગુજરાતમાં સરકાર ભલે દાવાઓ કરે કે કોરોનામાં સફળતા મેળવી છે પણ કોરોના રિટર્ન આવ્યો છે. કેસો વધી રહ્યાં છે.

હાલમાં કોરોનાના કેસ 1400 આસપાસ નોંધાઇ રહ્યા છે જેના કારણે ટેસ્ટીંગની સ્પીડ વધારાઇ છે. તો આ સ્થિતીમાં અમદાવાદમાં વકરતા કોરોના વાયરસને લઈને ચાની કીટલી ચાલુ રાખવા માટે મહાપાલિકાએ ગાઈડલાઈન જાહેર કરી છે. જેનું ચાની કીટલી ચલાવતા દુકાનદારોએ તેનું કડકપણે પાલન કરવું પડશે.

READ ALSO

Related posts

ગુજરાત શિક્ષણ બોર્ડના પેપર- રિઝલ્ટ દસ્તાવેજ સાચવવા 24 કરોડનાં ખર્ચે બનશે સ્ટ્રોંગ રૂમ

pratik shah

સરકાર માટે હાથના કર્યાં હૈયે વાગ્યા જેવો ઘાટ, કોલેજોના સંચાલકોને પણ ફી ઘટાડા મુદ્દે મનાવવા પડે તેવી સ્થિતિ

pratik shah

અનોખો કાયદો/ વાહન ચલાવતાં ખાડામાં ભૂલથી પડીને મૃત્યુ પામો તો ગુન્હેગાર- પ્રાણી દોડી આવે ને અકસ્માત થાય તો મૃત્યુ પામનાર આરોપી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!