GSTV

ગુજરાતમાં પક્ષપલટુંઓનો દબદબો, એક છોડીને બધી જ બેઠકો ઉપર ભાજપ આગળ

કોંગ્રેસે

Last Updated on November 10, 2020 by Mansi Patel

ગુજરાતની 8 વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામને લઇને મતગણતરીનો પ્રારંભ થઇ ગયો છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાઈ હતી. પોસ્ટલ બેલેટ ગણતરી બાદ EVMના મતો ગણાવાનાં ચાલુ થયા. 8 બેઠકોની કુલ 25 ગણતરી ખંડમાં મત ગણતરી થઈ. બેલેટપેપર ગણતરીમાં ભાજપ 7 બેઠકો અને કોંગ્રેસ 1 બેઠક પર આગળ છે. 8 બેઠકો માટે 25 મતગણતરી ખંડ બનાવાયા છે. કુલ 97 ટેબલ પર 8 બેઠકોની ગણતરી થશે. 8 બેઠક પર 320 કર્મચારીઓ કાર્યરત છે.

ગુજરાતમાં અબડાસા, લીંબડી મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણ એમ આઠ બેઠકનાં પરિણામોની રાહ જોવાઈ રહી છે. આ ચૂંટણી રસપ્રદ એટલે પણ છે કે રાજ્યસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં અને ભાજપમાં જોડાઈ ગયા અને એટલે ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ.

ભાજપે કૉંગ્રેસમાંથી આવેલા નેતાઓ પૈકી કેટલાકને મેદાનમાં ઉતાર્યા તો સામે કૉંગ્રેસે પક્ષપલટુ નેતાઓને જાકારો આપવાનો મુદ્દો પ્રચારમાં જાળવી રાખ્યો. આઠ બેઠકોમાં અબડાસા, લીંબડી, મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણનો સમાવેશ થાય છે. આ વખતની ચૂંટણીમાં કૉંગ્રેસે ‘પક્ષપલટુ નેતાઓ’ને પાઠ ભણાવવા, બેરોજગારી, ખેડૂતો વગેરેના મુદ્દાને લઈને ચૂંટણી લડી છે.

તો સામે પક્ષે સત્તાધારી ભાજપે વિકાસના નામે લોકો પાસે મત માગ્યા હતા. ભાજપે આ પેટાચૂંટણીમાં કૉંગ્રેસમાંથી આવેલા પાંચ ધારાસભ્યોને ટિકિટ આપી છે. અબડાસા, મોરબી, ધારી, કરજણ અને કપરાડા – આ પાંચ બેઠકો પર ભાજપે એવા ઉમેદવારોને ટિકિટ આપી છે, જેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ચિહ્ન પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

READ ALSO

Related posts

યુનિયન બેન્ક છેતરપિંડી મામલો/ CBIની ટીમે રાજકોટ-ઉપલેટામાં પાડ્યા દરોડા, સર્ચમાં હાથ લાગ્યા મહત્વના દસ્તાવેજો

Pritesh Mehta

સુરતમાં યોજાયો વિક્રમી દીક્ષા મહોત્સવ / કુલ ૭૫ લોકોએ સાંસારિક જીવનનો કર્યો ત્યાગ, 14 લોકો કરોડોના આસામી

Pritesh Mehta

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!