GSTV

કકળાટ/ ચૂંટણીમાં ભાજપને પાડી દો, સબક શિખવાડો, બહુ થયું : અમદાવાદમાં ભાજપના જ નેતાઓ બગડ્યા

ભાજપ

Last Updated on February 20, 2021 by Karan

ભાજપમાં ટિકિટોના મુદ્દે છેલ્લીઘડીએ નિયમો થોપી બેસાડાતાં કેટલાંય સિનિયરોની ચૂંટણી લડવાની ઇચ્છા અધૂરી રહી ગઇ છે જેથી આંતરિક કકળાટ ચરમસિમાએ પહોંચ્યો છે.અમદાવાદમાં ભાજપના જ એક નેતાએ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને પાડી દો અને બરોબરનો સબક શિખવાડો તેવી અપીલ કરી છે. ભાજપના નેતાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.

વેજલપુરના ભાજપના એક નેતાએ વિડીયો વાયરલ કરીને ભાજપ પર એવો આરોપ મૂકયો છેકે, આજે ભાજપનો મંત્ર બદલાયો છે. જનસઁઘની વિચારધારા વાળું ભાજપ રહ્યુ નથી.

ભાજપનું કોગ્રેસીકરણ થયુ છે, પાર્ટી પાસે અમે જવાબ માંગીશું, તમે ધારો તેને ટિકિટો ન આપો

ભાજપનું આજે કોંગ્રેસીકરણ થયુ છે.પક્ષની એવી તો કઇ મજબૂરી છેકે, પક્ષપલટો કરનારાંને ટિકિટ આપવી પડે છે. ભાજપના કાર્યકરોની પક્ષમાં કામગીરી તો જુઓ.તમે મન ફાવે તેમ ટિકિટો આપી દો તે ન ચાલે. સરખેજ,વેજલપુર અને જોધપુરમાં રાજકીય સમીકરણો જોયા વિના જ ટિકિટો આપી દેવાઇ છે. ધારાસભ્યને કઇ પડી નથી.

ભાજપ

ભાજપના નેતાએ એવી ચિમકી આપી કે,ડરને લીધે કોઇ બોલતુ નથી પણ હવે કોઇકે તો બોલવુ જ પડશે. આપણને પાર્ટી શું જવાબ માંગશે. ખરેખર તો,આપણે જ પક્ષનો જવાબ માંગવો જોઇએ.

ભાજપના નેતાએ સમર્થકોને એવી ય અપીલ કરી કે, આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને પાડી દો.ભાજપને બરોબરનો સબક શિખવાડો. હવે બહું થયુ. ભાજપના નેતાની વિડીયો વાયરલ થતા ભાજપમાં હડકંપ મચ્યો છે. ભાજપને આ વખતે અસંતુષ્ટોની જ ભિતી છે.અસંતુષ્ટો જ ભાજપની જીતની બાજી બગાડી શકે છે.

Read Also

Related posts

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah

Male contraception: વણજોઈતી પ્રેગ્નન્સીમાં કન્ડોમથી કંટાળેલા પુરુષો માટે નવો વિકલ્પ, નવા ગર્ભનિરોધકથી જ સ્પર્મનો થશે કન્ટ્રોલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!