GSTV

ગુજરાતમાં મીની ભારતનું નિર્માણ : સમગ્ર રાજ્યની સંસ્કૃતિઓ નિહાળશે ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી બે દિવસના ભારત પ્રવાસે છે. અને અમદાવાદથી તેમના ભારત પ્રવાસની શરૂઆત થવાની છે. પીએમ મોદી હવે ગણતરીના કલાકો બાદ અમદાવાદ આવી પહોંચવાના છે. ભારત માટે રવાના થતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને પોતાના સારા મિત્ર ગણાવ્યા. ટ્રમ્પ પોતાના પત્ની મેલેનિયા. પુત્રી ઇવાંકા અને જમાઇ જેર્ડ કુશનરની સાથે વિશેષ હેલીકોપ્ટર મરીન વનથી એન્ડ્રયૂ એરફોર્સ બેઝ પર પહોંચ્યા.. જ્યાંથી તેઓ એરફોર્સ વન વિમાન મારફત ભારત આવવા માટે રવાના થયા.

પોણા બાર વાગ્યાની આસપાસ ટ્રમ્પ આવી પહોંચશે

ટ્રમ્પનું વિમાન અમદાવાદ ખાતે આજે સવારે આશરે પોણા બાર વાગ્યાના અરસામાં પહોંચશે. જ્યાંથી તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત માટે જશે. અને ત્યારબાદ મોટેરા સ્ટેડિયમ ખાતે આયોજીત નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટમાં સામેલ થશે. વિમાનમાં સવાર થતા પહેલા ટ્રમ્પે કહ્યું કે હું ભારતના લોકોને મળવાનો ઇન્તેજાર કરી રહ્યો છું. ત્યાં લાખો લોકોની વચ્ચે જઇશ. ત્યાં હું પીએમ મોદી સાથે બેઠક કરીશ. તેઓ મારા સારા મિત્ર છે. તેમણે મને જણાવ્યું છે કે ત્યાં બહું મોટી ઇવેન્ટ થવાની છે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાંકા ટ્રમ્પે ભારત પ્રવાસને લઇને ટ્વિટ કર્યું હતુ. જેમાં તેમણે લખ્યું કે તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલેનિયાની સાથે ભારત પ્રવાસે જવાને લઇને સન્માન અનુભવે છે. ઇવાંકાનો ભારત ખાતેનો આ બીજો પ્રવાસ છે. આ પહેલા તેઓ 2017માં ભારત આવી ચુક્યા છે.

વિવિધ રાજ્યોની સંસ્કૃતિ નિહાળશે ટ્રમ્પ પરિવાર

આ વચ્ચે સમગ્ર ભારત અમદાવાદ ખાતે પહોંચી ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સમગ્ર ભારતના રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી થઈ રહી છે. વાત માત્ર ગુજરાતના ગરબા પુરતી નથી. પણ કેરળ, પંજાબ અને મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યો પોતાની કૃતિઓનું ટ્રમ્પ સમક્ષ પ્રદર્શન કરવાના છે. આ માટે તેઓ ગર્વ પણ મહેસૂસ કરી રહ્યાં છે.

મહારાષ્ટ્ર

રોડ શો દરમ્યાન મહારાષ્ટ્રની સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી. મહારાષ્ટ્રના કલાકારોએ મહારાષ્ટ્રની સંસ્કૃતિને રજૂ કરી. આ ઉપરાંત અન્ય રાજ્યના કલાકારો દ્વારા પણ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

પંજાબ

પીએમ મોદી અને ટ્રમ્પના રોડ શો દરમ્યાન પંજાબની સંસ્કૃતિની ઝાખી જોવા મળી છે. પંજાના કલાકોર દ્વારા રોડ શો દરમ્યાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.

કેરળ

મોટેરામાં પીએમ મોદી અને ટ્રમ્પના સ્વાગત માટે કેરલાના પહેરવેશ સાથે લોકો આવ્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા લોકોમાં ટ્રમ્પ અને પીએમ મોદીના સ્વાગત માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

નાગાલેન્ડ

આટલા દિવસની ગુજરાતીઓ જેની રાહ જોતા હતા તે દિવસ આવી ગયો છે. પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને આવકારવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોડ શોના રૂટ કલાકારો દ્વારા નાગાલેન્ડની ઝાન્ખી કરાવશે. આ કલાકારોમાં પણ ભારે ટ્રમ્પને આવકારવા ઉત્સાહિત છે.

ઝારખંડ

કલાકારો રોડ શો દરમિયાન ઝારખંડની સંસ્કૃતિની ઝાંખી દર્શાવવા થનગની રહ્યા છે. કલાકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પના આગમન પહેલા કલાકારો રિહર્સલ કરતા જોવા મળ્યા.

કાશ્મીર

એરપોર્ટથી મોટેરા આશ્રમ સુધીના ટ્રમ્પ-મોદીના રોડ શોમાં સમગ્ર ભારતીય સાંસ્કૃતિકની ઝલક જોવા મળી રહી છે. ત્યારે જમ્મુ કાશ્મીરના સાંસ્કૃતિક કલ્ચરની પણ રોડ શોમાં ઝલક જોવા મળી. જમ્મુ કાશ્મીરની યુવતીઓએ પારંપરિક પહેરવેશ અને સંગીત સાથે પોતાની પ્રસ્તુતિ આપી

ગરબાની બોલશે રમઝટ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડનું સ્વાગત ગરબા દ્વારા કરવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ બહાર કલાકારો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. ત્યારે કલાકારોમાં ટ્રમ્પ અને પીએમ મોદીના સ્વાગત માટે થનગનાટ જોવા મળ્યો.

READ ALSO

Related posts

બજેટ 2021: આવકવેરા કલમ 80C હેઠળ કરની મર્યાદા 2.5 લાખ થાય, 2014થી નથી થયો બદલાવ

Sejal Vibhani

ફાયદાનો સોદો/ રિટાયરમેન્ટ સેવિંગ માટે SBIનું નવુ મ્યુચ્યુઅલ ફંડ, મળશે ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ રિટર્ન

Bansari

સિક્કીમમાં બોર્ડર પરની ઝડપમાં 20 ચીની સૈનિકો જખ્મી, ભારતીય સેનાએ આપ્યું આ નિવેદન

Karan
Do NOT follow this link or you will be banned from the site!