GSTV

ભાજપમાં ભૂકંપ / ગુજરાત ભાજપના કદાવર નેતાઓ ભારે નારાજ, આ મંત્રીઓ રૂપાણીના દરબારમાં પહોંચ્યા

Last Updated on September 15, 2021 by Bansari

ગુજરાત ભાજપમાં અસંતોષ સતત વધી રહ્યો છે. ભલે જાહેરમાં કોઈ નારાજગી દેખાડી રહ્યું નથી પરણ ધૂંધવાટ વધ્યો છે. સરકાર નો રીપિટ થિયરી અજમાવે તેવી સંભાવના છે. જેમાં રૂપાણી સરકારના મોટાભાગના મંત્રીઓ ઘરે જાય તેવી સંભાવના છે. ગુજરાત ભાજપના આ કદાવર નેતાઓ અંદરો અંદર ચર્ચાઓ કરી રહ્યાં છે. એવું કહેવાય છે કે રૂપાણી અને નીતિનભાઈ પટેલ પણ નારાજ છે. જેઓ સતત નારાજગી દેખાડી રહ્યાં છે. આ નેતાઓ ભાજપના પાયાના કાર્યકરો છે. જેઓની પાસેથી મંત્રીપદ છિનવાઈ રહ્યાં છે. જો આજે મોટા ફેરફારો થયા તો ભાજપમાં ડખાઓ વધશે એ નક્કી છે.

RUPANI nitin patel

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર એ છે કે અત્યારસુધી 7 મંત્રીઓની ઓફિસ ખાલી કરી દેવાઈ છે. રૂપાણી સરકારના મોટા ભાગના મંત્રીઓ ઘરભેગા થવાના હોવાથી કેટલાય એવા નામો બહાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ આ નેતાઓની નારાજગી દૂર થઈ નથી. બેઠકમાં ભૂતપૂર્વ મંત્રીઓ કૌશિક પટેલ અને પુરુષોત્તમ સોલંકી પણ જોડાયા હતા. જોકે આ બંને નેતા સાથે સંતોષ કે યાદવે મુલાકાત કરી ન હતી, પરંતુ તેમણે રૂપાણી, પટેલ અને ચૂડાસમા સામે પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો.

વાસણ ભાઇ આહીર, યોગેશ પટેલ, બચુ ખાબડ, કુમાર કાનાણી સહિતના નેતાઓ પૂર્વ સીએમ રુપાણી ને રજૂઆત માટે પહોંચ્યા છે. ગાંધીનગરમાં વિજય રૂપાણી સરકારના મંત્રીઓએ ઓફિસ ખાલી કરવાનું શરૂ કર્યું છે. જેમાં વિભાવરી બેન દવે, રમણ પાટકર, બચુભાઇ ખાબડ, ઈશ્વર પરમાર, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કિશોર કાનાની, વાસણ ભાઈ આહીર ઓફિસ ખાલી કરી દીધી છે. ઉત્તર ગુજરાતમાંથી અજમલજી ઠાકોર, ગજેન્દ્રસિંહ પરમારને પ્રધાન મંડળમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત જીતુ વાઘાણી અને ગોવિંદ પટેલને પણ સ્થાન મળી શકે છે.

Bhupendra Patel

ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ઘણાં નવા ચહેરા જોવા મળી શકશે

જેઓને આજે લોટરી લાગવાની છે. સરકાર એન્ટિઇન્કમ્બસીનો માહોલ ખાળવા માટે પ્રધાનમંડળમાં મોટાપાયે ફેરફાર કરવાની છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ઘણા નવા ચહેરા જોવા મળી શકે તેમ છે. રાજયના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા બાદ નવા પ્રધાનમંડળની રચનાને લઈને કવાયત શરૂ થઈ છે. આજે ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા પ્રધાનમંડળની શપથવિધિ છે ત્યારે કોને કોને પ્રધાન મંડળમાં સ્થાન મળશે તેના સંભવિત નામો સામે આવ્યા છે.

આત્મારામ પરમાર, જગદીશ પંચાલ, રાકેશ શાહ, દુષ્યંત પટેલ, નિમિષા સુથાર અને સી.કે. રાઉલજી, કિરીટસિંહ રાણા, રાજેન્દ્ર ત્રિવેદી, રમણ પટેલ, ઋષિકેશ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, અને જીતુ ચૌધરી આજે પ્રધાન તરીકે શપથગ્રહણ કરી શકે છે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમા
gujarat school vacation

કયા નેતાઓ છે નારાજ?

આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના નવા પ્રધાન મંડળની આજે શપથવિધિ આયોજિત થઈ છે. ત્યારે સવારથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નિવાસ સ્થાને ચહલપહલ જોવા મળી છે. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને જામનગર ઉત્તર બેઠકથી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા-હકુભા પણ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આ નારાજ નેતાઓમાં છે. તેમની નારાજગી ખાળવા માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ અને ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ત્રણ કલાક સુધી આ ત્રણ નેતાની નારાજગી દૂર કરવા જહેમત કરવી પડી હતી.

રૂપાણી સરકારના 22 મંત્રીના કદને ઘટાડી 16 મંત્રી શપથ લે એવી શક્યતાઓ છે, જેમાં રૂપાણી સરકારના 11 કેબિનેટ મંત્રીમાંથી માત્ર દિલીપ ઠાકોર, ગણપત વસાવા, જયેશ રાદડિયાને રિપીટ કરવામાં આવે એવી શક્યતા છે. રાજ્યકક્ષાના રૂપાણી સરકારના 11માંથી 7ની બાદબાકી કરીને માત્ર 4 મંત્રીને સ્થાન આપવામાં આવી શકે છે.

READ ALSO :

Related posts

AUKUS + QUAD : ચીનને સખણુ રાખવા માટે રચાયેલા બે સંગઠનો શું છે? ભારતનો રોલ શા માટે મહત્વનો છે?

Pritesh Mehta

UNSCમાં પીએમ મોદીનું સંબોધન/ ભારતનો વિકાસ થાય છે ત્યારે દુનિયા બદલાય છે, નામ લીધા વગર પાકિસ્તાન પર કર્યો પ્રહાર

Pritesh Mehta

લદાખ પણ અમારું અને કાશ્મીર પણ અમારું : ઈમરાનખાનને જડબાતોડ જવાબ આપનાર સ્નેહા દુબે આખરે કોણ છે? ઈન્ટરનેટમાં સતત સર્ચ થઈ રહ્યું છે આ નામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!