GSTV
Home » News » ગુજરાતમાં ભાજપની પડતી : વડોદરમાં ભાજપે ભીડ એકઠી કરવા હાથ જોડ્યા, આજીજી કરી

ગુજરાતમાં ભાજપની પડતી : વડોદરમાં ભાજપે ભીડ એકઠી કરવા હાથ જોડ્યા, આજીજી કરી

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને લઈને નીકળેલી એકતા યાત્રાનો વડોદરામાં પણ ફિયાસ્કો થયો છે. એકતા યાત્રા ના સ્વાગત માટે હાથ જોડીને આમ નાગરિકોને બોલાવવા માટે પાર્ટી કાર્યકરો આજીજી કરતા નજરે ચઢ્યા હતા .આજે વોર્ડ 13 અને 14 ની સરદાર એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકરો ની પાંખી હાજરી જોવા મળી હતી, તો યાત્રાનું સ્વાગત કરનાર પણ કોઈ ન હોવાથી કાર્યકરો દ્વારા આમ નાગરિકોને હાથ જોડીને યાત્રાના સ્વાગત માટે આજીજી કરવાની નોબત આવી હતી. એકતા યાત્રામાં જોડાયેલા કાર્યકરો જ સરદારની પ્રતિમાનું સન્માન જાળવવાનું ભુલી ગયા હોય તે રીતે પ્રતિમા પાસે જ પગરખા પહેરી બેઠા હતા. એકતા યાત્રા સફળ થાય ત માટે સાંસદ રંજનબહેન ભટ્ટને મોવડી મંડળે તાકીદ પણ કરી હતી. જોકે તેમ છતાં એકતા યાત્રાનો ફિયાસ્કો થતો જોવા મળ્યો.

વડોદરામાં એકતા યાત્રાનો ઠેર ઠેર ફિયાસ્કો થયો હોવાની નોંધ પ્રદેશ કારોબારી એ પણ લીધી છે, જે મામલે સાંસદ રંજનબેન ભટ્ટને પ્રદેશ મોવડી મંડળ દ્વારા તાકીદ પણ કરવામાં આવી છે, તેમ છતાં આજે વડોદરામાં એકતા યાત્રાનો ફરી ફિયાસ્કો જોવા મળ્યો હતો. જેમાં એકતા યાત્રાના સ્વાગત માટે હાથ જોડીને આમ નાગરિકોને બોલાવવા માટે આજીજી કરતા ભાજપના અગ્રણીઓ નજરે ચઢ્યા હતા.

વડોદરામાં આગામી 31મી ઓક્ટોબરે કેવડિયા ખાતે સ્ટેચુઑફ યુનિટી અંતર્ગત વોડ દીઠ એકતા યાત્રાઓ નીકળી રહી છે, આ એકતા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોક જાગૃતિનો છે અને તે માટે વિવિધ વિસ્તારોમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પૈકીની મોટાભાગની એકતા યાત્રામાં ભાજપા નેતાઓ અને કાર્યકરોની પાંખી હાજરી હોવાથી ગુજરાત પ્રદેશ ભાજપા અગ્રણીઓ દ્વારા આની ગંભીર નોંધ લેવામાં આવી હતી, ત્યારે આજે વોર્ડ 13 અને 14 ની સરદાર એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી.

 યાત્રાનું સ્વાગત કરનાર પણ કોઈ ન હોવાથી કાર્યકરો દ્વારા આમ નાગરિકોને હાથ જોડીને યાત્રાના સ્વાગત માટે આજીજી કરવાની નોબત આવી હતી, તો બીજી તરફ એકતા યાત્રામાં જોડાયેલા કાર્યકરો સરદારની પ્રતિમાનું માન સન્માન ભુલી ગયા હોય તેમ બુટ પહેરી ને સરદાર ની પ્રતિમા પાસે બેઠા હતા, આગામી 31મી તારીખે કેવડિયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી એવી પ્રતિમાંનું પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ થનાર છે, જેને લઈ ને એકતા યાત્રાઓનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે જેમાં કર્યાકારોની પાંખી હાજરી અને આમ નાગરિકોના નીર ઉત્સાહને લઈ ને આ યાત્રાનો ફિયાસકો થઈ રહ્યો છે , જેની પ્રદેશ ભાજપા દ્વારા ગંભીર નોંધ લેવાઈ રહી છે.

Related posts

ઓમકારેશ્વર ડેમમાંથી ૨.૨૫ લાખ ક્યુસેક પાણી છોડાયુ, નર્મદા ડેમના ૧૧ દરવાજા ખોલાયા

Arohi

જૂનાગઢઃ વિસાવદરની કાલસારી મંડળી મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ

Arohi

અંબાજીમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!